તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Monday, 23rd March 2026
હરિદ્વારની પવિત્ર ભૂમિ પર ભક્તિનો મહાસાગર : સ્વ. ઇન્દુબેન વાગડીયાના સ્મરણાર્થે ભાગવત કથા
કૌશલ કિશોર ધુન મંડળ અને પુનિત પરિવાર દ્વારા નવેમ્બરમાં આયોજન : ર એપ્રિલ હનુમાન જયંતિથી નામ નોંધણી : જરૂરીયાતમંદ વડીલોને નિઃશુલ્ક લઇ જવામાં આવશે : ભાવિકો માટે રહેવા, જમવા સહિતની સુવિધા : પોથીજી નોંધણી

રાજકોટ : શ્રી કૌશલ કિશોર ધુન મંડળ અને પુનિત પરિવાર રાજકોટના ઉપક્રમે આગામી નવેમ્બરના કારતક માસમાં હરિદ્વાર (ઉતરાખંડ) મુકામે સ્વ. ઇન્દુબેન રમેશભાઇ વાગડીયા (રાજકોટ)ના સ્મરણાર્થે... આ સંસ્થા તરફથી સાતમી વખત શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેને અનુલક્ષીને આગામી તા. ર૭.૧૧.ર૦ર૬ને શુક્રવારના રોજ ઉતરાંચલ એકસપ્રેસ દ્વારા ટ્રેઇનમાં હરિદ્વાર જવા માટે પ્રસ્થાન કરશે. શ્રીમદ્દ ભાગવત સપ્તાહની શરૂઆત તા. ર૯.૧૧.ર૦ર૬ને રવિવારના રોજ થશે તથા પુર્ણાહુતી તા. ં૦પ.૧ર.ર૦ર૬ શનિવારના રોજ થશે. વ્યાસાસને શાપુર (સોરઠ) (જી. જુનાગઢ)ના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય અને મહાન કાથાકાર શાસ્ત્રી શ્રી મનોજભાઇ હરિભાઇ ભટ્ટ બિરાજી તેમના નિપુણ સાજીંદાઓને સથવારે સંગીતમય શૈલીમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે. આ ભાગવત કથાનું તા. ર૭.૧૧.ર૦ર૬ થી તા. ૦૬.૧ર.ર૦ર૬ (આવક જાવક દિવસ સહિત) સુધીના સમય દરમ્યાન કરવામાં આવેલ છે.
કૌશલ કિશોર ધુન મંડળ રાજકોટ દ્વારા ધાર્મિક યાત્રામાં જોડાયેલા યાત્રિકોને હરિદ્વારમાં કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે શ્રીમદ્દ ભાગવત કથાના આયોજક અને ધુન મંડળના હાલના પ્રમુખ શ્રી રમેશભાઇ કેશુભાઇ વાગડીયા (મહાદેવ) પ્રયત્નશીલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે. ચાલુ સાલ શ્રીમદ્દ ભાગવત કથાના કાર્યક્રમમાં ફી ભરીને સામેલ થતાં યાત્રિકો માટે ટીકીટનો દર રૂા. ૧૧,૦૦૦ રાખવામાં આવેલ છે. જેમાં રાજકોટથી હરિદ્વાર આવક જાવક ટ્રેઇન ટીકીટ તથા હરિદ્વારમાં રહેવા, જમવાની સગવડતા સહીત હોવાનું જણાવાયું છે.વિશેષમાં આ ધાર્મિક પ્રવાસમાં જરૂરીયાતમંદોને દર વખતની જેમ નિઃશુલ્ક લઇ જવામાં આવશે. આ અગાઉ અત્યાર સુધીમાં કુલ ૯૬પ લોકોને ફ્રીમાં ધાર્મિક યાત્રા કરાવેલ છે. નિઃશુલ્કવાળા યાત્રિકોને હરિદ્વારની કથા દરમ્યાન એક દિવસ વ્રજ યાત્રાએ લઇ જવામાં આવશે.
આ યાત્રામાં જે લોકો ફી ભરીને જોડાયેલ છે. તેમને જો વ્રજ યાત્રામાં જોડાવું હોય તો તેમણે ચાર્જ ભરીને શામેલ થવાનું રહેશે. વ્રજમાં જવા માટેનો ચાર્જ રૂા. ૧,૩૦૦ રાખવામાં આવેલ છે. ચાર્જ ભરીને વ્રજમાં આવવાનું નક્કી કરેલ યાત્રિકોએ હરિદ્વાર માટે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું બુકીંગ કરાવતી વખતે સાથે જ વ્રજમાં જવાનો ચાર્જ ભરી આપવાનો રહેશે, તેમ સંસ્થાના આગેવાનોએ જણાવ્યું છે.
આ ધાર્મિક પ્રવાસના આયોજન માટેની ઓફીસ તા. ૦ર.૦૪.ર૦ર૬ને ગુરૂવાર, શ્રી હનુમાન જયંતિના શુભ દિવસથી ૪-મનહર પ્લોટ, મંગળા રોડ, ‘‘શિવકૃપા'' રાજકોટ ખાતે શરૂ કરવામાં આવશે. ધાર્મિક યાત્રાના વ્યવસ્થાપક અને કૌશલ કિશોર ધુન મંડળ રાજકોટના પ્રમુખ શ્રી રમેશભાઇ કેશુભાઇ વાગડીયા (મહાદેવ) મો. ૯૯ર૪૧૪૭૦પ૯ નો સંપર્ક કરવો.
હરિદ્વાર મુકામે ભાગવત સપ્તાહમાં પાટલો રાખવા માટે ચાર્જ રૂા. ૩,૧૦૦ રાખવામાં આવેલ છે. ભાગવત કથામાં પાટલો બુક કરાવેલ હશે તેમણે પોતાના પિતૃદેવના ફોટા ફરજીયાત સાથે લાવવાના રહેશે. પુજાપો તેમજ પુજા માટેના શાષાીજીની વ્યવસ્થા આયોજક તરફથી કરવામાં આવશે તેમ જણાવાયું છે.
ભાગવત કથાનો સમય સવારે ૮ થી ૧ સુધીનો રહેશે જેમાં ફરજીયાત હાજરી આપવાની રહેશે.
આયોજનમાં કૌશલ કિશોર ધુન મંડળ - રાજકોટના પ્રમુખ રમેશભાઇ વાગડીયા (મહાદેવ) (પ્રમુખ), નટુભાઇ બી. અઢીયા - રાજકોટ (ઉપપ્રમુખ) તેમજ સભ્યો આશીષભાઇ વાગડીયા, નિલેષભાઇ વાગડીયા (લાલાભાઇ), અશોકભાઇ ગોહેલ, મહાવીરસિંહ રાયઝાદા, નિલેષભાઇ લીડીયા (લાલાભાઇ), વજુભાઇ વાગડીયા (વી.કે.), હિતેષકુમાર મુલીયાણા, જગદીશભાઇ ટોળીયા, કિરીટભાઇ ટોળીયા, મહેશભાઇ પટેલ (સાપર) અને મનુભાઇ સવસેટા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:12 PM IST)










