તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd March 2026
રજા વિનાનું રાજ, થાક વિનાની સેવાઃ નરેન્દ્રભાઈ મોદીએ ૨૫ વર્ષના શાસન સાથે રચ્યો નવો ઈતિહાસ
વિશ્વભરમાં સ્વીકૃતિ બાદ લાંબા શાસનનો નવો વિક્રમ, ૧૪૦ કરોડ દેશવાસીઓના અતૂટ વિશ્વાસનું પરિણામઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ ગુજરાતના પનોતા પુત્ર, વિકાસ પુરુષ અને વિશ્વ ના શ્રેષ્ઠ શાસક-નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌથી લાંબા સમય સુધી શાસન કરવાનો ઐતિહાસિક વિક્રમ સ્થાપ્યો છે, તે બદલ રાજુભાઈ ધ્રુવે તેમને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ કીર્તિમાન દેશની ૧૪૦ કરોડ જનતાના તેમના પરના અખૂટ વિશ્વાસનું જવલંત પ્રતીક છે.
ભારતમાતાના સપૂત અને શક્તિશાળી શાસક નરેન્દ્રભાઈ મોદીને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા તરીકે અજોડ સ્વીકૃતિ મળેલી છે. આ સ્વીકૃતિ એ વાસ્તવમાં ભારતવાસીઓના અપાર પ્રેમ અને અતૂટ વિશ્વાસને આભારી છે.
તેમણે ઉમેર્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીએ ૮૯૩૧ દિવસ સુધી દિવસ-રાત જોયા વિના પહેલા ગુજરાતને અને ત્યારબાદ સમગ્ર દેશને કુશળ નેતૃત્વ પૂરું પાડ્યું છે. આટલા લાંબા સમયગાળામાં એક પણ દિવસનો વિરામ લીધા વિના તેઓ સતત દેશ કાજે જીવ્યા છે, જે આપણા સૌ માટે અત્યંત ગૌરવની બાબત છે. પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સતત ૧૩ વર્ષ અને ત્યારબાદ દેશના વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષ મળીને સતત ૨૫ વર્ષથી જનસેવા કરનાર નરેન્દ્રભાઈ મોદીએ અનોખો કીર્તિમાન સ્થાપિત કર્યો છે, જેથી આજનો દિવસ ભારતીય રાજકારણના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
દેશની જનતાના હૃદયસમ્રાટ બની ચૂકેલા નરેન્દ્રભાઈ મોદી અંગે રાજુભાઈ ધ્રુવે વિશેષમાં કહ્યું છે કે, તેઓ ગુજરાત માં ભાજપ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ તથા રાજ્ય માં પોતાની તકતાત સ્વબળે શાસન- સત્તા સંભાળે તે અંગે સર્વશ્રેષ્ઠ વ્યૂહ રચના અને સંગઠનકાર્ય કરી ઇતિહાસ સર્જ્યો હતો. અભૂતપૂર્વ લોકપ્રિયતા સાથે વર્ષ ૨૦૦૧થી ૨૦૧૪ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂઢ રહ્યા હતા. એ સમયગાળામાં તેમણે ઐતિહાસિક રીતે ગુજરાતમાં વિકાસની અનેક દીર્ઘદ્રષ્ટિપૂર્ણ મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકીને રાજ્યને પ્રગતિના સર્વોચ્ચ શિખરે પહોંચાડ્યું હતું. ત્યારબાદ ૨૬મી મે, ૨૦૧૪ના રોજ ભારતના ૧૫મા વડાપ્રધાન બન્યા ત્યારથી લઈને આજે પોતાના ત્રીજા કાર્યકાળમાં પણ તેઓ અવિરતપણે દેશસેવામાં કાર્યરત છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રભાવશાળી નેતૃત્વમાં આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ અત્યંત આદર અને સન્માન સાથે લેવાય છે. આ અપ્રતિમ સિદ્ધિ જોઈને વિશ્વના ખૂણે ખૂણે વસતા પ્રત્યેક ભારતીયની છાતી ગજગજ ફૂલે છે.
પ્રખર રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત, સ્થિર અને શક્તિશાળી સરકાર આપનાર પ્રચંડ પરાક્રમી અને પુરુષાર્થી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી 'ન ભૂતો ન ભવિષ્યતિ' સમાન છે, તેવો સ્પષ્ટ મત રાજુભાઈ ધ્રુવે વ્યક્ત કર્યો છે. તેમના હૈયે સદૈવ ભારતમાતાનું હિત જ સર્વોપરી રહ્યું છે, જેના પરિણામે કોઈ પણ દુશ્મન દેશ ભારત તરફ આંખ ઉઠાવવાની હિમત કરી શકતો નથી. તેમના સબળ નેતૃત્વ હેઠળ આજે પ્રત્યેક ભારતીય નાગરિક વધુ સુરક્ષિત અનુભવી રહ્યો છે. તેમ રાજુભાઈ ધ્રુવએ અંતમાં જણમવ્યું છે.
(4:07 PM IST)










