<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

રાજકોટમાં અફવા ફેલાતા પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી

નયારાના અમુક પેટ્રોલ પંપ ઉપર ધસારો થતા પેટ્રોલ - ડિઝલ ખલાસ : પંપ બંધ કરાયા : લોકોમાં ‘પેનીક' : પુરવઠો પુરતો છે : સપ્‍લાયમાં કોઈ સમસ્‍યા નહિં થાય : એસો.ની બેઠક બાદ ધીમંત ઘેલાણીની જાહેરાત

 

તસ્‍વીરમાં રાજકોટના રૈયા રોડ અને યુનિવર્સિટી રોડ પર આવેલ નયારાના પેટ્રોલ પંપમાં પેટ્રોલ અને ડીઝલ ખુટી પડતા બંધ કરી દેવામાં આવ્‍યા છે. તે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૭)

અફવા નહિં ફેલાવો : પેનીક નહિં થાવ : યુનિવર્સિટી રોડ અને રૈયા રોડ ઉપર નયારાના પંપમાં પેટ્રોલ - ડિઝલ ખૂટી પડતા બંધ કરાયા : આઈઓસીના પંપો ઉપર પુરતો જથ્‍થો : ખોટી લાઈનો નહિં લગાવવા હાકલ : જામનગરમાં આ જ સ્‍થિતિ સર્જાયેલ, કલેકટરે તાત્‍કાલીક પગલા લઈ જાહેરાત કરતા યથાવત સ્‍થિતિ થઈ ગઈ : શનિ - રવિના હિસાબે શોર્ટ સપ્‍લાય થયો : ભારે ધસારાને લીધે પેટ્રોલ - ડિઝલ થોડા જ કલાકોમાં ખુટી ગયેલ : કોઈ પ્રોબ્‍લેમ નથી : બીન સત્તાવાર મળતી વિગતો મુજબ વાડીનાર રીફાઈનરીમાંથી પેટ્રોલ - ડિઝલ સપ્‍લાય એકધારો ચાલુ છે : રાજકોટમાં પુરવઠો પુરતો હોવાની હૈયાધારણ

(2:53 PM IST)