<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ગૌસન્‍માન આહવાન અભિયાન અંતર્ગત બુધવારે રણછોડનગરમાં સંત સંમેલન

ગૌપ્રેમીઓને ઉમટી પડવા સાધ્‍વી શ્રી બહુલાગોપાલ સરસ્‍વવતીનું આહવાન

રાજકોટ તા. ૨૩ : ગૌ સન્‍માન આહવાન અભિયાનને વેગ આપવા આગામી તા. ૨૫ના બુધવારે રાજકોટ ખાતે સંત સમેંલન સાથે ગૌપ્રેમીઓની બેઠક યોજવામાં આવી છે.

આ સંમેલનમાં વધુને વધુ સાધુ સંતો અને ગૌપ્રેમીઓએ ઉમટી પડવા સુરભી ગૌલોક મહાતીર્થ ગૌશાળાના સાધ્‍વી બહુલાગોપાલ સરસ્‍વતીએ અનુરોધ કરતા જણાવ્‍યુ છે કે ગૌ માતાને રાષ્‍ટ્ર માતાનો દરરજો મળે તે માટે હાલ ગૌસમ્‍માન આહવાન અભિયાન ચાલી રહ્યુ છે. જેના ભાગરૂપે ૨૭ એપ્રિલના ગામો ગામ અને શહેરોમાં ૧૦ કરોડ પ્રાર્થનાપત્ર સુપ્રત થનાર છે. જેમાં ગાય માતાને રાષ્‍ટ્ર માતા જાહેર કરવાની માંગણી છે.

ત્‍યારે આ અભિયાનના સમર્થનમાં રાજકોટ ખાતે તા. ૨૫ના બુધવારે સાંજે ૬ વાગ્‍યે રણછોડનગર, કુવાડવા રોડ ખાતેની રજપુત સમાજની વાડી ખાતે સંત સંમેલન યોજેલ છે. જેમાં સાધુ સંતો અને ગૌપ્રેમીઓ ઉપસ્‍થિત રહેશે. વીડીયોના માધ્‍યમથી સૌને અભિયાન અંગેની માહિતી અપાશે. વધુને વધુ લોકોએ ઉપસ્‍થિત રહેવા અનુરોધ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા અમરેલીની સુરભી ગૌલોક મહાતીર્થ ગૌશાળાના સાધ્‍વી શ્રી બહુલાગોપાલ સરસ્‍વતી (મો.૮૪૦૧૬ ૬૬૧૦૧), કાનાજી ચૌહાણ (મો.૯૮૯૮૮ ૦૦૦૯૦), અતુલ અમલાણી (મો.૮૨૩૮૫ ૦૦૧૪૭) નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:09 PM IST)