તા. ૨૮ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૨ મંગળવાર
News of Monday, 23rd March 2026
રાજકોટમાં ૯.૮પ લાખ મતદારો
કોર્પોરેશન ચુંટણીનો ધમધમાટ : પ લાખ ૭૦ હજાર પુરૂષ તથા ૪ લાખ ૭પ હજારસ્ત્રી અને અન્ય ૧૮ મતદારો : વોર્ડ નં. ૧૧ માં સૌથી વધુ ૯૦૧૪૮ તથા સૌથી ઓછા વોર્ડનં. ૧પ માં ૪૦૭૮૯ નાગરીકો પોતાના મતનો ઉપયોગ કરશે

રાજકોટ,તા.૨૩: આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. પ્રસિદ્ધ થયેલી નવી યાદી મુજબ, રાજકોટ શહેરના ૧૮ વોર્ડમાં કુલ ૯,૮૫,૯૫૨ મતદારો નોંધાયા છે. જેમાં પુરુષ મતદારોનું વર્ચસ્વ જોવા મળ્યું છે.
આંકડાકીય વિગતો મુજબ, વોર્ડ નંબર ૩ સૌથી વધુ ૭૩,૩૩૧ મતદારો ધરાવે છે, જ્યારે વોર્ડ નંબર ૫ માં સૌથી ઓછા એટલે કે ૪૦,૮૦૭ મતદારો નોંધાયા છે. મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ વોર્ડ નંબર ૧, ૩, ૧૧ અને ૧૮ માં મતદારોનો આંકડો ૬૦ હજારથી ઉપર જોવા મળ્યો છે.
કયાં વોર્ડમાં કેટલા મતદારો ?
વોર્ડ નં. ૧માં ૩૪,૮૮૬ પુરૂષ, ૩૨,૧૯૮ષાી, ૧ ત્રીજી જાતિ કુલ૬૭,૧૮૫, વોર્ડ નં. રમાં ૨૨,૩૮૬ પુરૂષ, ૨૧,૯૨૯ષાી -કુલ ૪૪,૩૧૫, વોર્ડ નં. ૩મા ૩૭,૮૪૪ પુરૂષ, ૩૫,૩૮૫ષાી,૨ ત્રીજી જાતિ-કુલ ૭૩,૩૩૧, વોર્ડ નં. ૪માં ૩૦,૪૭૮ પુરૂષ, ૨૭,૫૦૬સ્ત્રી,૨ ત્રીજી જાતિ કુલ ૫૭,૯૯૭, વોર્ડ નં. ૫માં ૨૧,૩૪૪ પુરૂષ, ૧૯,૪૬૩સ્ત્રી,-કુલ ૪૦,૮૦૭, વોર્ડ નં. ૬માં ૨૨,૨૩૨ પુરૂષ, ૧૯,૯૯૪ષાી,-કુલ ૪૨,૨૨૬.
જયારે વોર્ડ નં. ૭માં ૨૪,૦૧૦ પુરૂષ, ૨૩,૪૯૨સ્ત્રી,૫ ત્રીજી જાતિ-કુલ ૪૭,૫૦૭, વોર્ડ નં. ૮માં ૨૭,૭૫૦ પુરૂષ, ૨૭,૧૩૪સ્ત્રી,૨ ત્રીજી જાતિ-કુલ ૫૪,૮૮૬, વોર્ડ નં. ૯માં ૩૩,૧૫૬ પુરૂષ, ૩૨,૦૦૭સ્ત્રી, કુલ ૬૫,૧૬૩, વોર્ડ નં. ૧૦મા ૨૪,૬૦૭ પુરૂષ, ૨૪,૧૯૬સ્ત્રી,-કુલ ૪૮,૮૦૨, વોર્ડ નં. ૧૧માં ૪૬,૭૩૫ પુરૂષ, ૪૩,૪૧૧સ્ત્રી ,૨ ત્રીજી જાતિ-કુલ ૯૦,૧૪૮, વોર્ડ નં. ૧૨માં ૩૦,૨૮૩ પુરૂષ, ૨૭,૭૦૮ષાી-કુલ ૫૮,૦૦૧.
ઉપરાંત વોર્ડ નં. ૧૩ મા ૨૫,૩૧૨ પુરૂષ, ૨૩,૭૫૫ષાી -કુલ ૪૯,૦૬૭, વોર્ડ નં. ૧૪માં ૨૫,૩૪૭ પુરૂષ , ૨૩,૯૨૨સ્ત્ર,૨ ત્રીજી જાતિ-કુલ ૪૯,૨૭૧, વોર્ડ નં. ૧૫માં ૨૧,૪૧૯ પુરૂષ, ૧૯,૩૬૮ષાી,૨ ત્રીજી જાતિ-કુલ ૪૦,૭૯૯, વોર્ડ નં. ૧૬માં ૨૧,૯૨૫ પુરૂષ , ૨૦,૦૮૭સ્ત્રી-કુલ ૪૨,૦૧૨, વોર્ડ નં. ૧૭માં ૨૫,૯૯૯ પુરૂષ, ૨૪,૧૪૨સ્ત્રી-કુલ ૫૦,૦૪૧, વોર્ડ નં. ૧૮માં ૩૪,૨૬૩ પુરૂષ , ૩૦,૧૫૧સ્ત્રી-કુલ ૬૪,૪૧૪, આમ કુલ ૧૮ વોર્ડમાં ૫,૧૦,૦૮૬ પુરૂષ, ૪,૭૫,૮૪૮ષાી, ૧૮ ત્રીજી જાતિ સહિત કુલ ૯,૮પ,૯પર મતદારો છે.
કયાં વોર્ડમાં કેટલા વિભાગ
વોર્ડ નં. ૧માં ૬૬, વોર્ડ નં. રમાં ૪૭, વોર્ડ નં.૩માં ૭૭, વોર્ડ નં. ૪માં ૫૭, વોર્ડ નં. પમાં ૪૨, વોર્ડ નં. ૬માં ૪૬, વોર્ડ નં. ૭માં ૪૯, વોર્ડ નં. ૮માં ૫૭, વોર્ડ નં. ૯માં ૬૫, વોર્ડ નં. ૧૦માં ૫૦, વોર્ડ નં. ૧૧માં ૮૦, વોર્ડ નં. ૧૨ માં ૫૭, વોર્ડ નં. ૧૩માં પર, વોર્ડ નં. ૧૪ માં ૫૩, વોર્ડ નં. ૧૫માં ૪૪, વોર્ડ નં. ૧૬માં ૪૪, વોર્ડ નં. ૧૭માં ૫૨ તથા વોર્ડ નં. ૧૭માં ૬૮ વિભાગો છે. આમ કુલ ૧૮ વોર્ડમાં ૧,૦૭૬ વિભાગો છે.
સમગ્ર શહેરમાં ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે કુલ ૧,૦૧૬ વિભાગો પાડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ૧૮ વર્ષ કે તેથી વધુ વયના તમામ નવા નોંધાયેલા મતદારોનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. (૪.૧૪)
ત્રીજી જાતિના માત્ર ૧૮ મતદારોઃ સૌથી વધુ વોર્ડ નં. ૭માં
રાજકોટ : આજે જાહેર કરવામાં આવેલી પ્રાથમિક મતદાર યાદીમાં શહેરના ૧૮ વોર્ડમાં ત્રીજી જાતીના કુલ ૧૮ મતદારો છે. જે પૈકી સૌથી વધુ પાંચ મતદારો વોર્ડ નં.૭માં વસવાટ કરે છે. આ ઉપરાંત વોર્ડ નં.૧માં ત્રીજી જાતિના એક મતદાર વોર્ડ નં.૩,૪,૮, ૧૧, ૧૪ અને ૧૫માં બબ્બે મતદારો છે. નવ વોર્ડમાં ત્રીજી જાતિના મતદારો વસવાટ કરે છે. જ્યારે વોર્ડ નં. ૨,૫, ૬, ૯, ૧૦, ૧૨, ૧૩,૧૬, ૧૭ અને ૧૮ માં એકપણ ત્રીજી જાતિને મતદાર નથી.
સ્ત્રી મતદારો કરતા પુરુષ વોટરોની સંખ્યા ૩૪૨૩૮ વધુ ૧૧,૩૦ ટકા
રાજકોટ : શહેરમાં પુરુષ મતદારોને સંખ્યા મહિલા મતદારો કરતા વધુ છે.આજે જાહેર કરાયેલી મતદાન યાદીમાં શહેરના ૧૮ વોર્ડમાં ૯,૮૫,૯૫૨ મતદારો છે. જેમાં પુરુષ મતદારોને સંખ્યા ૫,૧૦,૦૮૬ અને મહિલા મતદારોની સંખ્યા ૪,૭૫,૮૪૮ છે. પુરુષ મતદારોની સંખ્યા મહિલાઓ કરતા ૩૪૨૩૮ વધુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સૌથી વધુ મતદારો ધરાવતા વોર્ડ
વોર્ડ નંબર કુલ મતદારો
વોર્ડ નં. ૩ ૭૩,૩૩૧
વોર્ડ નં. ૧૧ ૯૦,૧૪૮
વોર્ડ નં. ૧ ૬૭,૧૮૫
સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ
વોર્ડ નંબર કુલમતદારો
વોર્ડ નં. ૫ ૪૦,૮૦૭
વોર્ડ નં. ૧૫ ૪૦,૭૯૯
વોર્ડ નં. ૧૬ ૪૨,૦૧૨
(3:20 PM IST)










