<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

એન્‍ડ ધ ઓસ્‍કાર ગોસ ટુ... એકેડેમી એવોર્ડ ઓસ્‍કારની આન, બાન અને શાન

એન્‍ડ ધ ઓસ્‍કર ગોસ ટુ... વિશ્વના ટોચના ધનકુબેરો, બિઝનેસ ટાઈકુનો, એમ્‍બેસડરો, મીડિયા મોગલો, ન્‍યૂઝ એડિટરો, પોલિટિસિયનો, સ્‍પોર્ટ્‍સ પર્સનાલિટીઓ, આમંત્રિત વી.વી.આઈ.પી.ઓ, મહેમાનો, કલાકારો અને કસબીઓ સહિતની તમામ સેલેબ્રિટીઓના મેળાવડા જેવા જગતના સૌથી પ્રતિષ્ઠિત એવા ઓસ્‍કાર સમારંભની આંખોને ચકાચોંધ કરી દે તેવી તેજ રોશનીમાં જ્‍યારે સ્‍ટેજ પરથી રોમાંચ અને થ્રીલથી ભરેલું આ વાક્‍ય એન્‍ડ ધ ઓસ્‍કાર ગોસ બોલાય છે ત્‍યારે વિજેતા કલાકાર કે કસબીનું નામ સાંભળવાની ઇંતેજારી સાથે આખા કાર્યક્રમમાં નીરવ શાંતિ છવાઈ જાય છે અને ત્‍યાં હાજર રહેલા તમામ દર્શકો ઉચાટ જીવે વિનરનું નામ પોકારતાની સાથેજ હર્ષોલ્‍લાસ અને ચિચિયારીઓની ગુંજ સાથે ઓસ્‍કાર વિજેતાને શુભેચ્‍છાઓ અને બધાઇઓ ની વધામણી સાથે તેને શાબાશીઓ આપીને તેનું ગૌરવ પણ વધારે છે.

આ વખતના ઓસ્‍કાર એવોડ્‍સનું સમારંભ અમેરીકાના કેલિફોર્નિયા રાજ્‍યના લોસ એન્‍જલ્‍સ શહેર ખાતે હોલીવુડ વિસ્‍તારમાં આવેલા હોલીવુડના એક ઇન્‍ડોર ડોલ્‍બી થિયેટર ખાતે યોજાશે જે થિયેટર વર્ષ ૨૦૦૨થી વાર્ષિક એકેડેમી એવોર્ડ્‍સનું ઘર બની રહ્યું છે. આ ડોલ્‍બી થિયેટરમાં યોજાનારા ઓસ્‍કાર સમારંભમાં જે રેડ કાર્પેટ પાથરવામાં આવેલ છે તે ૯૦૦ ફૂટ લાંબી અને ૩૦૦ ફૂટ પહોળી છે. થિયેટરોમાં આ લાલ જાજમ બિછાવવાનો શીલશીલો સાલ ૧૯૨૨થી ઇજિપ્તીયન થિયેટરો દ્વારા શરૂ કરવામાં આવેલો જેના પરથી પ્રેરણા લઈને વર્ષ ૧૯૬૧ની આસપાસથી હોલીવુડમાં પણ એ પ્રથાની શરૂઆત થઈ ગયેલી.

વિશ્વ સિને સુષ્ટિના આ સૌથી પ્રતિષ્ઠિત ગણાતા એકેડેમી એવાર્ડ ઓસ્‍કારનો ૯૮મો પુરસ્‍કાર સમારંભ અમેરિકાના સમયાનુસાર વર્ષ ૨૦૨૬ના માર્ચ મહિનાની ૧૫મી તારીખે રવિવારના રોજ PT અર્થાત પેસિફિક સમય મુજબ સાંજે ૪ વાગ્‍યે અને ET અર્થાત ઇસ્‍ટર્ન ટાઇમ મુજબ રાત્રીના ૭ વાગ્‍યે યોજાશે જેનું લાઇવ ટેલીકાસ્‍ટ દર વખતની જેમ આ વર્ષે પણ અમેરિકાના ABC અર્થાત અમેરિકન બ્રોડકાસ્‍ટિંગ કંપનીના માધ્‍યમ થકી એકસાથે જગતના ૨૦૦ કરતા પણ વધારે દેશોમાં પ્રસારિત કરવામાં આવશે તેમજ બધા સબ્‍સ્‍ક્રાઇબર્સ માટે Hulu પર તેનું લાઇવ સ્‍ટ્રીમિગ પણ કરાશે. UK અર્થાત યુનાઇટેડ કિગડમ ઉર્ફે ગ્રેટ બ્રિટનમાં આ પુરસ્‍કાર સમારોહનું જીવંત પ્રસારણ ત્‍યાંના સમય અનુસાર તારીખ ૧૫ મી માર્ચ રવિવારના રોજ મોડી રાત્રીના ૧૧ વાગ્‍યે થશે તો ભારતમાં તેનું પ્રસારણ તારીખ ૧૬મી માર્ચ સોમવારના રોજ ૪:૩૦ AMIST અર્થાત ભારતના સમય અનુસાર વહેલી પરોઢના સવારના ૪.૩૦ વાગ્‍યાની આસપાસ શરૂ થશે.

વિશ્વમાં ફિલ્‍મ પ્રોડક્‍સન સાથે સંકળાયેલા ૧૦૦થી વધુ દેશોની ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઓ સહીત ભારતની બોલીવુડ ઉપરાંત દેશની પ્રાદેશિક ભાષાની ૨૭ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીઓમાંથી બનતી શ્રેષ્ઠ ફિલ્‍મોને જે તે દેશો દ્વારા ઓસ્‍કાર માટે મોકલવામાં આવે છે જેમાંથી અમેરિકાના બેવર્લી હિલ્‍સ,કેલિફોર્નિયામાં સ્‍થિત એકેડેમી ઓફ મોશન પિક્‍ચર આર્ટસ એન્‍ડ સાયન્‍સના સભ્‍યો દ્વારા દર વર્ષે પેપર અને ઓનલાઈન બેલેટ બંનેનો ઉપયોગ કરીને ઓસ્‍કાર નોમિનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે જે ચોક્કસ શાખાના સભ્‍યો દ્વારા તેમની પોતાની શ્રેણીમાંથી કલાકારો માટે મતદાન કરીને પસંદ કરવામાં આવે છે. સમજવા માટે દાખલા તરીકે જેઓ ફિલ્‍મ દિગ્‍દર્શકો હોય તેઓ માત્ર દિગ્‍દર્શકોનેજ નામાંકિત કરી શકે છે અને એવીજ રીતે અભિનેતા અભિનેતાઓને નામાંકિત કરી શકે છે વિગેરે વિગરે.

આ બધામાં જો એકમાત્ર અપવાદ રહેલ હોય તો તે છે શ્રેષ્ઠ ફિલ્‍મ કેટેગરીનું નોમીનેસન માટેનું કારણકે જ્‍યારે પણ આ કેટેગરીની વાત આવે છે ત્‍યારે એકેડેમીના દરેક સભ્‍યને નોમિની પસંદ કરવાનો વિકલ્‍પ મળે છે. એકેડેમીના સભ્‍યો ફક્‍ત આ કેટેગરીના નામાંકન માટે ૫ થી ૧૦ એન્‍ટ્રીઓની સૂચિ સબમિટ કરે છે અને આ સિવાયના બાકીનાઓ વધુમાં વધુ પાંચ એન્‍ટ્રીઓ સબમિટ કરી શકે છે.

કોઈપણ ફિલ્‍મે ઓસ્‍કાર સબમિશન માટે જ્‍યાં સુધી તે ફિલ્‍મ શોર્ટલિસ્‍ટ ન થાય ત્‍યાં સુધીમાં પ્રમોશનની ફી પેટે ડોલર ૧૫,૦૦૦ (ભારતના આશરે સવા બાર લાખ રૂપિયા) આપવા પડે છે અને જો તે ફિલ્‍મ શોર્ટલિસ્‍ટ થઇ જાય જો વધારાના ડોલર ૫,૦૦૦ (ભારતના આશરે ચાર લાખ રૂપિયા)આપવા પડે છે અને માનો કે જો તે ફિલ્‍મ નામાંકિત થઇ જય તો વધારાના બીજા ઼૫,૦૦૦ આપવા પડે છે કે જે ચાલુ સમારંભમાં વાઇન અને ડાઇન (ખાવા સાથે શરાબ પીવા માટે)ની ફી પેટેના છે.

અત્‍યારના જે એકેડેમી એવાર્ડ ઓસ્‍કારનો સમારંભ યોજાઈ રહ્યો છે તે ૯૮મો ઓસ્‍કાર સમારોહ છે પરંતુ સૌથી પહેલો ઓસ્‍કાર સમારોહ વર્ષ ૧૯૨૯ના મે મહિનાની ૧૬મી તારીખે એકેડેમી ઓફ મોશન પિક્‍ચર આર્ટસ એન્‍ડ સાયન્‍સ દ્વારા માત્ર ૨૫૦ લોકોની હાજરીમાં તેમના માટે ડિનર પાર્ટીનું આયોજન કરીને કેલિફોર્નિયાના હોલીવુડ ખાતે આવેલી હોટેલ રૂઝવેલ્‍ટના બ્‍લોસમ રૂમમાં આપવામાં આવેલ હતો.

જગ વિખ્‍યાત અત્‍યંત શક્‍તિશાળી એમજીએમ ફિલ્‍મ સ્‍ટુડિયોઝના વડા લુઈસ બી. મેયરના ભેજાની ઉપજના ભાગરૂપે એકેડેમી ઓફ મોશન પિક્‍ચર આર્ટસ એન્‍ડ સાયન્‍સનું આયોજન મે ૧૯૨૭માં ફિલ્‍મ ઉદ્યોગની પ્રગતિ અને સુધારણા માટે સમર્પિત બિન- લાભકારી સંસ્‍થા તરીકે કરવામાં આવ્‍યું હતું જેના પ્રથમ પ્રમુખ તરીકે મે ૧૯૨૯ના સમારોહના યજમાન અભિનેતા ડગ્‍લાસ ફેરબેન્‍ક્‍સ સિનિયર હતા. એમજીએમ સ્‍ટુડીઓસના આર્ટ ડાયરેક્‍ટર સેડ્રિક ગિબન્‍સે ફિલ્‍મની રીલની સામે ઉભા રહીને તલવાર પકડતા નાઈટની આકૃતિનું આકર્ષક સ્‍કેચ તૈયાર કર્યું અને રીલના પાંચ સ્‍પોક્‍સ એકેડેમીની મૂળ પાંચ શાખાઓ-અભિનેતાઓ, દિગ્‍દર્શકો, નિર્માતાઓ, ટેકનિશિયનો અને લેખકોનું પ્રતિક છે તો તલવારએ ફિલ્‍મ ઉદ્યોગના કલ્‍યાણ માટે રક્ષણનું કવચ છે.

વર્ષ ૧૯૨૮ની શરૂઆતમાં ગિબન્‍સે લોસ એન્‍જલસના શિલ્‍પકાર જ્‍યોર્જ સ્‍ટેનલીને ત્રિ-પરિમાણીય ડિઝાઇન બનાવવા માટે પસંદ કર્યા અને એકેડેમી દ્વારા દર્શાવેલ વાસ્‍તવિકતા મુજબ તેમાં ક્‍યારેય કોઈ જીવંત મોડલ અથવા સ્‍કેચનો ઉપયોગ કરવામાં આવ્‍યો નથી. સ્‍ટેન્‍લીએ ઘણી આવૃત્તિઓ પર કામ કર્યું અને ગિબન્‍સે છેવટે પોતાની પસંદગીની મહોર મારી દીધી અને અંતિમ ડિઝાઇનમાં નાઈટની આકૃતિ સુવ્‍યવસ્‍થિત કરવામાં આવી તેમજ ફિલ્‍મની રીલ તેના પગ નીચેથી ખસી ગઈતારીખ ૧૬ મે, ૧૮૨૯ના રોજ, હોલીવુડ રૂઝવેલ્‍ટ હોટેલના બ્‍લોસમ રૂમમાં સોનાનો ઢોળ ચડાવેલા સોલિડ બ્રોન્‍ઝની બનેલી ૧૫ પ્રતિમાઓ આપવામાં આવી જે સમારોહ માત્ર ૧૫ મિનિટ સુધી ચાલ્‍યો હતો કેજેમાં સાયલન્‍ટ ફિલ્‍મ ‘‘વિંગ્‍સ''ને બેસ્‍ટ પિક્‍ચરનો એવોર્ડ આપવામાં આવેલો.

ઓસ્‍કારની મૂળ ડિઝાઇન બેઝના કદ સિવાય વધુ બદલાઈ નથી. તે ૧૩ટ ઇંચ ઊંચું છે અને ૮ટ પાઉન્‍ડ વજન ધરાવે એટલું વજનદાર છે. ઓસ્‍કાર પ્રતિમાઓ શુદ્ધ કાંસામાંથી બનેલી છે જેના પર ૨૪ કેરેટ સોનાનો ઢોળ ચડાવવામાં આવેલ છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધાતુની અછતને કારણે ઓસ્‍કાર પ્રતિમા ત્રણ વર્ષ માટે પેઇન્‍ટેડ પ્‍લાસ્‍ટરથી બમાવવામાં આવેલી અને યુદ્ધ સમાપ્ત થયા બાદ એકેડેમીએ પ્રાપ્તકર્તાઓને સોનાનો ઢોળ ચડાવેલ પ્રતિમાઓ ધાતુના પ્‍લાસ્‍ટર આકૃતિઓ બદલે રિડીમ કરવા આમંત્રણ આપ્‍યું હતું.

જેમ જેમ વર્ષો વિતતા ગયા તેમ તેમ ઓસ્‍કાર એવોર્ડ આપવાની પદ્ધતિમાં સુધારા વધારાઓ થતા ગયા. ઓસ્‍કાર એવાર્ડ એકેડેમીએ વર્ષ ૧૯૩૯માં તેના પુરસ્‍કારો માટે ઓસ્‍કાર ઉપનામનો સત્તાવાર રીતે ઉપયોગ કરવાનું શરૂ કર્યું અને નામના આસ્ત્રોત પાછળ અપ્રમાણિત અને પ્રચલ્‍લિત એક વાર્તા એક કથા છે કે એકેડેમી એવોર્ડ ઓસ્‍કારના એક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર માર્ગારેટ હેરિકે ગમ્‍મતમાં એક એવી ટિપ્‍પણી કરેલી કે આ પ્રતિમા તેના અંકલ ઓસ્‍કર જેવી દેખાતી હતી બસ ત્‍યારથી આ એવોર્ડનું નામ ઓસ્‍કાર તરીકે નામકરણ થઇ ગયું.

શરૂઆતમાં આપવામાં આવતા ઓસ્‍કાર એવાર્ડની પદ્ધતિ અત્‍યારથી સાવ વિપરીત હતી. ત્‍યારની પ્રચલ્‍લિત પદ્ધતિ મુજબ ઓસ્‍કાર વિજેતાઓના નામોની જાહેરાત એવોર્ડ સમારોહ પહેલા જ કરી દેવામાં આવતી હતી આથી જેને એવાર્ડ ના મળ્‍યો હોય તેઓ બહાનું બતાવીને ફંક્‍સનમાં આવવાનું ટાળી શકતા પરંતુ વર્ષ ૧૯૪૨થી સીલબંધ- પરબિડીયા સિસ્‍ટમનો ઉપયોગ થયો જે લાઇવ-પ્રસારણ એકેડેમી એવોર્ડ સમારંભ દરમિયાન છેક સુધી વિજેતાના મનમાં એક અજબ પ્રકારનું રોમાંચ અને થ્રીલ ઉત્‍પન્ન કરે છે. એકેડેમી પુરસ્‍કાર એ સંપૂર્ણ એકેડેમી એવોર્ડ ઓફ મેરિટમાં ઓસ્‍કારના નામથી ફિલ્‍મ ઉદ્યોગમાં કલાકાર કસબીઓએ દાખવેલ ઉત્તમ સિદ્ધિઓને બિરદાવવા માટે આપવામાં આવે છે જેમાં વિતેલા વર્ષ ૨૦૨૫ની ફિલ્‍મો માટે ૯૮માં એકેડેમી એવોર્ડ્‍સ ઓસ્‍કારમાં લગભગ ૯૨ દેશોએ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્‍મ શ્રેણી માટે તેમની એન્‍ટ્રીઓ સબમિટ કરી છે જેમાંથી ૮૬ ફિલ્‍મોને લાયક ઠેરવવામાં આવ્‍યા બાદ અંતિમ નામાંકન પહેલાં તારીખ ૧૬મી ડિસેમ્‍બર ૨૦૨૫ના રોજ ૧૫ ફિલ્‍મોની શોર્ટલિસ્‍ટ જાહેર કરવામાં આવી હતી જેમાંથી ૫ ફિલ્‍મોને અંતિમ તબક્કામાં સત્તાવાર નામાંકન તરીકે પસંદ કરવામાં આવી છે. સર્વશ્રેસ્‍ઠ ફોરેન લેંગ્‍વેજ ફિલ્‍મ કેટેગરી માટે પસંદ કરાયેલી છેવટની અંતિમ પાંચ નોમિનેટેડ ફિલ્‍મોને આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્‍મ નોમિનેટિગ સમિતિ દ્વારા શોર્ટલિસ્‍ટ કરાયા બાદ પસંદ કરવામાં આવે છે.

 અમેરિકન ટીવી પર્સનાલિટી, કોમેડિયન અને ભૂતપૂર્વ ટોક શો હોસ્‍ટ કોનન બ્રાયન સતત બીજા વર્ષે એટ્‍લે સાલ ૨૦૨૫ પછીના વર્ષ ૨૦૨૬માં પણ આ વખતના ૧૫મી માર્ચ ૨૦૨૬ના રોજ યોજાનારા ૯૮માં એકેડેમી એવોર્ડ્‍સનું સંચાલન કરશે.

આ વખતના ઓસ્‍કાર એવાર્ડ માટે વર્ષ ૨૦૨૫ના ઓસ્‍કાર નોમિનેશનની સંપૂર્ણ સ્‍લેટ જાહેર કરવામાં આવી છે જેમાં રાયન કૂગલરની વેમ્‍પાયર થ્રિલર સિનર્સને ઓસ્‍કાર નોમિનેશનમાં રેકોર્ડ-બ્રેકિંગ ૧૬ નિમિનેશન પ્રાપ્ત થયેલા છે કે જે ઓલ અબાઉટ , ટાઇટેનિક અને લા લા લેન્‍ડ ફિલ્‍મો દ્વારા બનાવવામાં આવેલા ૧૪ કેટેગરીના અગાઉના નોમિનેશન રેકોર્ડને પણ બ્રેક કરેલ છે.

શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્‍મ કેટેગરીમાં જે પાંચ ફિલ્‍મોને ફાઇનલ નોમિનેશન પ્રાપ્ત થયેલ છે તેમાં જાપાનની પરફેક્‍ટ ડેઝ, જર્મનીની ધ ટીચર્સ લાઉન્‍જ સ્‍પેન/ઉરુગ્‍વેની સોસાયટી ઓફ ધ સ્‍નો યુકે/પોલેન્‍ડની, ધ ઝોન ઓફ ઇન્‍ટરેસ્‍ટ અને ઇટાલીનીઆયો કેપિટાનો નો સમાવેશ થાય છે.

એકેડેમી ઓફ મોશન પિક્‍ચર આર્ટ્‍સ એન્‍ડ સાયન્‍સિસે કરેલી જાહેરાત મુજબ કન્નડ બ્‍લોકબસ્‍ટ ફિલ્‍મ કાંતારા - અ લિજેન્‍ડ - ચેપ્‍ટર ૧૩૯; બહુભાષી એનિમેટેડ ફિલ્‍મ મહાવતાર નરસિંહા તમિલ શીર્ષકવાળીટૂરિસ્‍ટ ફેમિલી અને હિન્‍દી ફિલ્‍મો તન્‍વી ધ ગ્રેટ, અને સિસ્‍ટર મિડનાઈટ નો સમાવેશ સામાન્‍ય શ્રેષ્ઠ ચિત્ર શ્રેણી માટે લાયક ૨૦૧ ફીચર ફિલ્‍મોની યાદીમાં કરવામાં આવેલો પરંતુ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્‍મ કેટેગરી માટેની ભારતની સત્તાવાર એન્‍ટ્રી તરીકે ફિલ્‍મ હોમબાઉન્‍ડ છેલ્‍લી ૧૫ ફિલ્‍મો સુધી પહોંચ્‍યા બાદ ટોચના ૫ નોમિનેશનમાંથી બાકાત થઈ ગઈ હતી.

ભારતના બંગાળી ફિલ્‍મ સર્જનકાર સત્‍યજીત રે વર્ષ ૧૯૯૨માં ઓનરરી એકેડમી એવોર્ડ ઓસ્‍કાર મેળવનાર પ્રથમ ભારતીય બન્‍યા હતા તો ભાનુ અથૈયાને વર્ષ ૧૯૮૩માં ફિલ્‍મ ગાંધી માટે શ્રેષ્ઠ કોસ્‍ચ્‍યુમ ડિઝાઇનનો એવાર્ડ મળેલો અને પરંતુ ભાનુ અથૈયા કોઈપણ કેટેગરીમાં ઓસ્‍કાર જીતનાર પ્રથમ ભારતીય છે.

ભારતીય સંગીતકાર એ.આર. રહેમાનને ૨૦૦૯ની ફિલ્‍મ સ્‍લમ ડોગ મિલિયોનેર માટે કુલ બે ઓસ્‍કાર એવોર્ડ મળેલા છે જેમાં એક ફિલ્‍મના જય હો ગીત માટે અને બીજું ફિલ્‍મના શ્રેષ્ઠ મૂળ સંગીત માટે મળેલ છે.

અત્‍યાર સુધીમાં ઓસ્‍કાર સમારંભમાં ઓસ્‍કાર એવાર્ડની ટ્રોફી પ્રસ્‍તુત કરનાર એટ્‍લે કે એવોર્ડ આપનાર તરીકે ભારતની ત્રણ સુંદરીઓને બહુમાન પ્રાપ્ત થયેલ છે જેમાં વર્ષ ૧૯૮૦માં ભારતની મોડેલ પર્સિસ  ખંભાતાએ શ્રેષ્ઠ ફીચર-લેન્‍થ ડોક્‍યુમેન્‍ટરી ફિલ્‍મનો એવોર્ડ આપેલો જેણીએ વર્ષ ૧૯૮૦ના એકેડેમી એવોર્ડ્‍સ ફંક્‍સનમાં પ્રસ્‍તુતકર્તા તરીકે હાજર રહીને ઓસ્‍કારમાં પ્રસ્‍તુતકર્તા તરીકે હાજર રહેનાર પ્રથમ ભારતીય વ્‍યક્‍તિ બનીને એક અનોખો ઈતિહાસ રચ્‍યો હતો તો સાલ ૨૦૧૬માં પ્રિયંકા ચોપરાએ શ્રેષ્ઠ ફિલ્‍મ સંપાદન માટેનો પુરસ્‍કાર આપેલો તેમજ વર્ષ ૨૦૨૩માં દીપિકા પાદુકોણેએ શ્રેષ્ઠ મૂળ ગીત માટેનો એવોર્ડ ઇનાયત કરેલો. આ ઉપરાંત આ વખતના ૯૮માં એકેડેમી એવોર્ડ ઓસ્‍કારમાં પણ પ્રિયંકા ચોપરાને ઓસ્‍કાર માટે પ્રસ્‍તુતકર્તા તરીકે જાહેર કરવામાં આવી છે.

દુનિયાભરની કોઈપણ ભાષાના કોઈપણ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રીના કોઈપણ કલાકાર કે કસ્‍બીનું એકમાત્ર અંતિમ સપનું ઓસ્‍કાર એવોર્ડનેજ પામવાનુ કે પ્રાપ્ત કરવાનું હોય છે અને આથીજ ઓસ્‍કારનું સપનું તો બધાજ કલાકારો જુવે છે પરંતુ તેને પામવાનું દરેકના નસીબમાં હોતું નથી

 

કમલ જારોલી
ઍડવોકેટ અને નોટરી, રાજકોટ (૮૧૬૦૩ ૧૧૦૧૬)

(3:42 PM IST)