<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

રાજકોટ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના માળખાની જાહેરાત : જેન્તીભાઈ ધાંધલ, દિનેશભાઈ સોલંકી, ઉજીબેન પંડ્યા, રમેશભાઈ રાઠોડ, મુકેશભાઈ વાઘેલા અને જયાબેન સોલંકી સાહિતનાઓને મહત્વની જવાબદારી સોંપાઈ : જુઓ સંપૂર્ણ સૂચિ

શહેર પ્રમુખ માધવ દવે અને પ્રભારી અનિરૂધ્ધભાઈ દવેના માર્ગદર્શન હેઠળ એસ.સી. મોરચાના હોદ્દેદારો અને કારોબારી સભ્યોની નિમણૂક : સંગઠનને મજબૂત બનાવવા વોર્ડ મુજબ કાર્યકર્તાઓની વરણી કરાઈ

રાજકોટ: રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, પ્રભારી અનિરૂધ્ધભાઈ દવે અને મહાનગરના હોદ્દેદારો સાથેની વિસ્તૃત ચર્ચા-વિચારણાના અંતે રાજકોટ મહાનગર અનુસૂચિત જાતિ મોરચા ના નવા હોદ્દેદારો અને કારોબારી સભ્યોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે.

મુખ્ય હોદ્દેદારોની યાદી:
મોરચાના માળખામાં ઉપપ્રમુખ તરીકે જેન્તીભાઈ ધાંધલ (વોર્ડ ૪), દિનેશભાઈ સોલંકી (વોર્ડ ૭), ઉજીબેન પંડ્યા (વોર્ડ ૮), રમેશભાઈ રાઠોડ (વોર્ડ ૧૨) અને મુકેશભાઈ વાઘેલા (વોર્ડ ૬) ની વરણી કરવામાં આવી છે. મંત્રી તરીકે જયાબેન સોલંકી (વોર્ડ ૧૫), કિશોરભાઈ મકવાણા (વોર્ડ ૧૦), ચેતનભાઈ ચાવડા (વોર્ડ ૮), સંજયભાઈ મકવાણા (વોર્ડ ૧૩) અને ખીમજીભાઈ મકવાણા (વોર્ડ ૧૪) ને જવાબદારી સોંપાઈ છે.

આ ઉપરાંત કોષાધ્યક્ષ તરીકે રાજેશભાઈ ચાવડા (વોર્ડ ૧૧), કાર્યાલય મંત્રી તરીકે પ્રવીણભાઈ પરમાર (વોર્ડ ૧), સહ કાર્યાલય મંત્રી તરીકે મહેન્દ્રભાઈ વઘેરા (વોર્ડ ૫), આઈ.ટી. ઇન્ચાર્જ તરીકે કાંતિભાઈ બગડા (વોર્ડ ૫), સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે મિહિરભાઈ ચૌહાણ (વોર્ડ ૪) અને મીડિયા ઇન્ચાર્જ તરીકે પંકજભાઈ સાગઠીયા (વોર્ડ ૧૮) ની નિમણૂક કરવામાં આવી છે.

કારોબારી સભ્યોની યાદી:
સંગઠનને વેગ આપવા માટે ૧૭ કારોબારી સભ્યોના નામો પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં નીચે મુજબના સભ્યોનો સમાવેશ થાય છે:

 * નારણભાઈ બગડા (વોર્ડ ૮)
 * ધીરજભાઈ સિંધવ (વોર્ડ ૧૩)
 * ડાયાભાઈ વેગડા (વોર્ડ ૫)
 * નરેશભાઈ ચૌહાણ (વોર્ડ ૪)
 * નીલેશભાઈ સોનારા (વોર્ડ ૬)
 * રણજીતભાઈ પરમાર (વોર્ડ ૯)
 * શંકરભાઈ વાઘેલા (વોર્ડ ૭)
 * વિરાટભાઈ વાઘેલા (વોર્ડ ૪)
 * દિનેશભાઈ રાઠોડ (વોર્ડ ૧૫)
 * દિલીપભાઈ સાગઠીયા (વોર્ડ ૧૮)
 * જેન્તીભાઈ ચાવડા (વોર્ડ ૯)
 * સોનાલીબેન વાઘેલા (વોર્ડ ૮)
 * ભરતભાઈ બાબરીયા (વોર્ડ ૧)
 * મનસુખભાઈ ચૌહાણ (વોર્ડ ૧)
 * વિજયભાઈ રાઠોડ (વોર્ડ ૧૨)
 * દિનેશભાઈ બગડા (વોર્ડ ૧૩)
 * અલ્પેશભાઈ મોખરા (વોર્ડ ૭)

આ સમગ્ર યાદી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ દિનેશભાઈ ગોહેલ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ નિમણૂકોની નકલ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના પ્રદેશના નેતાઓને રવાના કરવામાં આવી છે. આ નવી ટીમ આવનારા સમયમાં પક્ષની વિચારધારાને જન-જન સુધી પહોંચાડવા કાર્યરત થશે.

(5:46 PM IST)