<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

રાજકોટમાં પેટ્રોલ અંગે સરકાર દ્વારા અફરાતફરી ન મચાવવા અપીલ છતાં બીજા દિવસે પણ વાહન ચાલકોની લાઈન લાગી

સરકારની અપીલ છતાં લોકોમાં ભયનો માહોલ યથાવત રહેતા પેટ્રોલ ભરાવવા માટે ભારે ભીડ અને અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ

રાજકોટમાં પેટ્રોલ માટે સતત બીજા દિવસે પણ પેટ્રોલ પમ્પ પર વાહન ચાલકોની લાઈનો લાગી છે પેટ્રોલ અંગે સરકાર દ્વારા અફરાતફરી ન મચાવવા કરવામાં આવેલી અપીલનો ખાસ અસરકારક પ્રભાવ જોવા મળ્યો નથી. બીજા દિવસે પણ શહેરના રૈયા સર્કલ, 150 ફૂટ રિંગ રોડ અને નાના મૌવા સહિતના વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી હતી.

 સરકારની અપીલ છતાં લોકોમાં ભયનો માહોલ યથાવત રહેતા પેટ્રોલ ભરાવવા માટે ભારે ભીડ અને અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઈ રહી છે

(4:10 PM IST)