<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

બેડી યાર્ડના ગેઇટ પર જ સિક્‍યુરીટી ગાર્ડ રાજુભાઇનું ઢળી પડતાં મૃત્‍યુ

નોકરી પુરી કરી ઘરે જવા વાહન પર બેઠા ત્‍યાં જ પડી ગયાઃ રાધીકા પાર્કના લીલાબેન ફળદુનું પણ બેભાન હાલતમાં મૃત્‍યુ

રાજકોટ તા.૨૪: મોરબી રોડ પર વેલનાથપરા-૨માં રહેતાં રાજુભાઇ નારણભાઇ ચારોલા (ઉ.વ.૫૦) નામના પ્રોૈઢ બેડી માર્કેટ યાર્ડ ખાતે સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હોઇ સાંજે ગેઇટ પાસે જ ઢળી પડયા બાદ મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

રાજુભાઇને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર રાજુભાઇ બે બહેન અને ત્રણ ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. તે સાંજે સિક્‍યુરીટીની નોકરી પુરી કરી ઘરે જવા માટે પોતાના ટુવ્‍હીલર પર બેઠા હતાં. વાહન ચાલુ કરે એ પહેલા જ બેભાન થઇ પડી ગયા હતાં. સારવારમાં મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાની શક્‍યતા જણાવાઇ હતી.

બીજા બનાવમાં મવડીના બાપા સિતારામ પાર્કમાં રહેતાં લીલાબેન રાઘવભાઇ ફળદુ (ઉ.વ.૫૨) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો

 

(4:11 PM IST)