<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

ગાંધીનગરમાં પ્રદેશ કારોબારી બેઠકમાં રાજકોટ શહેર ભાજપના આગેવાનોની હાજરી

 

 રાજકોટ : પ્રદેશ ભાજપ કમલમ કાર્યાલય, ગાંધીનગર ખાતે પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્‍યક્ષસ્‍થાને અને મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં યોજાયેલી પ્રદેશ કારોબારી બેઠકમાં સંગઠનના મજબૂતીકરણ અને આવનારી ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને વ્‍યૂહરચના અંગે વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી હતી. આ તકે પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, પ્રદેશ ભાજપ કારોબારી સદસ્‍યો કમલેશભાઈ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, પ્રશાંતભાઈ વાળા, રાજ્‍યના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, કશ્‍યપભાઈ શુક્‍લ, ભાનુબેન બાબરીયા, અરવિંદભાઈ રૈયાણી સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:55 PM IST)