<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

નિકાસકારોને પ્રોત્‍સાહન આપતી R0DTEP સ્‍કીમ અંતર્ગત મળવાપાત્ર લાભોના જૂના દરો યથાવત રાખવામાં આવ્‍યા

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી તથા પરષોતમભાઈ રૂપાલાજીની સફળ રજૂઆત

રાજકોટ તા.૨૪: ભારત સરકારશ્રીના વાણિજય અને ઉદ્યોગમંત્રાલય દ્વારા નિકાસકારોને પ્રોત્‍સાહન આપતી R0DTEP (Remission of Duties and Taxes on Exported Products) સ્‍કીમ અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત નિકાસકારોને ઉત્‍પાદનમાં લાગતા ટેક્‍સ અને ડયુટી જેવા કે, વીજળી ખર્ચ, ફયુલ ખર્ચ, મંડી ટેક્‍સ, સ્‍ટેમ્‍પ ડયુટી, રાજય તથા સ્‍થાનીક સ્‍તરના ટેક્‍સ વિગેરે ઉપર વળતર ચુકવવામાં આવે છે. આ સ્‍કીમમાં MSME અને નિકાસકારોને આશરે ૦.૩% થી ૩.૯% સુધીની રાહત આપવામાં આવતી હતી. પરંતુ ભારત સરકારશ્રીના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા RODTEP સ્‍કીમ અંતર્ગત મળવાપાત્ર લાભો અને મુલ્‍ય મર્યાદામાં તાત્‍કાલીક પ૦% સુધીનો ઘટાડો કરી દેવામાં આવ્‍યો હતો. જેથી નિકાસકારોએ અગાઉના RODTEP ના દરોને આધારે કરારો અને વ્‍યવહાર કરેલ છે તે પરીપુર્ણ કરવામાં ખુબ જ મુશ્‍કેલીઓ પડી રહી હતી. તેમજ રીફંડપાત્ર ન હોય તેવા સ્‍થાનીક દ૨ નિકાસકારોને જાતે ભોગવવા પડશે, MSME ક્ષેત્રો ૧% કે ૨૪ ના નજીવા માર્જીન ઉપર વેપાર ચલાવે છે ત્‍યારે આવા ઘટાડાને કારણે થયેલ કાર્યકારી ખર્ચ વસુલ કરી શકાય તેમ નથી.

આમ હાલની વૈશ્વીક યુધ્‍ધની પરિસ્‍થિતી તેમજ નિકાસકારોને પડી રહી મુશ્‍કેલીઓ અને થવાપાત્ર નાણાંકીય નુકશાનને ધ્‍યાનમાં રાખી રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના ઉપપ્રમુખશ્રી પાર્થભાઈ ગણાત્રા દ્વારા કેન્‍દ્ર સરકાર તથા સાંસદ સભ્‍યો સમક્ષ નિકાસકારોને પ્રોત્‍સાહન આપતી RoDTEP સ્‍કીમ અંતર્ગત મળવાપાત્ર લાભોના જુના દરો-મુલ્‍ય મર્યાદાઓ યથાવત રાખવા રજુઆત કરવામાં આવેલ હતી. જે અનુસંધાને માનનીય સાંસદ સભ્‍યશ્રી પરપોતમભાઈ રૂપાલાજીએ ખાસ જહેમત ઉઠાવીને કેન્‍દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયેલજી સમલ નિકાસકારોને પડી રહેલી મુશ્‍કેલીઓનું યોગ્‍ય નિરાકરકણ લાવવા તાત્‍કાલીક રજુઆત કરેલ હતી. આમ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીની તથા માનનીય સાંસદ સભ્‍યશ્રી પ૨ષોતમભાઈ રૂપાલાજીની રજુઆતને સફળતા મળેલ છે અને ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગમંત્રાલયના નોટીફીકેશનનં. ૬૬/૨૦૨૫-૨૬ તા.૨૩-૦૩-૨૦૨૬ થી ૫૦%ના દરનો ધટાડો પાછો ખેંચી આગામી ૧લી એપ્રિલ ૨૦૨૬ થી અગાઉના જુના દરો યથાવત રાખવામાં આવ્‍યા છે. જે બદલ રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી કેન્‍દ્રીય વાણિજય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયેલજી તથા સાંસદ સભ્‍યશ્રી પરષોતમભાઈ રૂપાલાજીનો સહદય આભાર વ્‍યકત કરે છે. તેમ રાજકોટ ચેમ્‍બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(4:11 PM IST)