તા. ૨૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૩ રવિવાર
News of Tuesday, 24th March 2026
ગાંધીગ્રામમાં જલારામ સોસાયટીના સાગરભાઇ મોડસીયા પર હુમલો
પોતાના ભાઇને તેડવા માટે ગયો ત્યારે ત્રણ અજાણ્યાએ કારણવગર ઘુસ્તાવ્યાનું કથન

રાજકોટ તા. ૨૪: ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ ધરમનગર ચોકમાં મારામારી થતાં એક યુવાનને ઇજા થઇ હતી. આ યુવાન પોતાના ભાઈને તેડવા ગયો ત્યારે માથાકુટ થઇ હતી.
જાણવા મળ્યા મુજબ ઇન્દિરા સર્કલ પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતા અને ફર્નિચરનું કામ કરતા સાગર ગીરીશભાઈ મોડસીયા (ઉ. વ. ૩૮) સવારે અગીયારેક વાગ્યે બાઈક લઈને ધરમનગર ચોકમાં રહેતા પોતાના ભાઈ હિતેશભાઈને તેડવા માટે ગયો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ કોઇપણ જાતના કારણ વગર આવી હુમલો કરી ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. પોલીસે ખરેખર હુમલો કયા કારણે થયો? તેની તપાસ હાથ ધરી છે
(3:22 PM IST)










