<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

પૂ.જીજ્ઞેશદાદાને સાંભળવા સમગ્ર રાજકોટમાં જબ્‍બર ઉત્‍સાહ

શહેરના મુખ્‍ય વિસ્‍તારોમાં ઠેર-ઠેર પવિત્ર ભાગવત કથાના હોર્ડીંગ્‍સ લાગ્‍યા : પરમ દિવસ શુક્રવાર તા.૨૭ માર્ચથી ર એપ્રિલ, ૨૦૨૬ ગુરૂવાર સુધી રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે લાખો લોકો ઇશ્વરમય બની જશેઃ સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ખરા અર્થમાં ઐતિહાસિક બની રહેશેઃ ગામેગામથી ભાવિકો ઉમટી પડશેઃ રાધે રાધે પરિવાર તથા સમગ્ર ટીમ અલોૈકીક આયોજનને આખરી ઓપ આપવામાં વ્‍યસ્‍તઃ છેલ્લી ઘડીની દોડાદોડી

પૂ. જીગ્નેશદાદાના વ્‍યાસાસને યોજાનાર પવિત્ર ભાગવત કથા સંદર્ભે ગઇકાલે રેસકોર્ષ ખાતે યોજાયેલ મીટીંગમાં આરસીસી બેંકના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, ટોચના બિલ્‍ડર અને સમાજ અગ્રણી રાજુભાઇ પોબારૂ સહિતના આગેવાનો-મહાનુભાવો તથા મોટી સંખ્‍યામાં અગ્રણી બહેનો-મહિલા મંડળના આગેવાનો-સભ્‍યો હાજર રહ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે. (૩.૩)

 

રાજકોટ, તા.૨૫: સર્વજ્ઞાતિ પિપર્તઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે ‘કથા રાજકોટની કથા સર્વજ્ઞાતિની' સુત્રને સાર્થક કરવા યોજાનાર પવિત્ર ભાગવત કથાના વિશાળ હોર્ડીગ્‍સ શહેરના મુખ્‍ય વિસ્‍તારોમાં ઠેર-ઠેર જોવા મળી રહયા છે. પરમ દિવસ શુક્રવાર તા.૨૭માર્ચથી ગુરૂવાર ૨ એપ્રિલ ૨૦૨૬ દરમ્‍યાન રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે રાત્રે ૮ થી૧૧ વાગ્‍યા સુધી લાખો લોકો ઇશ્વરમય બની જશે. નાના-મોટા સોૈમા ભારે લોકપ્રિય અને આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્‍ત ભાગવતચાર્ય પૂ. જીજ્ઞેશદાદાને સાંભળવા સમગ્ર રાજકોટમાં જબ્‍બર ઉત્‍સાહ પ્રવર્તી રહયો છે. ગામેગામથી ભાવિકો ઉમટી પડશે.

રાજકોટના રેસકોર્ષ રીંગરોડ ફરતે વિશાળ કમાન-એંગલ સાથે શ્રીમદ્‌ ભાગવત કથાના મહાકાય બેનર-હોર્ડીંગ્‍સ લાગી ગયા છે. અકિલા ચોક, સુવર્ણભૂમિ, સ્‍પીડવેલ ચોક, મોકાજી સર્કલ, નાનામોૈવા સર્કલ ૨, કેકેવી ચોક, બાલાજી હોલ ચોક, શ્રીરામ ઓવરબ્રીજ, નેશનલ હાઇ-વે, સોરઠીયાવાડી ચોક, મોટીટાંકી ચોક, ગોંડલ ચોકડી સહિતના મુખ્‍ય વિસ્‍તારોમાં શ્રીમદ્‌ ભાવગત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞના બેનર-હોર્ડિંગ્‍સ જોવા મળી રહયા છે. ભાવિકો પ્રભુમય બની રહયા છે. સર્વજ્ઞાતિ પિર્તઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાપીઠના લાભાર્થે યોજાનાર શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ ખરા અર્થમાં ઐતિહાસિક બની રહેશે તેવું દૃઢપણે લોકો માની રહયા છે. પવિત્ર ભાગવત કથાના સંપૂર્ણ આયોજન બાદ જે કંઇ ધનરાશી વધશે તે ‘તથાસ્‍તુ વિદ્યાપીઠ' માં શિક્ષણ પ્રાપ્‍ત કરવા આવનાર વિદ્યાર્થીઓના સામાજીક, શૈક્ષણિક, સેવાકીય કલ્‍યાપઅર્થે ખર્ચ કરવામાં આવશે અને આ ધનરાશી માંથી આર્થિક સહયોગ ઇચ્‍છતા બાળકોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવું રાધે રાધે પરિવારના શ્રી ભાર્ગવભાઇ ઠાકરે જણાવ્‍યું હતું. પ્રોફેશનલ્‍સ, વેપારીઓ સર્વિસ કરતા લોકો, યુવાઓ, વિદ્યાર્થીભાઇ ઓ બહેનો ભાગવતકથામાં પૂણ્‍યનું ભાથુ બાંધી શકે તે માટે કથાનો, સમય પણ રાત્રે ૮ થી ૧૧ વાગ્‍યા સુધીનો રાખવામાં આવ્‍યો હોવાનું યાદીમાં જણાવાયુ છે.

રાધે રાધે પરીવાર તથા સમગ્ર ટીમ ભાગવતકથાના અલોૈકીક આયોજનને આખરી ઓપ આપવામાં વ્‍યસ્‍તતા સાથે છેલ્લી ઘડીની દોડાદોડી કરી રહી છે.

 પવિત્ર ભાગવતકથાના ભવ્‍ય-દિવ્‍ય આયોજનને સફળ બનાવવા મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, હિરેનભાઇ ખખ્‍ખર, મનિષભાઇ માદેકા અને સુધીરભાઇ દુબલ સહિત ડો. નિશાંતભાઇ ચોટાઇ, પવિત્ર ભાગવત કથાના ભવ્‍ય - દિવ્‍ય આયોજનને સફળ બનાવવા મુખ્‍ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, હિરેનભાઇ ખખ્‍ખર, મનિષભાઇ માદેકા અને સુધીરભાઇ દુબલ સહિત ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રી નિલેશભાઇ ચંદારાણા (મો. ૯૮રપ૩ ર૪રર૦), ધવલભાઇ ખખ્‍ખર, શ્રી ભાર્ગવભાઇ ઠાકર, હિતેનભાઇ પારેખ દક્ષિણી (મો. ૭પ૭પ૦ ૭પ૭પ૯), કલ્‍પેશભાઇ બગડાઇ (મો. ૭૮૭૮૭ ૮પ૦૭૮), શુભમભાઇ રઘુરા (મો. ૯૬ર૪પ ૯૬૯૮૩), અલ્‍કાબેન પટેલ, શ્રી આદિત્‍ય ઝાલા (મો. ૯૯૦૯૭ ૩૧૭પ૦), દશીર્તભાઇ જીવરાજાની (મો. ૯૦૯૯૩ પ૯૦૧૮), જીજ્ઞેશભાઇ ભૂપતાણી (મો. ૯૯૯૮૬ ૧૩૮૪ર), ભાવેશભાઇ રૂપારેલીયા, (મો. ૯૮ર૪૯ ૬૬ર૭૮), હિતેષભાઇ અનડકટ (મો. ૯૮રપ૬ ૦૩૩૩૦), નિરવભાઇ રાયચુરા (મો. ૭૬૯૮પ ૦૮૦૮૦), રવિન્‍દ્રભાઇ માણેક (મો. ૮૪૯૦૯ ૩ર૮ર૩), મિહીરભાઇ સોલંકી (મો. ૯૧૦૬૭ ર૭પ૭પ), સોનલબેન સોમૈયા, ભારતીબેન જાની, મયુરભાઇ નથવાણી (મો. ૭૯૯૯૯ ૯૯૮પ૦), જયેશભાઇ કકકડ (મો. ૯૮રપ૪ ૮૮૮ર૧), કપિલભાઇ ગણાત્રા (મો. ૯૯રપ૧ પ૧૩પ૧), ભાવિકભાઇ જોષી (મો. ૯૬૬૪૬ ૩૩૪૪ર), ભાવિકભાઇ અરેડા (મો. ૯૧૭૩૧ રર૮૮૭), સહિતના ટીમ મેમ્‍બર્સ - ભાવિકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:22 PM IST)