<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

થોરાળાના પ્રકાશ પરમાર પર ખીજડીયામાં મોટા ભાઇના સસરા સહિતે હુમલો કર્યો

મોટા ભાઇ નિતીનભાઇ પરમારને પણ ઇજાઃ પ્રકાશના ભાભી રિસામણે હોઇ તે બાબતે મનદુઃખ રાખી છરી ઝીંકાયાનું કથન

રાજકોટ તા. ૨૫: શહેરના નવા થોરાળાની ન્‍યુ સર્વોદય સોસાયટીમાં રહેતો યુવાન કુવાડવા નજીક ખીજડીયા ગામે સસરાના ઘરે રિસામણે બેઠેલી પોતાની પત્‍નિને તેડવા ગયો અને તનો નાનો ભાઇ પણ પોતાનો ગેસનો બાટલો ત્‍યાં લગ્નપ્રસંગે આપ્‍યો હોઇ તે લેવા ગયો ત્‍યારે બંને ભાઇઓ પર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી એકને પીઠના ભાગે છરી ઝીંકી ેદેવાતાં સારવાર માટે દાખલ થયો છે.

જાણવા મળ્‍યા મુજબ ન્‍યુ સર્વોદય સોસાયટી-૧૪માં રહેતાં પ્રકાશ ભલાભાઇ પરમાર (ઉ.વ.૨૨) પર ખીજડીયા ગામે તેના મામા હેમતભાઇ મોહનભાઇ રાઠોડ કે જે તેના મોટા ભાઇ નિતીન ભલાભાઇ પરમાર (ઉ.વ.૩૫)ના સસરા પણ થાય છે તેના ઘરે હતો ત્‍યારે હેમતભાઇ, બળવંત મોહનભાઇ સહિતે હુમલો કરી માર મારી પીઠમાં છરી મારી દેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

પ્રકાશે જણાવ્‍યું હતું કે હું આઇટીઆઇમાં અભ્‍યાસ કરુ છું. મારા ભાભી જાનકીબેન કેટલાક સમયથી ખીજડીયા તેમના માવતરે રિસામણે છે. ગઇકાલે તેણીને તેડી જવાનો ફોન આવતાં મારા ભાઇ નિતીનભાઇ ત્‍યાં ગયા હતાં. પણ સાસુ-સસરા હાજર ન હોઇ સાંજે આવવાનું કહેવાયું હતું. દરમિયાન ત્‍યાં પ્રસંગ વખતે મેં ગેસનો બાટલો આપ્‍યો હોઇ તે લેવા માટે સાંજે હું પણ ખીજડીયા ગયો હતો. ત્‍યારે મામા હેમતભાઇ સહિતે તારો ભાઇ પણ હમણા આવશે પછી બંને સાથે નીકળી જજો કહીને મને રોક્‍યો હતો. ત્‍યાં મારા મોટા ભાઇ આવતાં જ અમારા બંને પર હુમલો કરાયો હતો અને મને છરી ઝીંકી દેવાઇ હતી. કુવાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:59 PM IST)