તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
જીવરાજ પાર્ક નંદનહિલ્સ એપાર્ટમેન્ટના ફલેટમાં આગઃ ઘરવખરી ખાખઃ બાળક, વૃધ્ધા સહિત ૧૦ લોકો રેસ્ક્યુ
રસોઇ બનાવતી વખતે ચીમનીમાં ભડકો થયો ને જોત જોતામાં આખા ઘરમાં આગ પ્રસરી ગઇ : ફાયર બ્રિગેડની ટીમોએ ત્રીસેક મિનીટમાં આગને કાબુમાં લીધીઃ જાનહાની ટળી

રાજકોટ તા. ૨૫: શહરેમાં નાના મવા પાસે જીવરાજ પાર્ક નજીક નચીકેતા સ્કૂલ પાસે આવેલા નંદનહિલ્સ નામના એપાર્ટમેન્ટના એક ફલેટમાં આગ ભભૂકતાં નાસભાગ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમ તાકીદે પહોંચી હતી. આગ ધૂમાડામાં ફસાયેલા ૧૦ જેટલા લોકોને ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ કર્યા હતાં.
જાણવા મળ્યા મુજબ જીવરાજ પાર્કમાં આવેલા નંદન હિલ્સ એપાર્ટમેન્ટના બી-વીંગ બ્લોક નં. ૨૦૧માં રહેતા જ્યાબેન મોહનભાઈ મોણપરાના મકાનમાં રસોઈ બનાવતી વખતે ચિમનીમાં આગ લાગી હતી. મકાન માલિકના જણાવ્યા અનુસાર રસોઈ દરમિયાન ચિમની સળગતા આગ જોતજોતામાં આખા ઘરમાં ફેલાઇ ગઇ હતી અને આ આગમાં ઘરવખરી, ફર્નિચર, ટીવી, ફ્રીઝ, સોફા સહિત બળી ગયા હતાં.
ફાયર બ્રિગેડ સુત્રોના કહેવામ ુજબ આગને કારણે સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડો અને હીટનું પ્રમાણ વધી જતા ઉપરના માળે રહેતા લોકો ફસાઇ ગયા હતાં. આવા દસેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતા તેમને તાકીદે રેસ્ક્યુ કરાયા હતાં. રેસ્કયુ થયેલા લોકોમાં દિવાળીબેન ગાંડુભાઈ રાણપરીયા (ઉ.વ.૮૦), જ્યાબેન નારાયણભાઈ મણવર (ઉ.વ.૭૦), જ્યાબેન મોહનભાઈ રાણપરીયા (ઉ.વ.૮૦), મોહનભાઈ ગાંડુભાઈ રાણપરીયા, નેન્સીબેન મનીષભાઈ ઉંજીયા, પાર્થભાઈ મનીષભાઈ ઉંજીયા (ઉ.વ.૩૨), કોમલબેન પાર્થભાઈ પાડલીયા (ઉ.વ.૩૨), ધ્રુવીક પાર્થભાઇ પાડલીયા (૩ મહિના), અવનીબેન રવિભાઈ મણવર અને આયુષભાઇ રવિભાઇ મણવરનો સમાવેશ થાય છે.
ફાયર બ્રિગેડની ટીમે ત્રીસથી ચાલીસ મિનીટમાં આગ કાબુમાં લીધી હતી. સદ્દનસીબે જાનહાની થઇ નહોતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ પણ પહોંચી હતી. ફલેટમાં આગને કારણે ભારે નુકસાની થઇ હતી. ફાયર બ્રિગેડના એસટીઓ બારૈયા, એસઓ જયપાલસિંહ તેમજ જયેશભાઇ, હર્ષદભાઇ, ધવલભાઇ, ધ્રુવીલસિંહ, ગોૈતમભાાઇ, હાર્દિકભાઇ, વિજયભાઇ, જીગરદાન, આશિષભાઇ સહિતે આગ બુતાવ્વાની કામગીરી કરી હતી.
(2:36 PM IST)










