તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 25th March 2026
ગાયત્રીનગર રોડ પર નશો કરી હંગામો કરતા ત્રણ ટ્રાવેલ્સ સંચાલક ૫કડાયા
ભક્તિનગર પોલીસે વિરાટ ચોૈહાણ, વિક્રમ સોલંકી, ગોૈરાંગ પુરોહિત સામે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૨૫: શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગાયત્રીનગર મેઈન રોડ પર જાહેરમાં નશો કરી બોલાચાલી કરતા ત્રણ શખ્સોને જનરક્ષક ૧૧૨ની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા ત્રણેય ટ્રાવેલ્સના વ્યવસાય સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યા મુજબ ગત રાત્રિના સમયે કંટ્રોલ રૂમ દ્વારા ભક્તિનગર પોલીસના જનરક્ષક વાહનને કોલ મળ્યો હતો કે ગાયત્રીનગર મેઈન રોડ પર જલારામ ચોક પાસે ત્રણ વ્યક્તિઓ અંદરો અંદર બોલાચાલી કરી રહ્યા છે. આ માહિતીના આધારે ઇન્ચાર્જ પો. કોન્સ. ક્રિપાલસિંહ નીરૂભા ગોહીલ અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ત્રણેય શખ્સોને અટકાવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન ત્રણેય શખ્સોના મોઢામાંથી કેફી પ્રવાહીની તીવ્ર વાસ આવતી હતી અને તેઓ વ્યવસ્થિત ચાલી શકતા નહોતા કે પોતાનું સંતુલન જાળવી શકતા નહોતા. જ્યારે તેઓની પુછપરછ કરવામાં આવી ત્યારે તેમની જીભ પણ થોથરાતી હતી. નશામાં હોવા અંગે કોઈ પાસ-પરમિટ ન મળતા પોલીસે વિરાટ પ્રતાપભાઈ ચૌહાણ (ઉ.વ. ૩૭, રહે. ગીતાનગર), વિક્રમ અશોકભાઈ સોલંકી (ઉ.વ. ૩૮, રહે. કળષ્ણનગર, જામનગર રોડ) અને ગૌરાંગ ભદ્રેશભાઈ પુરોહિત (ઉ.વ. ૪૨, રહે. જવાહર રોડ ગેલેક્સી હોટેલ સામે) વિરૂધ્ધ ગુનો નોંધી અટકાયત કરી હતી.
(3:59 PM IST)










