<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

રાજદિપ સોસાયટીમાં દિક્ષીતને જુના મિત્ર આનંદે હાથમાં છરીના ઘા ઝીંક્‍યા

ગાળો કેમ દીધી હતી કહી તૂટી પડયોઃ ત્રણ ઘા માર્યા તેમાં એક ઘા સોંસરવો નીકળી ગયોઃ ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૫: શહરેના મવડી ૪૦ ફુટ રોડ પર ઓમનગર સર્કલ પાસે રાજદિપ સોસાયટીમાં રહેતાં દિક્ષીત જગદીશભાઇ ટીંબલીયા (ઉ.વ.૧૮) પર રાતે અગીયારેક વાગ્‍યે ઘર નજીક હતો ત્‍યારે આનંદ નામના  શખ્‍સે ઝઘડો કરી છરીથી હુમલો કરી ડાબા હાથમાં છરીના ત્રણેક ઘા ઝીંકી દેતાં અને એક ઘા સોંસરવો નીકળી જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે.

દિક્ષીત બે બહેનનો એકનો એક નાનો ભાઇ છે. તે અગાઉ છુટક કામ કરતો હતો અને હાલમાં કામ કરતો નથી. તેના પિતા સેન્‍ટીંગ કામની મજૂરી કરે છે. હોસ્‍પિટલના બિછાનેથી દિક્ષીતે કહ્યું હતું કે હું રાતે ઘર નજીક હતો ત્‍યારે જુના મિત્ર આનંદે આવી ઝઘડો કર્યો હતો અને અને તે કેમ અગાઉ મને ગાળ દીધી હતી? તેમ કહી ગાળો દેતાં તેને અપશબ્‍દો બોલવાની ના પાડતાં ઉશ્‍કેરાઇ જઇ છરી કાઢી હાથમાં ઘા મારી દીધા હતાં. 

આનંદ અગાઉ અમારી સાથે ઉભો રહેતો હોઇ જેથી મિત્રતા થઇ હતી. પરંતુ તેણે મારી સાથે નશો કરી માથાકુટ કરતાં મેં તેને બોલાવવાનું બંધ કરી દીધુ હતું. જે તે વખતે અમારે ગાળાગાળી થઇ હોઇ ગત રાતે ફરી આ બાબતનો જુનો ખાર રાખી ઝઘડો કરી છરીથી તૂટી પડયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી

(3:59 PM IST)