News of Wednesday, 25th March 2026
લોકોનો પ્રેમ નહિ ! માઇક્રોપ્લાનીંગ થકી વિજય મેળવવા ભાજપની રણનીતી ઘડાઇ...

રાજકોટ : મહાનગરપાલિકાની ચુંટણીમાં ફરી એકવાર જવલંત જીત માટેની તૈયારીરૂપે રાજકોટ શહેર ભાજપ સંગઠન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી શ્રી અનિરૂધ્ધ દવે. તેમજ રાજકોટ શહેર પ્રમુખ ડો. માધવ દવેના માર્ગદર્શન હેઠળ ચૂંટણી ઇન્ચાર્જ અને સહઇન્ચાર્જની આગેવાનીમાં અગત્યની બેઠક મળી ગઇ. જેમાં આગામી સમયમાં બુથ લેવલે શક્તિકેન્દ્રોમાં રાત્રી રોકાણ સહિતની બેઠકો યોજવા સુચના આપવામાં આવેલ હતી. આ બેઠકમાં સર્વશ્રી ભાનુબેન બાબરીયા, રાજુભાઇ ધ્રુવ, ડો.માધવ દવે, રમેશભાઇ ટીલાળા, ડો. દેવાંગીબેન મૈયડ, વિજયભાઇ કોરાટ,વલ્લભભાઇ દુધાત્રા, લલીતભાઇ વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા,વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, લાખાભાઇ સાગઠીયા સહિત તમામ શ્રેણીના રાજકોટ શહેર સંગઠનના હોદેદારો,વોર્ડ પ્રમુખ મહામંત્રી નવનિયુક્ત મોરચાના પ્રમુખ મહામંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આગામી મહાનગરપાલિકાની ચુંટણીમાં રાજકોટ મહાનગરમાં ભવ્ય જીત મેળવવા માટેનું માઇક્રોપ્લાની઼ગ કરી રણનીતી તૈયાર કરવામાં આવી. તેમ શહેર ભાજપની લેખિત યાદી જણાવે છે.
(2:56 PM IST)










