તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 25th March 2026
મંગળવારે પુ. સંતશ્રી દેશળ ભગતની ૯૮મી નિર્વાણતિથીઃ આરતી-મહાપ્રસાદ

રાજકોટઃ પરમ પૂજય સંતશ્રી દેશળભગતની અસીમ કૃપાથી શ્રી દેશળભગત એજયુકેશન એન્ડ ખવાસ જ્ઞાતી સંચાલિત ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી દેશળ સેના યુવા ગૃપ-મવડી પ્લોટ રાજકોટના સંયુકત ઉપક્રમે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ પરમપૂજય સંતશ્રી દેશળભગતની ૯૮મી નિવાર્ણતીથી મંગળવાર તા. ૩૧ ના રોજ ઉજવવામાં આવશે.
આ પ્રસંગે ઓમનગર મવડી પ્લોટ મંદિર ખાતે આરતી અને મહાપ્રસાદનું આયોજન ટ્રસ્ટ અને દેશળસેના દ્વારા કરવામાં આવેલ હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિના ભલાભાઇ ચૌહાણ, પ્રવિણભાઇ કેશુભાઇ રાઠોડ, રણજીતભાઇ કેશુભાઇ ડાભી, વજુભાઇ મોહનભાઇ ચૌહાણ, રમેશભાઇ એમ. ચૌહાણ, યોગેશભાઇ બી. ચૌહાણ, ભાર્ગવભાઇ કે.પઢિયાર, અતુલભાઇ મનુભાઇ સોલંકી, રતીભાઇ મોહનભાઇ જાદવ, ભીખુભાઇ પરબતભાઇ રાઠોડ, પ્રતાપભાઇ ભાવસીંગભાઇ ડોડીયા, જેન્તીભાઇ ભાણજીભાઇ પરમાર, હિતેષભાઇ હરિભાઇ પરમાર, દિનેશભાઇ બી. ચૌહાણ, નિતીનભાઇ એચ. કબર, જયંતિભાઇ ડાભી, યોગેશ ડી. ગોહેલ, ધર્મેશભાઇ બીલાભાઇ ચૌહાણ, હિરેનભાઇ ડી.રાઠોડ, ભરતભાઇ ધરમશીભાઇ રાઠોડ, જયેશભાઇ આર. જાદવ, જેન્તીભાઇ લક્ષ્મણભાઇ જાદવ, દિનેશ એમ. હાડા, મુનાભાઇ કેશુભાઇ ચાવડા,બીપીનભાઇ ડાયાભાઇ મકવાણા, બુધાભાઇ પઢિયાર, જગદીશભાઇ ઘેલાભાઇ પાંડવ, જીતેન્દ્રભાઇ એન. બારડ, અતુલભાઇ બી. મારૂ, રાજેભાઇ પી. ચૌહાણ તથા દેશળસેનાના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
સ્થળઃ શ્રી દેશળદેવ મંદિર, ઓમનગર, પટેલ બોર્ડીગ પાછળ, મવડી પ્લોટ, રાજકોટ, આરતીનો સમય સાંજે ૭ કલાકે, મહાપ્રસાદ સાંજે ૭:૩૦ કલાકે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)
(3:34 PM IST)










