તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th March 2026
વે.રેલવે મજદૂર સંઘ આયોજીત શિબિરમાં ૫૮૫ રક્તદાતાઓએ કર્યુ રક્તદાન
ઝોનલ પ્રેસીડેન્ટ હિરેન મહેતા દ્વારા ૧૦૮મી વખત રકતદાન

રાજકોટ, તા. રપઃ ગઇકાલે WRMS ના પૂર્વ મહામંત્રી સ્વર્ગીય મહુરકર દાદા ની જન્મ જયંતી નિમિત્તે રાજકોટ ડિવિઝનમાં રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિર ૧૯૮૨ થી વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા સતત આયોજિત કરવામાં આવે છે આ વખતે ૮૩મી વખત રક્તદાન શિબિરનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું જેમાં ૫૮૫ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેમાં WRMS ના અધ્યક્ષ હિરેન મહેતા એ ૧૦૮મી વખત રક્તદાન કર્યું હતું. આ સાથે સિનિયર ડી એસ ટી પંકજ કુમાર બંસલ, સિનિયર ડી એમ ઇ મેઘરાજ, સિનિયર ડી ઇ એન નરેન્દ્રસિંગ, સિનિયર ડી ઇ ઇ ટી આર ડી જીતેન્દ્રમંગલ , સિનિયર ડી ઓ એમ સુનિલ કુમાર ગુપ્તા વગેરે ઓફિસરો એ રક્તદાન કરી રક્તદાતાઓ નો ઉત્સાહ વધાર્યો હતો. આ રક્તદાન શિબિર માં રાજકોટ ડિવિઝનના ઓખા થી લઇ દ્વારકા,ખંભાળિયા, જામનગર ,હાપા પડધરી, રાજકોટ, મોરબી ,નવલખી, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, લખતર , વાણીરોડ, વિરમગામ સુધીના તમામ સ્ટેશનોએથી રેલ કર્મચારીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને જોષ સાથે રક્તદાન કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે WRMS ના પ્રેસિડેન્ટ હિરેન મહેતા એ આમંત્રિત મહેમાનો નું સ્વાગત કરતા જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલ્વે મજદૂર સંઘ દ્વારા રેલ કર્મચારીઓના પ્રશ્નો, સમસ્યાઓ ના નિવારણ ની કામગીરી સાથે અન્ય સામાજિક કલ્યાણ ના કાર્યો જેવા કે રક્ત દાન કેમ્પ, વળક્ષારોપણ, હેલ્થ કેમ્પ, સ્પોર્ટ્સ ની પ્રવળતિઓ, સાંસ્કળતિક કાર્ય વગેરે નું આયોજન કરવા માં આવે છે.
એનિમિયા, થેલેસેમીયા, ઓપરેશન, ડિલિવરી વખતે માતાને, અકસ્માતમાં ઘાયલ લોકો ને જેવી અનેક સ્થિતિ ઓ માં રક્ત ની જરૂરિયાત હોય છે અને આવા ઈમરજન્સીના સમયમાં લોકા ને રક્ત મળી રહે એ માટે અમે સતત નિષ્ઠાપૂર્વક આવા રક્તદાન કેમ્પના આયોજન થકી મદદ રૂપ થવા નો પ્રયત્ન કરીએ છીએ. ડિવિઝન ના મુખિયા તરીકે DRM ની ઉપસ્થિતિ કર્મચારીઓ નો ઉત્સાહ વધારે છે. રેલવે એક આગવું પ્રશાસન છે જે રાષ્ટ્ર ની જીવન રેખા ની જેમ કામ કરી રહી છે.
આ પ્રસંગે ADRM શ્રી કૌશલ કુમાર ચૌબેએ પ્રાસંગિક વક્તવ્ય કરતા જણાવ્યું હતું કે રક્ત એક માત્ર એવું છે જે હજુ સુધી વિજ્ઞાન બનાવી શકતું નથી માનવ જીવન ને બચાવવા ઇમરજન્સી માં માનવ રક્ત ની જ જરૂર પડે છે અને એ માટે આજ નો WRMS નો આ સેવા યજ્ઞ સાચા અર્થમાં સેવા કાર્ય છે. મુખ્ય મેહમાન ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતું કે WRMS સાચા અર્થમાં રેલ કર્મચારીઓ ના કલ્યાણ હેતુ કાર્યરત સંગઠન છે. હું અહીં DRM તરીકે આવ્યા છું ત્યાર થી જોઉં છું કે રેલ કર્મચારીઓ ના પ્રશ્નો, સમસ્યાઓ, માટે જાગળકતાપૂર્વક કામગીરી સાથે સ્પોર્ટ્સ, કેમ્પ, મહિલા ઉત્થાન માટે ના કાર્યક્રમો, રક્તદાન શિબિર જેવા કાર્યક્રમો સતત થઇ રહ્યા છે. જે ખરેખર અભિનંદનીય છે. આ પ્રસંગે સમસ્ત રક્ત દાતાઓ માટે કહીશ કે આના થી ઉત્તમ કાર્ય માનવ સેવા માટે કંઇ જ ન હોય શકે. આ WRMS RJT ની ૮૩ મી રક્તદાન શિબિર માં આમંત્રિત મહેમાનો મંડલ રેલ પ્રબંધક શ્રી ગિરિરાજકુમાર મીના, અપર મંડલ રેલ પ્રબંધક શ્રી કૌશલકુમાર ચૌબે, સીએમએસ ડોક્ટર રાજકુમાર, સિનિયર ડી ઓ એમ સુનિલકુમાર ગુપ્તા ડી ઇ ઈ ટી આર ઓ મનોજકુમાર રૉય, સિનિયર ડી એમ ઇ મેઘરાજ ટટવાડે, સિનિયર ડીઇઈ ટીઆરડી જીતેન્દ્ર મંગલ, સિનિયર ડી સી એમ સુનિલકુમાર મીના, સિનિયર ડી પી ઓ એ યુ સોલંકી, એ પી ઓ કે કે દવે, એ એન ઓ પલ્લવી ક્રિસ્ટીયન,ડે. મેયર નરેન્દ્ર સિંહ જાડેજા, સામાજિક કાર્યકર બલભદ્રસિહ જાડેજા, પિયુષભાઈ મેહતા, અકિલા દૈનિક ના પત્રકાર જયદેવ સિંહ જાડેજા, બ્રહ્મ સમાજ ના પ્રમુખ દર્શિત જાની વગેરે ઉપસ્થિત રહ્યાં હતા અને આ સફળ આયોજન બદલ WRMS ના હિરેન મહેતા, અવની ઓઝા, ડી આર સોઢા અને સમગ્ર ટીમ ને અભિનંદન આપ્યા હતા. આ રક્તદાન શિબિર ને સફળ બનાવવા માટે અધ્યક્ષ હિરેન મહેતા ના માર્ગદર્શન હેઠળ ડીવીઝનલ સેક્રેટરી અવની ઓઝા ના નેતળત્વ હેઠળ ડીવીઝનલ ચેરમેન ડી આર સોઢા, ઇકબાલ ભાઈ, ડી એસ શર્મા, હરિશિંગ, હિતેશ ઠાકર, આશિષ, યુવરાજ સિંહ, રાજેન્દ્રસિંહ, અમિત ભાર્ગવ, જિતેન્દ્રકુમાર, એ બી સરવૈયા, ધવલ સિંહ, નવાજ શેખ, આલોક રંજન, જીતેન્દ્ર વાળા, રાજદેવશીહ, ઇન્દ્રજીત ગુર્જર, જગદીશ દાન ગઢવી, નિમેશ મેહતા, એમ કે જાડેજા, પ્રદીપ ખાચર, લાલાભાઈ, અનિલ યાદવ, રણવીરસિંહ, એ એસ દવે, એલ પી યાદવ, કલ્પેશ ભટ્ટી, નિલેશ વ્યાસ, નીરવ રાવલ, હરેશ અમદાવાદી, ચંદ્રસિંહ, મયુર મુંજપરા, હરદેવસિંહ, ઝાકિર જામ, અંકિત મેહતા, દર્શન કસુંદરા, કેતન ભટ્ટી, જાસ્મિન ઓઝા, રામકળષ્ણ, જયેશ ડોડીયા, હિતેશ પરમાર, અભિષેક્રંરજન, વિષ્ણુદાન ગઢવી , જતીન જોશી, ગજેન્દ્રસિંહ, સુભાષ યાદવ, રાજેન્દ્રસિંહ, પંકજ પ્રભાકર, મહાવીરસિંહ, રવિ વગેરે તથા મહિલા વિંગ માં ધર્મિષ્ઠા થોરિયા, પુષ્પા ડોડીયા જયશ્રી સોલંકી, મનીષા દીક્ષિત, ફાલ્ગુની મેહતા, વિધિ મેહતા, ધર્મિષ્ઠા પૈજા જ્યોતિ મેહતા, દયા રણોલીયા વગેરે એ જહેમત ઉઠાવી હતી.
(3:34 PM IST)










