<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

કાલે અને મંગળવારે શહેરના તમામ કતલખાનાઓ બંધ રાખવાઃ જાહેરનામુ

રામનવમી અને મહાવીરજયંતિ નિમિતે માંસ, મટન, મચ્‍છીના વેંચાણ નહિ કરવા પર પ્રતિબંધ

રાજકોટ,તા.૨૫: આવતીકાલે તા.૨૬ માર્ચ ‘‘રામનવમી'' નિમિતે તથા તા.૩૧માર્ચના મહાવીર જયંતિ નિમિતે રાજકોટ મહાનગરપાલિકાના વિસ્‍તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન. મચ્‍છી અને ચીકનનું વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

મનપા દ્વારા જાહેર થયેલ જાહેરનામામાં જણાવ્‍યુ છે કે, સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્‍તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી જી.પી.એમ.સી. એકટ-૧૯૪૯ની કલમ ૩૨૯ અને ૩૩૬ તથા રાજકોટ મહાનગરપાલિકાના બાયલોઝ અન્‍વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવી

(3:36 PM IST)