<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

રામ ભક્તિનો રણકારઃ કાલે રાજકોટમાં ભવ્ય શોભાયાત્રા

રાધેશ્‍યામ ગૌશાળા અને વિશ્‍વ હિન્‍દુ પરિષદ પ્રેરીત રામોત્‍સવ રથયાત્રા સમીતી દ્વારા આયોજનઃ રામભક્‍તોને ઉમટી પડવા અનુરોધ જય શ્રી રામ...ના નાદ સાથે કાલે સવારે ૯ વાગ્‍યે નાણાવટી ચોક ખાતે શોભાયાત્રાનો પ્રારંભ થશેઃ વિવિધ રાજમાર્ગો પર ફરશે, ગોંડલ રોડ સત્‍યયુગ શ્રી રામ મંદિરે સમાપનઃ સનાતન પરંપરાની ઝાંખી કરાવતા ૧૦૦ ફલોટસ જોડાશે જાત પાતની કરો વિદાય, હિંદુ હિંદુ ભાઈ ભાઈ’ના નારા સાથે સમસ્ત સનાતની સમાજને રથયાત્રામાં જાડાવવા આહવાન

રાજકોટઃ આવતીકાલે રામનવમી શહેરભરના નિજ-મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે. દરમિયાન રાધેશ્‍યામ ગૌશાળા અને વિશ્‍વ હિન્‍દુ પરિષદ પ્રેરીત રામોત્‍સવ રથયાત્રા સમિતિ દ્વારા ભવ્‍ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. નાણાવટી ચોક ખાતેથી આવતીકાલે સવારે ૯ વાગ્‍યે શોભાયાત્રાનો પ્રારંભ થશે જે વિવિધ રાજમાર્ગો ઉપર ફરી અને ગોંડલ રોડ ઉપર આવેલ સત્‍યુગ શ્રી રામ મંદિરે સમાપન થશે.

આ અંતર્ગત સંગઠનના માવજીભાઈ ડોડીયા, નરેન્‍દ્રભાઈ દવે, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારણા, શાંતુભાઈ રૂપારેલીયા, ભુપતભાઈ ગોવાણી, વનરાજભાઈ ગરૈયા, અશોકસિંહ ડોડીયા, પ્રફુલભાઈ નડિયાપરા, પ્રકાશભાઈ પનારા, રાજાભાઈ (વાવડી), ગૌતમભાઈ ધમસાણીયા, વિનુભાઈ ટિલાવત, ક્રુણાલભાઈ વ્‍યાસ, વિજયભાઈ વાંક વગેરેના માર્ગદર્શન અને ધર્માધ્‍યક્ષ પ.પુ.મહંત શ્રી રાધેશ્‍યામ બાપુ તથા રામોત્‍સવ રથયાત્રા સમીતીના અધ્‍યક્ષ કૌશીકભાઈ સરધારા, ઉપાધ્‍યક્ષ સુજીતભાઈ ઉદાણી, ધર્મયાત્રા અધ્‍યક્ષ દિપકભાઈ બાબરીયાની આગેવાનીમા પ્રભુ શ્રી રામની રથયાત્રા રાજકોટના પ્રાચીન માર્ગો પર સવારે ૮ વાગ્‍યે નાણાવટી ચોકથી પ્રારંભ થશે. અસંખ્‍ય લોકો આ યાત્રામા જોડાશે અને રામરાજ્‍યની ઝાખી નિહાળશે. તેમ રામોત્‍સવ રથયાત્રા સમીતીના મંત્રી પરેશભાઈ રૂપારેલીયાએ જણાવ્‍યું હતું.

રામોત્‍સવ રથયાત્રા શરૂ થાય તે પહેલા નાણાવટી ચોક ખાતે સવારે ૮ કલાકે ભવ્‍ય ધર્મસભાનું આયોજન થશે. જેમાં અનેક સંતો મહંતો સમાજમાં એકતા અને ભક્‍તિનો સંદેશ આપતા આશિર્વચન આપશે. ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદના ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી રંગ રાજેજીનું પણ કુટુમ્‍બ પ્રબોધન અને સમરસતા તથા અન્‍ય પંચપરીવર્તનના વિષય તથા ભગવાન શ્રી રામ ના સત્‍ય, ધર્મ, કર્તવ્‍યના આદર્શો પર માર્ગદર્શન આપશે. ઉપરાંત કૌશીકભાઈ સરધારા (વિશ્વ હિંદુ પરિષદમાં જીલ્લા મંદિર અર્ચક પુરોહિત સંપર્ક પ્રમુખ) દિપકભાઈ બાબરીયા (વિશ્વ હિંદુ પરિષદમા જીલ્લા ગૌ રક્ષા પ્રમુખ) તથા સુજીતભાઈ ઉદાણી (બિલ્‍ડર) સહિતના ‘‘જાત પાતની કરો વિદાઈ, હિંદુ હિંદુ ભાઈ ભાઈ'' ના નારા સાથે આ રથયાત્રામા સમસ્‍ત સનાતની સમાજને જોડાવા આહવાન કરશે અને રથયાત્રાનો પ્રારંભ કરાવશે. આ રથયાત્રામા યુવાનોનો ધર્મ અને સંસ્‍કૃતિ પ્રત્‍યેનો પ્રેમ પણ જોવા મળશે.

કપિલા હનુમાન મિત્ર મંડળ, નાણાવટી ચોક મિત્ર મંડળ, હિંદુ જાગરણ મંચ, કનૈયા મિત્ર મંડળ, હનુમાન મઢી મંદિર મંડળ, નાગરીક બેંક, રોકડીયા હનુમાન ભિલવાસ ગ્રુપ, અકિલા પરિવાર, કેમિસ્‍ટ એસોસિયેશન, જલારામ ચિકિ ગ્રુપ, મોમાઈ ગ્રુપ, પંચનાથ મંદિર ગ્રુપ, સૌરાષ્‍ટ્ર કમલમ ગ્રુપ, શિવ સેના ગ્રુપ, ધમેન્‍દ્ર રોડ વેપારી એસોસિએશન, સ્‍વામીનારાયણ મંદિર મંડળ, ભગત ગ્રુપ, આશાપુરા મંદિર મંડળ, રાજવી પરિવાર ગ્રુપ, ખેતલાઆપા વિક્રમભાઈ ગ્રુપ, ગુંદાવાળી વેપારી મંડળ, સુર્યમુખિ હનુમાન મંદીર મંડળ ઉપરાંત અનેક સંસ્‍થાઓ અને જ્ઞાતિ મંડળો રથયાત્રાનું સ્‍વાગત કરશે.

શ્રી રામોત્‍સવ રથયાત્રા અંદાજે બપોરે ૧ કલાકે સત્‍યુગ શ્રી રામ મીંદરે (જુની બાળ અદાલત સામે, ગોંડલ રોડ) ખાતે સંપન્‍ન થશે. આ એક એવું પ્રાચીન મંદિર છે જ્‍યાં છેલ્લા ૩૫ વર્ષોથી ૐ હ્રીં રામ જય રામ જય જય રામ નામના બ્રહ્મ મંત્રની અખંડ ધુન ચાલે છે. અહીં બપોરે ૧ કલાકે પ્રભુ શ્રી રામ ની ભવ્‍ય મહાઆરતી થશે. ત્‍યાર બાદ દરેક રામ ભક્‍તો માટે ભોજન પ્રસાદનું આયોજન પણ સત્‍યુગ રામ મંદિરના સંચાલકો દ્વારા કરવામાં આવ્‍યું છે. તેમ મંદિરના સંચાલક મંડળના રાહુલભાઈ જોષ તથા સુરેશ મહારાજે જણાવ્‍યું હતું. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રથયાત્રા રૂટ

નાણાવટી ચોક૨ - સવારે ૯ કલાકે, રેયા ચોક - સવારે ૯ઃ૧૦ કલાકે, કનૈયા ચોક - સવારે ૯ઃ૨૦ કલાકે) બ્રહમસમાજ ચોક - સવારે ૯ઃ૩૦ કલાકે) હનુમાન મઢી ચોક - સવારે ૯ઃ૫૦ કલાકે, નાગરીક બેંક - સવારે ૯ઃ૫૫ કલાકે, આમ્રપાલી ફાટક - સવારે ૧૦ઃ૧૫ કલાકે, કિશાનપરા ચોક - સવારે ૧૦ઃ૨૦ કલાકે, જીલ્લા પંચાયત ચોક - સવારે ૧૦ઃ૪૦ કલાકે, ફુલછાબ ચોક - સવારે ૧૦ઃ૪૫ કલાકે, રોકડીયા હનુમાન ચોક - સવારે ૧૦ઃ૫૦ કલાકે,મોટી ટાંકિ ચોક - સવારે ૧૧ કલાકે) લિમડા ચોક - સવારે ૧૧ઃ૧૦ કલાકે, પંચનાથ મંદીર ચોક - સવારે ૧૧ઃ૧૫ કલાકે, ત્રિકોણબાગ ચોક - સવારે ૧૧ઃ૩૫ કલાકે) સાંગળવા ચોક - સવારે ૧૧ઃ૪૫ કલાકે, રાજશ્રી ટોકિઝ - સવારે ૧૧ઃ૫૦ કલાકે/સ્વામીનારાયણ મંદીર - બપોરે ૧૨ કલાકે, ગુંદાવાડી ચોક - બપોરે ૧૨ઃ૧૫ કલાકે, ભુતખાના ચોક - બપોરે ૧૨ઃ૩૦ કલાકે, સુર્યકાંત હોટેલ - બપોરે ૧૨ઃ૪૦ કલાકે, સત્યયુગ શ્રી રામ મંદીર - બપોરે ૧ કલાકે

(3:55 PM IST)