તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિજનો માટે શ્રી વિશ્વકર્મા કપ રાત્રી પ્રકાશ ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટ : ૪૬ ટીમો ભાગ લેશે : સાંજે ઉદ્ઘાટન
માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા.૫ એપ્રિલ સુધી આયોજન : બહારગામથી આવેલા ખેલાડીઓ માટે રહેવા જમવાની સુવિધા : બે લેડીઝ અને એક બાળકોની ટીમ ભાગ લેશેઃ દરરોજ ઇનામોની વણઝાર

રાજકોટ : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા.૨૬-૦૩ થી તા.૦૫-૦૪ દરમિયાન પાંચમી રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના ‘‘શ્રી વિશ્વકર્મા કપ ૨૦૨૬''નું આયોજન રાજકોટ શહેરના રેસકોર્ષ ખાતે આવેલ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ધમાકેદાર રીતે કરવામાં આવનાર છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ રસિકભાઇ બદ્રકિયા (મો.૯૨૨૭૬ ૧૨૦૭૩), ઉપપ્રમુખ હર્ષદભાઇ બકરાણીયા અને રાજકોટ શહેરમાં ગુર્જર સુતાર જ્ઞાતિ માટે વર્ષોથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતાં જયંતિભાઇ તલસાણીયા, વિનયભાઇ તલસાણીયા, કેતનભાઇ એમ.મહિધરિયા તેમજ પ્રજેશભાઇ છનીયારા જોડાયા હોવાનું નણાવાયું છે.
આ ટુર્નામેન્ટનું આજે તા.૨૬ ને ગુરૂવાર સાંજે ૬:૩૦ કલાકે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઇ દવે, પોરબંદરના ઉદ્યોગપતિ કેતનભાઇ ગજ્જર, વિજયભાઇ ધ્રાંગધરીયા, પરેશભાઇ ડોડીયા, જીગરભાઇ મેવાડા ડીવાયએસપી એબીસી રાજકોટ, દેવાંગભાઇ માંકડ પ્રમુખ પંચનાથ મંદિર, સમરભાઇ મહીધરીયા રણજી ટ્રોફી ખેલાડી, વિપુલભાઇ, સોમેશભાઇ દ્વારા કરવામાં આવશે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાજકોટ, અમદાવાદ, જામનગર, મોરબી, પોરબંદર, જુનાગઢ અને મુંબઇ સહિત કુલ ૪૬ ટીમો ભાગ લેનાર છે. જેમાં બે મહિલા ટીમ પણ આ ટુર્નામેંટમાં રમવાની છે. આ ટુર્નામેંટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમો મુજબ રમાડવામાં આવનાર છે. આ ટુર્નામેંટ નોકઆઉટના ધોરણે રમાડવામાં આવશે.
તમામ ટીમો વચ્ચે તા.૨૬-૦૩ થી તા. ૦૨-૦૪ દરમિયાન લીગ મેચ તા.૦૩-૦૪ના રોજ કવાર્ટર ફાઇનલ રમાડવામાં આવશે અને તા.૦૪-૦૪ બે સેમી ફાનલ અને તા.૦૫-૦૪ના રોજ ફાઇનલ મેચ રમાડવામાં આવશે. સાથે સાથે દરરોજ મેચ રમનાર ટિમ માટે ભોજન અને બહાર ગામની ટીમો માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. ટુર્નામેન્ટોનો સમય દરરોજ સાંજે ૫ વાગ્યાથી રાત્રીના ૧૨ સુધીનો રહેશે.
ટુર્નામેનટ ભાગલેશ્વર તમામ ટીમને ટ્રોફી, ઉપરાંત ફાઇનલ વિજેતા ટીમ, ફાઇનલ રનર્સઅપ ટીમ, મેન ઓફ ધ સીરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, બેસ્ટ સિકસર, બેસ્ટ ફોર અને બેસ્ટ ફિલ્ડર ખેલાડી દરેકને શિલ્ડ વિગેરે અનેક ઇનામો આપી બિરદાવવામાં આવશે.
આ ટુર્નામેન્ટ નિહાળવા માટે રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપના મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ,પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ ડેપયુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ ભાજણ પૂર્વ ઉપાધ્યક્ષ ભરતભાઇ બોધરા,શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઇ દોશી, શહેર પૂર્વ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન જગમીનભાઇ ઠાકર, પૂર્વ સ્ટેન્ડિ઼ગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, નગર પ્રથમિક શિક્ષણ સમિતિ પૂર્વ ચેરમેન વિક્રમભાઇ પુજારા, ઓબીસી એક્ટીવીટી સમિતિ પ્રમુખ નીલેશભાઇ જલુ ઉપસ્થિત રહેશે.
મેદાનમાં મેચ જોવા માટે આવેલા દર્શકો લાઇવ સ્કોર મોટા ટીવી સ્ક્રીન પર નિહાળી શકશે. જ્ઞાતિજનોને ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા નિમંત્રણ પાઠવાયું છે.
આયોજનને સફળ બનાવવા શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનાં પ્રમુખ રસિકભાઇ ડી. બદ્રકીયાના માર્ગદર્શન હેઠળ હર્ષદભાઇ બકરાણીયા(ઉપપ્રમુખ), પ્રદિપભાઇ કે. કરગથરા (મંત્રી), મીતેશભાઇ ધ્રાગધરિયા (ખજાનચી), કિશોરભાઇ બકરાણીયા (સહમંત્રી), તેમજ મુકેશભાઇ આર. વડગામા, ઉપાધ્યક્ષ, જગદીશભાઇ સોંડાગર, ટ્રસ્ટી દિનેશભાઇ એન. ખંભાયતા, વિનયભાઇ એમ. તલસાણીયા, મુકેશભાઇ કે. ભાડેશીયા તથા કારોબારી સભ્યો અરવિંદભાઇ બી. ત્રેટીયા, કિશોરભાઇ એમ. અંબસણા, દિલીપભાઇ બી. પંચાસરા, શાંતિલાલ ડી. સાંકડેચા, હરિભાઇ કે. સીનરોજા, જનકભાઇ એન. વડગામા, કિશોરભાઇ આર. બોરાણીયા, કેતનભાઇ એમ. મહિધરિયા, ઘનશ્યામભાઇ જે. દુદકીયા, પ્રકાશભાઇ દુદકીયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ગુ.સુ.જ્ઞા. પ્રમુખ રસીકભાઇ બદ્રકિયા, અધડીયા મુકેશભાઇ આર. વડગામા, ઉપ. પ્રમુખ હર્ષદભાઇ બકરાણીયા, કારોબારીસભ્ય કેતનભાઇ મહીધરીયા અને પ્રજેશભાઇ છનિયારા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:29 PM IST)










