તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th March 2026
રાજકોટ રામમય : રામનવમી નિમિતે વાજતે ગાજતે શોભાયાત્રા : માર્ગો પર ઠેરઠેર સ્વાગત

રાજકોટ : આજે ચૈત્રી નોમના ભગવાન શ્રી રામના જન્મોત્સવની રાજકોટમાં ઉમંગભેર ઉજવણી કરાઇ હતી. રામનવમી નિમિતે શહેરભરના મંદિરોમાં આજે અનેરા શણગાર સાથે આરતી પૂજનના કાર્યક્રમો સવારથી ચાલી રહ્યા છે. બપોરે મધ્યાહને અવધપતિના અવતરણના વધામણા કરવા વિશેષ આરતી પૂજન કરવામાં આવ્યા હતા. ભાવિકોને પંજરીના પ્રસાદનું વિતરણ થયેલ. દરમિયાન ભગવાન શ્રી૨ામના પ્રાગટયને વધાવવા વિશ્વ હિન્દુ ૫૨િષદ દ્વારા રાધેશ્યામ ગૌશાળાના સહયોગથી ભવ્ય દર્શનીય શોભાયાત્રાનું આયોજન ક૨વામાં આવેલ. જેનો સવારે નાણાવટી ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડથી પ્રારંભ કરાવાયો હતો. આ શોભાયાત્રામાં સૌ પ્રથમ ટ્રેકટરમાં સુશોભિત ફલોટમાં ભગવાન શ્રી રામની વિશાળ મુર્તિને બિરાજમાન કરવામાં આવી હતી. બાદમાં ધર્મધ્વજ, સંગીતની સુ૨ાવલી વહાવતું બેન્ડ, ફલોટસ, બાઈક સવા૨ યુવાનો, ડી.જે., અને અન્ય વાહનો જોડાયા હતા. ખાસ કરીને ડમરૂ સાથે બાળદોસ્તો, વિશાળ શિવલીંગ, ભગવાન શ્રી નૃસિંહઅવતારની મુર્તિ, શ્રી અંબે માતાજીની મુર્તિના ફલોટે આકાર્ષણ જમાવ્યુ હતુ. વિવિધ વિસ્તારોમાં ફરી આ શોભાયાત્રા સતયુગશ્રી ૨ામજી ભગવાન મંદિ૨, ગોંડલ રોડ ખાતે સમાપન પામી હતી. જય જય શ્રીરામના નારાથી માર્ગો ગજાવી દેવાયા હતા. ભગવાન શ્રીરામની વિશાળ કદની પ્રતિમા તેમજ હનુમાનજીની વેશભુષામાં જોડાયેલ જીવંત પાત્રોએ અનેરૂ આકર્ષણ જમાવ્યુ હતુ. માર્ગોમાં આ શોભાયાત્રાનું ઠેરઠેર ભાવભીનું સ્વાગત થયેલ. તસ્વીરમાં શ્રીરામલલ્લાનો મુખ્ય રથ તેમજ વિવિધ સુશોભિત ફલોટ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:07 PM IST)










