<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

રવિવારે સપ્‍તરંગી સરગમઃ ડાન્‍સ સાથેનો રોયલ એકેડેમી ઈન્‍ડિયાનો પ્રથમ કાર્યક્રમ

રાજકોટઃ સંગીત ક્ષેત્રે ઉભરતા નવા કલાકારો આગળ લઇ આવવા માટે ખૂબ જ પ્રોત્‍સાહિત કરીને રોયલ એકેડેમી ઈન્‍ડિયા અનોખી ભૂમિકા ભજવી રહ્યું છે. આગામી તા.૨૯ને રવિવારે સાંજે ૮:૧૫ કલાકે, અરવિંદ મણિઆર હોલ, જ્‍યુબેલી ગાર્ડન, ખાતે એક કરાઓકે તેમજ ડાન્‍સ, ગરબા રાસનો એક અનોખો કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે.

૫૫૫ ઉપરાંત સિંગર્સ મેમ્‍બરો ધરાવતું આ ગ્રુપ નવા ગાયકોને પ્રોત્‍સાહન અને સંગીત પ્રેમીઓનું એક માત્ર નોન-કોમર્શીયલ આદર્શ ગ્રુપ રોયલ એકેડેમી ઈન્‍ડિયાના આગામી તા.૨૯ ને રવિવારે કરાઓકે તેમજ ડાન્‍સ, ગરબા રાસનો એક અનોખો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. શ્રી ચંદ્રકાંત શેઠ અને સમગ્ર રોલ એકેડેમી ઈન્‍ડિયા દ્વારા આમંત્રણ અપાયું છે.

કાર્યક્રમના ગાયકો આ મુજબ છે. ડાયરેક્‍ટર સોનલબેન શાહ, ડાયરેક્‍ટર નયનાબેન મોદી, ડાયરેક્‍ટર અલ્‍કાબેન શેઠ, ડાયરેક્‍ટર ફાલ્‍ગુનીબેન મહેતા, ડાયરેક્‍ટર સોનલબેન ચાવડા, ડાયરેક્‍ટર એંજલબેન ગાંધી, એન્‍કર જે.કે. જોષી, સમીરભાઈ શાહ, મહેશભા ચાવડા, ચંદ્રેશભાઈ કોઠારી, ડો.કિશોરભાઈ રાઠોડ, યજ્ઞેશભાઈ પાનેરી, જવાહરભાઈ રાયચંદાણી, અતુલભાઈ મહેતા, જયેશભાઈ દવે, શક્‍તિદાન ગઢવસ, સહજનભાઈ પંડયા, કિરીટભાઈ વ્‍યાસ, હેમાબેન ગાંધી, કૈલાશબેન ગાંધી, પ્રીતિબેન ભટ્ટ, જાનવીબેન રાવલ, પૂનમબેન સોની, અર્ચનાબેન ઠક્કર, વૈશાલીબેન ઠક્કર, પ્રજ્ઞાબેન પીલોજપરા, ગાર્ગીબેન રાવલ, જેવા સિંગર્સ તેમજ રિધ્‍ધિબેન બાવીસી, વિધિબેન મહેતા, જાનવીબેન રાવલ, અર્ચનાબેન ઠક્કર, પલ્લવીબેન ગોહેલ, વૈશાલીબેન ઠક્કર, ખુશ્‍બુબેન ઝાટકીયા, વિસુબેન રાવલ, નિધિબેન ગોહેલ, ગૃસ્‍મિતાબેન ગોહેલ, જીલબેન ઝાટકીયા, દિયાબેન શુક્‍લા, જેવા સભ્‍યો વિશિષ્‍ટ પ્રકારના ડાન્‍સ અને ગરબામાં ભાગ લેશે અને નવા જુના ગીતો કાર્યક્રમનો ડાન્‍સીંગ કનસેપ્‍ટ ડાયરેક્‍ટર, નયનાબેન મોદીએ આપેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:08 PM IST)