News of Thursday, 26th March 2026
રૈયા ગામથી સ્માર્ટ સીટીનો રોડ પહોળો કરવા કાર્યવાહી : ટ્રાફીક સમસ્યામાંથી મુકિત
નવા ૧પ૦ ફુટ રીંગ રોડ તથા જામનગર રોડ જંકશન પર એન્ટ્રી પોલ બનાવાશે

રાજકોટ, તા., ર૬: મહાનગરપાલિકા દ્વારા શહેરના વેસ્ટ ઝોનમાં બીજા ૧૫૦ ફૂટ રિંગ રોડ તથા જામનગર રોડ જંક્શન પર ભવ્ય એન્ટ્રી વોલ સાથે બ્યુટીફીકેશનની કામગીરી અને રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના ૪૫ મીટરનો ડી.પી. રોડ વિકસાવવાનું કામ હાથ ધરવામાં આવેલ છે.
જામનગર રોડ અને બીજા ૧૫૦ ફૂટ રિંગ રોડના જંકશન એટલે કે રાજકોટ શહેરના એન્ટ્રી પોઈન્ટનું સૌંદર્યીકરણ કરવા માટે રૂ. ૩.૭૧ કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેમાં રસ્તાના કોર્નર પર બંને તરફ ૧૧૩ રનિંગ મીટર લંબાઈની દીવાલ બનાવવામાં આવશે. આ એન્ટ્રી પોઈન્ટ ખાતે એક સર્કલનું પણ નિર્માણ કરવામાં આવશે.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧ માં રૈયા ગામથી સ્માર્ટ સિટી સુધીના ૧૩૦૦ મીટર લંબાઈના અને ૪૫.૦૦ મી. પહોળાઈ ધરાવતા ડી.પી. રોડને ડેવલોપ કરવાનું કામ પણ હાથ ધરવામાં આવેલ છે. આ કામ માટે અંદાજે રૂ. ૧૭ કરોડનો ખર્ચ થશે.
(3:08 PM IST)










