<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

સોપાન હિલ સોસાયટીમાં કાલથી શ્રીમદ્દ ભાગવત કથા

હર્ષદભાઇ દવે કથાનું રસપાન કરાવશે : મહા પ્રભુજીની ૮૪ બેઠક, કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, રાસલીલા, શ્રીનાથજીની ઝાંખી, હનુમાનજી પાઠ, રામધુન, લોકડાયરો

રાજકોટ : શહેરમાં રૈયા ધાર વિસ્‍તારમાં સોપાન હિલ સોસાયટીમાં વસતા ૩૩૦થી વધુ ફલેટ ધારકોના પરિવાર દ્વારા વિશ્વ કલ્‍યાણાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન તા. ર૭.૦૩ થી તા. ૦ર.૦૪ સુધી કરવામાં આવેલ છે. વ્‍યાસપીઠ પર વક્‍તા શ્રી હર્ષદભાઇ દવે (ચીતલવાળા) હાલ રાજકોટ (મો. નં. ૯૯૧૩૩૦૦૯૪૮) બીરાજી સાંજે ૪ થી ૭ સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે.

આ ભાગવત સપ્‍તાહ સાથે મહાપ્રભુજીની ૮૪ બેઠકનું આયોજન તથા ગીરીરાજ દર્શનનું આયોજન તથા ગૌચરણ સેવા, માખણ ચોર લીલા, રાસ લીલા, કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, રૂક્ષ્મણી વિવાહ, છપ્‍પન ભોગ વિગેરે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

કથા દરમ્‍યાન દરરોજ રાત્રીના શ્રીનાથજીની ઝાંખી, હનુમાનજી પાઠ, રામધૂન, લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાયા છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સોપાન હિલ પરિવારના સભ્‍યો પ્રશાંતભાઇ માખેચા, યોગેશભાઇ ગોધાણી, રવિરાજભાઇ રામાવત, હાર્દિકભાઇ હાથી, નિકુંજભાઇ વિઠ્ઠલાણી, અશોકભાઇ જોબનપુત્રા, સચિનભાઇ હાથી, મનહરભાઇ પટેલ તથા સોપાન હિલ પરિવારજનો જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) 

(3:09 PM IST)