<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

મવડીમાં સરકારી જમીન પચાવી પાડનાર ‘સીટી લાઈટ પાર્ટી પ્‍લોટ'ના સંચાલક સામે લેન્‍ડ ગ્રેબિંગ હેઠળ ગુનો

કરોડોની સરકારી જમીન પર ગેરકાયદે કબ્‍જો જમાવી વ્‍યાવસાયિક ઉપયોગ કરનાર ગોરધનભાઇ મેઘાણી વિરૂધ્‍ધ કલેક્‍ટરના આદેશથી લાલ આંખઃ દક્ષિણ મામલતદાર રાજેન્‍દ્રસિંહ સરવૈયાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૬: શહેરના મવડી વિસ્‍તારમાં આવેલી અતિ કિંમતી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબ્‍જો કરી, ત્‍યાં વ્‍યાવસાયિક હેતુ માટે પાર્ટી પ્‍લોટ ચલાવનારા શખ્‍સ વિરૂધ્‍ધ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર દક્ષિણ મામલતદાર કચેરીના નાયબ મામલતદારની ફરિાયદ પરથી ં સીટી લાઈટ પાર્ટી પ્‍લોટના સંચાલક વિરૂધ્‍ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ ૨૦૨૦ હેઠળ ગુનો દાખલ થયો છે.

આ બનાવમાં તાલુકા પોલીસે પી.ડી. માલવીયા કોલેજ પાસે આવેલી રાજકોટ શહેર દક્ષિણ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં મામલતદાર રાજેન્‍દ્રસિંહ કનકસિંહ સરવૈયા ફરિયાદી બન્‍યા છે. ફરિયાદની વિગતો મુજબ રાજકોટના મવડી વિસ્‍તારમાં આવેલા રેવન્‍યુ સર્વે નંબર ૧૯૪ પૈકીની સરકારી ખરાબાની જમીનની જાળવણી કરવાની જવાબદારી સરકારી તંત્રની છે. આ જમીન પર સીટી લાઈટ પાર્ટી પ્‍લોટના સંચાલક ગોરધનભાઈ ઉકાભાઈ મેઘાણી દ્વારા અનધિકળત રીતે કબ્‍જો કરવામાં આવ્‍યો હતો. આરોપીએ આ સરકારી જમીન પર ફોલ્‍ડિંગ દીવાલ, ઓફિસ રૂમ, પાણીનો મોટો ટાંકો અને ઇલેક્‍ટ્રિક રૂમ બનાવીને સંપૂર્ણ સુવિધાયુક્‍ત પાર્ટી પ્‍લોટ અને ર્પાકિંગ ઊભું કરી દીધું હતું. આ સ્‍થળનો ઉપયોગ લગ્ન પ્રસંગો અને અન્‍ય વ્‍યાવસાયિક પ્રવળત્તિઓ માટે કરીને સરકારી મિલકતનો દુરૂપયોગ કરવામાં આવતો હતો.

આ મામલે અગાઉ તત્‍કાલીન મામલતદાર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ ૬૧ હેઠળ દબાણ કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો. ગત તારીખ ૨૫/૦૯/૨૦૨૪ની મુદત દરમિયાન આરોપીના પુત્ર હિતેશભાઈ મેઘાણીએ સ્‍વેચ્‍છાએ આ દબાણ દૂર કરવાની લેખિત ખાતરી આપી હતી. પરંતુ ત્‍યારબાદ ઓક્‍ટોબર ૨૦૨૪માં તલાટીના અહેવાલ મુજબ જાણવા મળ્‍યું હતું કે સંચાલકોએ માત્ર પヘમિ દિશાની ફેન્‍સિંગ દૂર કરી હતી, જ્‍યારે બાકીનું તમામ પાકું બાંધકામ અને પાર્ટી પ્‍લોટનો ઉપયોગ ચાલુ રાખ્‍યો હતો. તંત્ર દ્વારા જાન્‍યુઆરી ૨૦૨૫ થી જાન્‍યુઆરી ૨૦૨૬ સુધીમાં કલમ ૨૦૨ હેઠળ કુલ પાંચ વખત નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં આરોપીએ કબ્‍જો છોડ્‍યો નહોતો.

આખરે ફેબ્રુઆરી ૨૦૨૬માં પ્રાંત અધિકારી (રાજકોટ શહેર-૧) દ્વારા જિલ્લા કલેક્‍ટરને આ અંગેનો વિગતવાર અહેવાલ સોંપવામાં આવ્‍યો હતો. કલેક્‍ટર કચેરીની લેન્‍ડ ગ્રેબિંગ શાખા દ્વારા આ મામલો જિલ્લા કક્ષાની કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્‍યો હતો. કમિટીના જનરલ રજિસ્‍ટર નંબર ૪૯/૨૦૨૬ હેઠળ થયેલા નિર્ણય મુજબ, આરોપી ગોરધનભાઈ મેઘાણી વિરૂધ્‍ધ લેન્‍ડ ગ્રેબિંગ એક્‍ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવાનો સર્વાનુમતે આદેશ આપવામાં આવ્‍યો હતો.

રાજકોટ જિલ્લા કલેક્‍ટર દ્વારા મળેલી લેખિત સત્તાના આધારે નાયબ મામલતદારે નોંધાવેલી આ ફરિયાદ સાથે કુલ ૧ થી ૯૩ પાનાના દસ્‍તાવેજી પુરાવાઓ પણ પોલીસને સોંપવામાં આવ્‍યા છે. જેમાં પંચનામા, માપણી સીટ, નોટિસો અને અગાઉના અહેવાલોનો સમાવેશ થાય છે. હાલ રાજકોટ તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તાલુકા પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પીઆઇ એમ. જે. હુણ દ્વારા વધુ તપાસ શરૂ થઇ છે. 

(3:27 PM IST)