<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

બે રિક્ષામાં બીયરના જથ્‍થા સાથે વિજય અને સગીરને ડીસીબીની ટીમે દબોચ્‍યા

ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશન, લક્ષ્મીનગર અન્‍ડર બ્રીજ પાસે દરોડા : બંનેને આશિષ ઉર્ફે પ્રિયેશ ઉર્ફે બેટરીએ જથ્‍થો આપ્‍યાનું ખુલતાં બે ગુના દાખલ કરાયા

રાજકોટ તા. ૨૬: વિદેશી દારૂના બે દરોડામાં ડીસીબીની ટીમે જથ્‍થો કબ્‍જે લીધો હતો. લક્ષ્મીનગર અન્‍ડર બ્રીજ પાસેથી એક શખ્‍સને રિક્ષામાં બીયરના ૩૬ ટીન સાથે પકડી લેવાયો હતો. જ્‍યારે  બીજા દરોડામાં ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશનના ગેઇટ પાસેથી એક સગીરને પણ બીયરના ૩૬ ટીન સાથે પકડી લેવાયો હતો. બંને દરોડામાં સપ્‍લાયર તરીકે નામચીનની છાપ ધરાવતાં આશીષ બેટરીનું નામ ખુલ્‍યું હતું.

ડીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી બાતમી પરથી ભક્‍તિનગર સ્‍ટેશન પ્‍લોટથી લક્ષ્મીનગર તરફ જતાં અન્‍ડર બ્રીજ પાસે વોચ રાખી જીજે૦૩બીએક્‍સ-૪૦૨૨ નંબરની રિક્ષા આંતરી લીધી હતી. તેમાં તપાસ કરતાં રૂા. ૭૯૨૦ના બીયરના ૩૬ ટીન મળતાં રિક્ષાચાલક વિજય ભીખુભાઇ સોલંકી (રહે. માલધારી સોસાયટી)ની ધરપકડ કરી બીયર-રિક્ષા મળી ૧,૦૭,૯૨૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

આવી જ રીતે અન્‍ય દરોડો ભક્‍તિનગર રેલ્‍વે સ્‍ટેશનના ગેઇટ પાસે પાડી રિક્ષા નં. જીજે૦૩બીએક્‍સ-૮૦૪૦ને આંતરી લીધી હતી. જેમાં એક સગીર હોઇ રિક્ષાની તલાસી લેતાં અંદરથી રૂા. ૭૯૨૦ના ૩૬ બીયરના ટીન મળી આવ્‍યા હતાં. તેની સામે પણ ગુનો દાખલ કરાયો હતો. રિક્ષામાં બીયર સાથે ઝડપાયેલા વિજય અને સગીર બંનેએ આ બીયરનો જથ્‍થો આશિષ ઉર્ફે પ્રિયેશ ઉર્ફે બેટરી અરવિદંભાઇ સોલંકી (રહે. કેવલમ્‌ પાસે આવાસ યોજના ક્‍વાર્ટર)એ આપ્‍યાનું કબુલતાં બંને ગુનામાં તેની શોધખોળ થઇ રહી છે. પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએસઆઇ અમિતભાઇ અગ્રાવત, હેડકોન્‍સ. ધારાભાઇ વાનરીયા, જયરાજસિંહ કોટીલા, દિપકભાઇ ચોૈહાણ સહિતે આ કામગીરી કરી હતી. 

(3:51 PM IST)