News of Friday, 27th March 2026
ઉનાનો ભાવેશ રાજકોટ ખાતે અગ્નિવીરની ભરતીની દોડમાં પડી જતાં પગ ભાંગી ગયો
વાંસોજનો વીસ વર્ષિય યુવાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળઃ છેલ્લું રાઉન્ડ દોડતો હતો ત્યારે બનાવ

રાજકોટ તા. ૨૭: ફોૈજમાં અગ્નિવીરની ભરતી હાલ રાજકોટ રેસકોર્ષ ખાતે ચાલી રહી છે. આ ભરતીમાં સામેલ થયેલો ઉના પંથકનો ૨૦ વર્ષનો યુવાન રાતે ૧૬૦૦ મીટરની દોડ લગાવી રહ્યો હતો ત્યારે ચોથા રાઉન્ડમાં એકાએક પડી જતાં ડાબો પગ ભાંગી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ ઉનાના વાંસોજ ગામે રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો ભાવેશ રમેશભાઇ કોટડીયા (ઉ.વ.૨૦) અગ્નિવીરની ભરતીની દોડની પરિક્ષા આપવા રાજકોટ આવ્યો હોઇ ગત રાતે બારેક વાગ્યે રેસકોર્ષ ખાતે તે દોડની પરિક્ષા આપતો હતો તે વખતે ચોથા રાઉન્ડમાં અચાનક જ તેના પગમાં દુઃખાવો ચાલુ થઇ જતાં એકાએક પડી ગયો હતો. ડાબા પગમાં આ કારણે ફ્રેકચર થઇ જતાં તુરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં નોંધ કરાવી હતી.ભાવેશ એક બહેનથી નાનો છે. તેના પિતા કડીયા કામ કરે છે. અગાઉ ભાવેશ કોન્સ્ટેબલની દોડની પરિક્ષા પાસ કરી ચુક્યો હતો.
(11:14 AM IST)










