News of Friday, 27th March 2026
આખરે ધન્ય ઘડી આવી પહોંચીઃ પવિત્ર ભાગવત કથાનો પ્રારંભ
પૂ.જીજ્ઞેશદાદાને સાંભળવા આજથી રાત્રે ૮ વાગ્યે રેસકોર્ષ ખાતે ભાવિકો ઉમટી પડશે : આજે સાંજે ૪:૩૦ વાગ્યે જાગનાથ મહાદેવ મંદિરેથી નિકળનાર ભવ્ય-દિવ્ય પોથીયાત્રા બાદ સાંજે સાત વાગ્યે વિધિવત દીપ પ્રાગટયઃ શ્રીમદ ભાગવત મોક્ષગાથા મારફત કૃષ્ણભકિતનો દરીયો ઘૂઘવશે : શહેરના મુખ્ય વિસ્તારોમાંથી ભાવિકોને કથાસ્થળ રેસકોર્ષ સુધી પહોંચવા વિનામુલ્યે બસ સેવા ઉપલબ્ધ : રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર તથા મુખ્ય મનોરથીઓ રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્ખર અને સુધીરભાઇ દુબલ સહિતના મનોરથીઓ દ્વારા પવિત્ર ભાગવત સપ્તાહનો લાભ લેવા જાહેર નિમંત્રણ

પૂ.જીજ્ઞેશદાદાના વ્યાસાસને યોજાનાર પવિત્ર ભાગવત સપ્તાહના આગલા દિવસે રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે રાધે રાધે અને તથાસ્તુ પરિવારના તમામ સભ્યો અને સમગ્ર મેનેજમેન્ટ- ઓર્ગેનાઇઝીંગ કમિટી અને સભ્યોનો ઉત્સાહ આસમાને પહોંચ્યો હતો જે વિશાળ સંખ્યાની હાજરીરૂપે તસ્વીરમાં જોઇ શકાય છે. આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો.પુરૂષોતમભાઇ પીપરીયા, સમાજ શ્રેષ્ઠીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, ડો.નિશાંતભાઇ ચોટાઇ, છબીલભાઇ પોબારૂ, શ્રીમતિ રીટાબેન કોટક, નિલેશભાઇ ચંદારાણા, ધવલભાઇ ખખ્ખર, સોનલબેન સોમૈયા, કલ્પેશભાઇ ગણાત્રા સહિતના સેંકડો મહાનુભાવો, સભ્ય ભાઇઓ- બહેનો કથાસ્થળ રેસકોર્ષ ખાતે દ્રશ્યમાન થાય છે.
રાજકોટ, તા.૨૭: રાજકોટ સહિત સમગ્ર સોૈરાષ્ટ્ર માટે આખરે ધન્ય ઘડી આવી પહોંચી છે. સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથતસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીજ્ઞેશદાદાના વ્યાસાસને યોજાનાર પવિત્ર ભાગવત કથાનો વિધિવત પ્રારંભ આજે સાંજે સાત વાગ્યે રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટખાતે થઇ રહયો છે. આજે સાંજે ૪:૩૦ વાગ્યે શ્રી જાગનાથ મહાદેવ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતેથી નિકળનાર ભવ્ય-દિવ્ય પોથીયાત્રા બાદ રેસકોર્ષ મેદાન ખાતે શ્રીમદ્ ભાગવત મોક્ષગાથા મારફત કૃષ્ણભકિતનો દરીયો ઘૂઘવશે.
આજ તા. ૨૭ માર્ચથી ૨ એપ્રિલ,૨૦૨૬ ગુરૂવાર સુધી રોજ રાત્રે ૮ થી ૧૧ વાગ્યા દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ભાવિકોનો ભારે ધસારો રહેશે. દરરોજ સાંજે ૬ વાગ્યા થી ૮ વાગ્યા સુધી સુપ્રસિધ્ધ કલાકારો-વકતાઓના સંગાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો(શ્રીનાથજી કીર્તન, હાસ્યરસ, મોટીવેશનલ, સ્પીચ, શ્રી રામધૂન, સત્સંગ સંધ્યા, લોકસંગીત)ની પણ વણઝાર રાખવામાં આવી છે.
સર્વત્ર રાધે રાધેનો નાદ સતત ગૂંજતો રહેશે. ભાઇઓ-બહેનોને પવિત્ર ભાગવત સપ્તાહમાં ઉમટી પડવા સમગ્ર રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર તથા મુખ્ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ (પ્રભુગ્રૂપ), મનિષભાઇ માદેકા (રોલેક્ષ રીંગ્સ લી., હિરેનભાઇ ખખ્ખર (ફર્ન હોટલ, દ્વારકા તથા રાજસન્સ એક્ષ્પોર્ટ) સુધીરભાઇ દુબલ (હાથી મસાલા) સહિતના મનોરથીઓએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
રાજકોટના વિવિધ મુખ્ય વિસ્તારોમાંથી ભાવિકો કથા સ્થળ રેસકોર્ષ સુધી પહોંચી શકે તે માટે દરરોજ સાંજે સાત વાગ્યે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી વિનામૂલ્યે બસ સેવા પુરી પાડવામાં આવશે. વિવિધ વિસ્તારો જોઇએ તો સ્પીડવેલ ચોક, સ્વામી નારાયણ ચોક, ડી-માર્ટ કુવાડવા રોડ, ભકિતનગર સર્કલ, આકાશવાણી ચોક, મવડી ચોકડી, જલીયાણ ચોક, રેલનગર ખાતેથી રોજ સાંજે સાત વાગ્યે ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલની બસ કથા સ્થળ રેસકોર્ષ જવા માટે વિનામૂલ્યે મળશે તેવું યાદીમાં જણાવાયું છે.
પવિત્ર ભાગવત કથાના ભવ્ય દિવ્ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા મુખ્ય મનોરથીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, મનિષભાઇ માદેકા, હિરેનભાઇ ખખ્ખર અને સુધીરભાઇ દુબલ સહિત ડો. પુરૂષોતમભાઇ પીપરીયા, એભલભાઇ જલુ, સંદિપભાઇ છોટાળા, અવધેશભાઇ કાનગડ, વિવેકભાઇ કાનગડ, મેહુલકુમાર પરડવા, ભોવાનભાઇ રંગાણી, હરીશકુમાર પાંડે, હરીશભાઇ લાખાણી, મુકેશભાઇ પાબારી, ઘુષાભાઇ ધ્રાંગા, નિપુણભાઇ દોશી, ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રીમતી રીટાબેન કોટક, ધવલભાઇ કારીયા, ભાર્ગવભાઇ ઠાકર, નિલેશભાઇ ચંદારાણા, ધવલભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર, હિતેનભાઇ પારેખ દક્ષિણી, કલ્પેશભાઇ બગડાઇ, શુભમભાઇ રઘુરા, અલ્કાબેન પટેલ, શ્રી આદિત્ય ઝાલા, દર્શીતભાઇ જીવરાજાની, ભાવેશભાઇ રૂપારેલીયા, જીજ્ઞેશભાઇ ભૂપતાણી, હિતેષભાઇ અનડકટ, નિરવભાઇ રાયચુરા, રવિન્દ્રભાઇ માણેક, મિહિરભાઇ સોલંકી, સોનલબેન સોમૈયા, ભારતીબેન જાની, મયુરભાઇ નથવાણી, જયેશભાઇ કકકડ, કપિલભાઇ ગણાત્રા, ભાવિકભાઇ જોષી, ભાવિકભાઇ એરડા, સહિતના ટીમ મેમ્બર્સ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
(11:38 AM IST)










