તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 27th March 2026
નાના મવા શ્યામનગરમાં ૩૯ વર્ષના જતીનભાઇનું હૃદય બેસી જતાં મૃત્યુ
મોડી રાતે સારવાર માટે ખસેડાયા પણ દમ તોડી દીધો

રાજકોટ તા. ૨૭: હૃદય રોગના હુમલાથી વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે. નાના મવા રોડ શ્યામનગરમાં રહેતાં ઓગણચાલીસ વર્ષના યુવાન ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ શ્યામનગરમાં રહેતાં જતીનભાઇ નારણભાઇ ઝાપડીયા (ઉ.વ.૩૯) રાતે બે વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. મૃતક જતીનભાઇ બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં.
(4:04 PM IST)










