<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

સર્વર ડાઉન : મનપાની ઓનલાઈન સેવાઓ ઠપ્‍પ : અરજદારો હેરાન પરેશાન

જન્‍મ-મરણ, વેરા અને સ્‍પોર્ટ્‍સ રજીસ્‍ટ્રેશન સહિતની તમામ કામગીરી સવારથી અટકી : કચેરીઓમાં લાઈનોઃ અરજદારોમાં રોષ

 

રાજકોટ, તા. ૨૭:  મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે શરૂ કરાયેલી વિવિધ ઓનલાઈન સેવાઓ આજે સવારથી સર્વર ડાઉન થતાં અચાનક બંધ થઈ જતાં શહેરભરના અરજદારોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો. જન્‍મ-મરણ નોંધણી, મિલકત વેરા, લગ્ન નોંધણી તેમજ સ્‍પોર્ટ ઓથોરિટીની પ્રવળત્તિઓ સહિતની તમામ ઓનલાઈન કામગીરી ઠપ્‍પ થઈ જતાં મનપા કચેરીઓએ અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. મનપા દ્વારા મોટાભાગની સેવાઓ ડિજિટલ બનાવવામાં આવી હોવા છતાં સરકારી પોર્ટલમાં અવારનવાર આવતી ખામીઓના કારણે લોકોને સુવિધા કરતાં અસુવિધા વધુ અનુભવાય રહી છે. ખાસ કરીને જન્‍મ-મરણ વિભાગમાં સવારથી આવેલા લોકો કામ ન થતાં પરેશાન થઈ ગયા હતા.

તાજેતરમાં સ્‍વિમિંગ પુલ, સ્‍નાનાગાર, એથ્‍લેટીક ટ્રેક અને વોલીબોલ સહિતની સ્‍પોર્ટ્‍સ સુવિધાઓ માટે ઓનલાઈન રજીસ્‍ટ્રેશન શરૂ કરાયું છે, પરંતુ સર્વર બંધ રહેતાં નોંધણી પ્રક્રિયા પણ અટકી ગઈ હતી, જેના કારણે અરજદારોમાં રોષ ફેલાયો હતો.

આ સાથે મિલકત વેરા વિભાગની ઓનલાઈન ચુકવણી પણ બંધ થઈ જતાં તંત્ર માટે આવકમાં ઘટાડાની શકયતા ભી થઈ છે. હાલ વ્‍યાજમાફી યોજનાનો લાભ લેવા માટે વર્ષ પૂર્ણ થવામાં થોડા જ દિવસ બાકી હોવાથી અનેક નાગરિકો વેરો ભરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

તંત્રના જણાવ્‍યા મુજબ ઉપરસ્‍તર પર પોર્ટલમાં તકનિકી ખામી સર્જાતા તમામ સેવાઓ બંધ થઈ ગઈ છે. કનેક્‍ટિવિટી પૂર્વવત થતાં જ તમામ ઓનલાઈન સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

(2:57 PM IST)