<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

બેસ્‍ટ ટૂર્સ એન્‍ડ ફોરેકસ પ્રા.લીની ભવ્‍ય નવી ઓફિસનું લોન્‍ચિંગ

૩૦ વર્ષનો વિકાસ હવે ગ્‍લોબલ સ્‍કેલ તરફ મજબુત પગલુ : ૫૦,૦૦૦+ ઇન્‍ટરનેશનલ ટૂર પ્રવાસીઓઃ ૮૦ લાખથી વધુ એર ટિકિટઃ ૭૫,૦૦૦+ વિઝા અનુભવ : આગામી ૧૦ વર્ષમાં ડબલ વૃદ્ધિનો સંકલ્‍પઃ ઉદ્‌ઘાટન સમારોહમાં મહાનુભાવો સહિત ૧૫૦૦ લોકો ઉપસ્‍થિત : કંપની હવે ગ્રુપ ટૂર્સ, FIT ટ્રાવેલ, B2B ટ્રાવેલ સોલ્‍યુશન્‍સ, એવિએશન સપોર્ટ, વિઝા સર્વિસીસ અને હોસ્‍પિટાલિટી જેવા વિવિધ ક્ષેત્રોમાં વિસ્‍તરણ માટે સક્રિય રીતે કાર્યરત છે.

રાજકોટ તા.૨૭: પ્રવાસ ઉદ્યોગમાં ત્રણ દાયકાથી વધુ સમયથી વિશ્વાસ અને પ્રતિષ્ઠાનું પ્રતિક બનેલી બેસ્‍ટ ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સએ હવે પોતાના વિકાસના નવા ચરણમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ શહેરમાં પોતાની નવી, વિશાળ અને આધુનિક ઓફિસનું ભવ્‍ય ઉદ્ધાટન કરીને ગ્‍લોબલ સ્‍કેલ પર વૃદ્ધિ માટેની પોતાની તૈયારીઓ જાહેર કરી છે.

નવી ઓફિસમાં આધુનિક ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, ડિજિટલ બુકિંગ સિસ્‍ટમ, પ્રીમિયમ ક્‍લાયન્‍ટ લાઉન્‍જ અને પર્સનલાઈઝ્‍ડ ટ્રાવેલ કન્‍સલ્‍ટેશન જેવી સુવિધાઓ સાથે ગ્રાહકોને વધુ ઝડપી અને ઉચ્‍ચ ગુણવત્તાની સેવા આપવા પર ભાર મુકાયો છે. આ પરિવર્તન માત્ર સ્‍થળાંતર નહીં, પરંતુ કંપનીના લાંબા ગાળાના વિઝનનું પ્રતિબિંબ છે.

મજબૂત ટ્રેક રેકોર્ડ અને વિશાળ અનુભવ

બેસ્‍ટ ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ અત્‍યાર સુધીમાં ૫૦,૦૦૦થી વધુ મુસાફરોને ઇન્‍ટરનેશનલ ગ્રુપ ટૂર્સ પર સેવા આપી ચૂકી છે ૩૦,૦૦૦થી વધુ પર્સનલાઈઝડ (FIT) ટ્રાવેલ પેકેજ સફળતાપૂર્વક મેનેજ કર્યા છે ૮૦ લાખથી વધુ એર ટિકિટ ઇશ્‍યુ કરી છે ૭૫,૦૦૦થી વધુ વિઝા એપ્‍લિકેશન્‍સમાં માર્ગદર્શન આપ્‍યું છે

આ આંકડાઓ કંપનીની વિશ્વસનીયતા અને ઓપરેશનલ ક્ષમતાને દર્શાવે છે.

ઉદઘાટન સમારંભે ભવ્‍ય હાજરી

નવી ઓફિસનું ઉદ્ધાટન શહેરના આગેવાનો જેમ કે MLA, શ્રી રમેશભાઈ તિલાળા, શ્રી ખોડલધામ અઘ્‍યક્ષ શ્રી નરેશભાઈ પટેલ, ભાજપ અગ્રણી શ્રી ડો. ભરતભાઈ બોઘરા સાહેબ, ક્રેડાઈ ગુજરાત પ્રમુખ શ્રી પરેશભાઈ ગજેરા, જાણીતા બિઝનેશમેન હરીશભાઈ લખાણી, શ્રી વીરાભાઇ હુંબલ, શ્રી સંજયભાઈ લુણાગરીયા, ડો. સુશીલભાઈ કારિયા અને કિરીટભાઈ કારિયા તથા બેસ્‍ટ ટૂર્સના ડિરેક્‍ટર્સના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું.

આ પ્રસંગે રાજકોટના અગ્રણી ઉદ્યોગકારો અને સામાજિક આગેવાનો જેમ કે મુકેશભાઈ શેઠ, સર્વાનંદભાઈ સોનવાણી, આશિષભાઈ શાહ, અમરભાઈ ભાલોડિયા, મિત્તલભાઈ ખેતાણી, વિજયભાઈ સખીયા, પુષ્‍કરભાઈ પટેલ,દેવાંગભાઈ માંકડ, વસંતભાઈ લીંબાસીયા, ધ્રુવભાઈ તથા ભરતભાઈ પટેલ, લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારુ,શ્રી કિશોરભાઈ કોટક, શ્રી હિરેનભાઈ ખાર સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ઉદ્ધાટન સમારંભમાં ૧૫૦૦થી વધુ મહેમાનોની હાજરીએ કાર્યક્રમને વિશેષ ભવ્‍યતા આપી હતી.

આગામી ૧૦ વર્ષ માટે આક્રમક વૃદ્ધિ યોજનાઓ

કંપનીના સંચાલકોએ જણાવ્‍યું હતું કે, ‘‘છેલ્‍લા ૩૦ વર્ષમાં મેળવેલો વિશ્વાસ અમારી સૌથી મોટી મૂડી છે. હવે અમે ડિજિટલ ટ્રાન્‍સફોર્મેશન, ગ્‍લોબલ પાર્ટનરશિપ્‍સ અને મલ્‍ટી-વર્ટિકલ ટૂરિઝમ મોડલ પર કામ કરી રહ્યા છીએ. આવનારા ૧૦ વર્ષમાં અમે અમારી હાલની સર્વિસ ક્ષમતાને ડબલ કરવાનો લક્ષ્યાંક રાખ્‍યો

રાજકોટથી રાષ્ટ્રીય અને ગ્‍લોબલ બ્રાન્‍ડ તરફ

નવી ઓફિસ સાથે બેસ્‍ટ ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ હવે માત્ર સ્‍થાનિક નહીં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે મજબૂત બ્રાન્‍ડ તરીકે ઉભરવાની દિશામાં આગળ વધી રહી છે. આધુનિક સુવિધાઓ, મજબૂત ટીમ અને સ્‍પષ્ટ વિઝન સાથે કંપની આગામી વર્ષોમાં ટૂરિઝમ ઉદ્યોગમાં મહત્‍વપૂર્ણ સ્‍થાન મેળવવા માટે પ્રતિબદ્ધ છે

આ પ્રંસગે ડાયરેક્‍ટર શ્રી દિપકભાઈ કારીઆ એ રાજકોટ ની પ્રવાસ પ્રિય જનતા તથા બહોળા ગ્રાહક પરિવારનો આભાર વ્‍યકત કરેલ છે તથા શ્રી વત્‍સલભાઈ એ જણાવેલ કે ગ્રાહકો નો અતૂટ વિશ્વાસ જ અમારો સફળતાનું રહસ્‍ય રહેવા પામેલ છે અને આવનાર વર્ષો માં પણ આ પ્રોટોકોલ જળવાઈ રહે તેનું સંપૂર્ણ ધ્‍યાન રાખવા માટે પ્રોફેશનલ ટીમ તથા ટેક્રોલોજી ના ઉપયોગનો સમન્‍વય પરિણામ દર્શક રહેશે. 

(3:17 PM IST)