News of Friday, 27th March 2026
શહેર ભાજપ દ્વારા રામનવમીની રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું

રાજકોટઃ રામનવમીના દિવસે શહેરમાં વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા રામનવમીની રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ શહેર ભાજપ દ્વારા રામનવમીની આ ભવ્ય અને દિવ્ય રથયાત્રા અને શોભાયાત્રાનું સ્વાગત બાલભવન પાસે, કિશાનપરા ચોક ખાતે કરવામાં આવેલ હતું. આ રથયાત્રાના સ્વાગત અને અભિવાદન ના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે, પ્રદેશ સહકોષાધ્યક્ષ અને રાજકોટ પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ડૉ. દેવાંગીબેન મૈયડ, પ્રદેશ કિશાન મોરચાના મંત્રી વિજયભાઈ કોરાટ, પૂર્વ મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, પૂર્વ મેયર નયનાબેન પેઢડીયા, ડૉ. પ્રદિપ ડવ, ડૉ. જૈમન ઉપાધ્યાય, શહેર ઉપપ્રમુખ મેહુલ નથવાણી, સોમાભાઈ ભાલીયા, શહેર મંત્રી કિશનભાઈ ટીલવા, ગેલાભાઈ રબારી, કોષાધ્યક્ષ મયુરભાઈ શાહ, કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા, પૂર્વ ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ દંડક નેતા મનીષ રાડીયા સહિત શહેર ભાજપ હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટરશ્રીઓ, શહેર ભાજપ મોરચાના પ્રમુખ, મહામંત્રી અને હોદેદારો, સેલના સંયોજક અને સહસંયોજકો સહિત તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ રથયાત્રામાં રામલલ્લાને ફુલહાર, પૂજન કરી આર્શીવાદ લીધા હતા. આ શોભાયાત્રામાં લીંબુ પાણી વિતરણની વ્યવસ્થામાં શહેર ભાજપ કાર્યાલય મંત્રી હિતેષ ઢોલરીયા, સહકાર્યાલય મંત્રી શૈલેષ દવે, કાર્યાલયના ચેતન રાવલ, નલહરી પંડિત, ભાવિન, અજય સહિતના જોડાયા હતા.
(3:31 PM IST)










