<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ધનરાજ ભાવનાણીએ આપઘાતના પ્રયાસનું નાટક કરી ખોટી રીતે સંડોવી દેવા પ્રયાસ કર્યાની રજૂઆત

સિંધી સમાજના બીપીન મોટવાણી સહિતની પોલીસ કમિશનરને અરજી

રાજકોટઃ જંકશન પ્‍લોટ ગાયકવાડીમાં રહેતાં અને ઇવેન્‍ટ, ડેકોરેશન, સાઉન્‍ડ સિસ્‍ટમનો ધંધો કરતાં  સિંધી યુવાન ધનરાજ વિનોદભાઇ ભાવનાણીએ રેલનગરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે દાખલ કરાયો હતો. તેણે ઓડિયો રેકોર્ડીંગ વહેતા મુકી સમાજના જ લોકો હેરાન કરતાં હોઇ પગલુ ભર્યાનો આક્ષેપ કરી હેરાન કરનારા લોકોના નામ પણ બોલ્‍યા હતાં. દરમિયાન આજે સિ઼ધી સમાજના બીપીનભાઇ મોટાવણી સહિતના લોકોએ પોલીસ કમિશનરશ્રીને લેખીત રજૂઆત કરી ધનરાજે ખોટી રીતે આક્ષેપો કર્યાની રજૂઆત કરી છે. ધનરાજે પોતાને તેમજ બીજા સમાજના લોકોને ખોટી રીતે બદનામ કરવા અને ખોટા ગુનામાં સંડોવી દેવા ઓડીયો ક્‍લીપ વહેતી કર્યાનું અને સ્‍યુસાઇડના પ્રયાસનું નાટક કર્યાનું રજૂઆતમાં જણાવાયું છે 

(3:41 PM IST)