<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

માધવપુર ઘેડમાં આજથી મેળોઃ પ્રાકૃતિક વૈભવ જોઈને કોઈનું પણ ‘મન મોર બની થનગનાટ કરવા લાગે..'

શ્રીરામ અને શ્રી કૃષ્‍ણ ભગવાનને સાંકળીને ઉજવાતો આ મેળો સનાતન ધર્મની આસ્‍થા, એકતા અને પરંપરાના પ્રતિક સમાન

રાજકોટ, તા.૨૭: પુરાણ કાળથી રામનવમી અને શ્રીકળષ્‍ણ-રુક્ષ્મણી  વિવાહ જેવા બબ્‍બે મહામૂલા આધ્‍યાત્‍મિક  અવસરોનેં મેળાના માધ્‍યમથી સાચવીને બેઠેલા માધવપુર ઘેડનોં પ્રાકળતિક વૈભવ જોઈને કોઈપણનું મન મોર બની થનગનાટ કરવા લાગે એવું કહીએ તો જરા પણ અતિશયોક્‍તિ નથી.

એક બાજુ અરબી સમુદ્રનોં ઘૂઘવતો દરિયો  તેમજ સહેલાણીઓનોં પ્રિય એવો રમણીય દરિયા કિનારો, તો બીજી બાજુ ભગવાન શ્રીકળષ્‍ણની જાન જ્‍યાં પરણવા માટે જાય છે તે મધુવનનોં સૌંદર્ય વૈભવ..!

એક વખતનું આખુંયે મધુવન હરિયાળાં વળક્ષો,પશુ પંખીઓ, ખેતરો, કોઈ મોટા તળાવ જેવી ડી ડી પથ્‍થરની ખાણો, કળષ્‍ણ-રૂક્ષ્મણી ની જેમ એકાકાર થઈ સાવ નજીક નજીક ઉભીનેં એકબીજીને ગળે મળતી ઊચી ઊચી નાળિયેરીઓ અને વનરાઈઓ, આસપાસનાં પ્રાચીન મંદિરો, અને શ્રી મહાપ્રભુજીની બેઠક, બેઠકજીનાં પટાંગણમાં આવેલો વર્ષો પુરાણો પવિત્ર કળષ્‍ણકુંડ, નજીકમાં જ ખડખડ  વહેતી મધુવંતી નદી, દરિયા સાથેનું તેનું પવિત્ર સંગમ સ્‍થાન અને મનનેં ઠારે તેવો શ્રી કળષ્‍ણ રૂક્ષ્મણીજીનો અદભુત પ્રભાવ આજે પણ એ જગ્‍યામાં અખંડ અને અવિરત વહે છે. આવી આ પવિત્ર અને ભગવાન શ્રીકળષ્‍ણનાં અદભુત  પ્રભાવવાળી  જગ્‍યામાં સેંકડો વર્ષોથી ચૈત્ર મહિનાની રામનવમીથી તેરસ સુધી ઐતિહાસિક અને ભાતીગળ મેળો યોજાય છે.

ભારતીય સંસ્‍કળતિમાં સદીઓથી યોજાતા મેળાઓ માત્ર મનોરંજન ખાતર જ યોજવામાં આવે છે એવું નથી. પરંતુ આ મેળાઓ અહીંના લોકોની આધ્‍યાત્‍મિક આસ્‍થા અને જીવન પરંપરાઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા છે.

ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકળષ્‍ણ હિંદુ ધર્મના આરાધ્‍ય દેવ ગણાય છે. ત્‍યારે આ બંને દેવોને સાંકળીને ઉજવાતો માધવપુરનો આ મેળો સનાતન ધર્મની આસ્‍થા એકતા અને પરંપરાનાં પ્રતિક સમાન છે.

ભગવાન શ્રીરામનાં જન્‍મદિવસની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ, તે જ દિવસથી શરૂ થતો આ મેળો ભગવાન શ્રીકળષ્‍ણ અને રૂક્ષ્મણીજીનાં લગ્નની ઝાંખી કરાવે છે. શ્રી કળષ્‍ણ અને દેવી રૂક્ષમણીનાં પવિત્ર લગ્નના બંધનનાં સાક્ષી રહેલા આ સ્‍થળે મેળા દરમિયાન લાખોની સંખ્‍યામાં એકઠા થતા યાત્રિકો ધન્‍યતા અનુભવે છે. રામનવમીનાં પાવન પર્વના દિવસે અહીંના માધવરાયના મંદિરે ભગવાન શ્રીકળષ્‍ણનાં લગ્નનો મંડપ રોપાય છે.

સેંકડો વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ આ વર્ષે પણ ૪ માર્ચ ૨૦૨૬નાં રોજ દરિયાકાંઠે આવેલા માધવરાયજીના મંદિરે ધામધૂમથી શ્રી કળષ્‍ણ અને દેવી રુક્ષ્મણીજીનાં લગ્ન વિવાહની કંકોત્રી લખવામાં આવી હતી.અને ૨૭ માર્ચથી ૩૧ માર્ચ સુધી ભવ્‍ય લગ્ન સમારોહ યોજવામાં આવશે. ધામધૂમ સાથે ઉજવાનાર આ સમારોહમાં ભગવાનનું ફુલેકુ, કડછા સમુદાયના ઘોડેસ્‍વારો સાથેનું ભવ્‍ય સામૈયુ, ભગવાનનો દોડતા રથસાથે દોટ મૂકતા જાનૈયાઓ, ચોરીના ચાર ફેરા, મોસાળ પક્ષનું મામેરુ તેમજ ચૈત્ર સુદ તેરસના દિવસે અપાતી જાનની વિદાય જેવા પ્રસંગો જોવા માટે લાખો યાત્રિકો ઉમટી પડે છે.

રુક્ષ્મણીજી સાથે કળષ્‍ણનો મિલાપ એ પヘમિ અને ઉત્તર પૂર્વના રાજ્‍યના લોકોને જોડતો અનોખો પ્રસંગ છે. રાષ્‍ટ્રીય કક્ષાનો આ મેળો અરુણાચલ પ્રદેશની મીસમી જનજાતિના લોકોને ગુજરાત સાથે જોડે છે. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીનાં આગ્રહ અને ગુજરાત સરકારનાં આમંત્રણથી ઉત્તર પૂર્વ ભારતનાં રાજ્‍યોનાં ૧૬૦૦ થી વધુ કલાકારો પોતાનાં અવનવા કરતબો, પોતાની પ્રાદેશિક કલા સંસ્‍કળતિ અને પરંપરઓનું અહીં આવીને પ્રદર્શન કરે છે.

ભગવાન શ્રીકળષ્‍ણ તથા લક્ષ્મીજીનાં વિવાહ સંબંધિત ઇતિહાસ પણ ખૂબ રોચક છે. હાલમાં અરુણાચલ પ્રદેશ તરીકે ઓળખાતા પહાડી પ્રદેશમાં પૌરાણિક સમયમાં ભીસ્‍મક નામનો રાજા હતો. તેનાં છ સંતાનો પૈકી એક પુત્રી  રુક્‍મિણી શ્રી કળષ્‍ણનાં પરાક્રમો અને લીલાઓથી આકર્ષાઈને શ્રીકળષ્‍ણ સાથે વિવાહ કરવા ઈચ્‍છતા હતાં. પરંતુ તેનો મોટો ભાઈ રુકમી પોતાની બહેનનાં લગ્ન શિશુપાલ સાથે કરવા ઈચ્‍છતો હતો. ત્‍યાર પછી શ્રી કળષ્‍ણએ રુકમણીની ઈચ્‍છાથી તેના અપહરણની યોજના બનાવી અને યોજના મુજબ કુન્‍દનપુરથી રુકમિણીનું અપહરણ કરી દ્વારિકા તરફ ભાગ્‍યા. આ વાતની જાણ તેનાં ભાઈ રૂકમીનેં થતાં તે શિશુપાલ, જરાસંઘ, પોંદ્રક વગેરે સાથે મોટું સૈન્‍ય લઈ શ્રીકળષ્‍ણની પાછળ પડ્‍યા. પરંતુ બલરામજી તથા યદુવંશી સૈન્‍ય કળષ્‍ણની મદદે આવ્‍યું અને શિશુપાલની સેનાને વચ્‍ચે આંત્રીને પરાષ્‍ત કરી દીધી. પરંતુ રુકમીનોં કળષ્‍ણ સાથે ભેટો થઈ જતા બંને વચ્‍ચે ભીસણ યુદ્ધ થયું જેમાં રૂકમી પરાસ્‍ત થયો. ત્‍યારબાદ રુકમીણીની વિનંતીથી શ્રીકળષ્‍ણએ રુકમીનું અર્ધ મુંડન કરી જીવતો જવા દીધો. અને માધવપુર આવી રુક્ષ્મણીજી સાથે લગ્ન કર્યા હતાં. 

: સંકલન :

કિશોર નથવાણી

(3:45 PM IST)