<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

વિનોદનગરના જાવીદભાઇ ખલીફાને વ્‍યાજ માટે સતત ધમકી-ગાળોઃ કાર પડાવી લેવાઇ

ત્રણ વર્ષ પહેલા પૈસાની ખેંચ હોઇ પરિચીત મહિલા ઇશાબેન મારફત મોરબીની કિરણબેન પાસેથી કટકે કટકે ૨.૬૦ લાખ લઇ તેની સામે ૩.૧૦ લાખ ચુકવી દીધા છતાં ઉઘરાણીઃ મોરબીની કિરણબેન અને વનરાજ નામના શખ્‍સ સામે ભક્‍તિનગર પોલીસમાં ગુનો

રાજકોટ તા. ૨૭: શહેરના હુડકો ચોકડી પાસે રહેતા અને ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાન વ્‍યાજખોરીમાં ફસાઇ જતાં પોલીસની મદદ લીધી છે. મોરબીની મહિલા સહિત બે જણા સામે આ મામલે ગુનો દાખલ થયો છ.ે

ભક્‍તિનગર પોલીસે આ બનાવ અંગે કોઠારીયા રોડ હુડકો ચોકડી પાસે વિનોદનગર ક્‍વાર્ટર બ્‍લોક નં. ૧ ક્‍વાર્ટર નં. ૧૯૭૭માં રહેતાં જાવીદભાઈ મજીદભાઈ સાંજી (ઉ.વ.૪૦) નામના યુવાનની ફરિયાદ પરથી મોરબીની કીરટબેન અને રાજકોટના વનરાજ વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ ગુનોન નોંધ્‍યો છે. આ યુવાનને ઉંચા વ્‍યાજે નાણાં દીધા બાદ વ્‍યાજ વસુલી તેની મોંઘીદાટ કાર પણ પડાવી લીધી હતી અને હજુ પણ વધુ વ્‍યાજન માટે સતત ધમકી અપાતી હોવાનો આરોપ મુકાયો છે.

જાવીદભાઇ પરિવાર સાથે રહે છે અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે.  ફરિયાદની વિગત મુજબ ત્રણ વર્ષ પહેલાં જાવીદભાઈને આર્થિક ભીંસ હોવાથી તેમણે પરિચિત ઈશા નામની મહિલા મારફતે મોરબી ખાતે રહેતા કિરણબેનનો સંપર્ક કર્યો હતો. કિરણબેને ટુકડે-ટુકડે ગુગલ-પે  મારફતે કુલ રૂ. ૨,૭૦,૦૦૦ની રકમ વ્‍યાજે આપી હતી. જેનું ૩ ટકા લેખે માસિક વ્‍યાજ નક્કી કરવામાં આવ્‍યું હતું.

ફરિયાદમાં જાવીદભાઇએ આગળ જણાવ્‍યું છે કે તેમણે અત્‍યાર સુધીમાં વ્‍યાજ પેટે અંદાજે રૂ. ૨,૮૦,૮૦૦  ગુગલ-પે દ્વારા અને રૂ. ૩૦,૦૦૦ રોકડા ચૂકવી દીધા છે. આ રીતે મુળ મુદ્દલ કરતા પણ વધુ રકમ વ્‍યાજમાં ભરી દીધી છે. તેમ છતાં બે માસ પહેલાં વ્‍યાજ ન ભરી શકતા કિરણબેનના સબંધી અભયભાઈ ઘરે આવીને જાવીદભાઈની કાર જીજે૦૩સીઇ-૧૯૦૭ પણ વ્‍યાજ પેટે લઈ ગયા હતા.ગાડી અને લાખો રૂપિયા ચૂકવવા છતાં છેલ્લા ૨૦ દિવસથી કિરણબેન અને તેનો કોઇ પરિચીત વનરાજભાઈ ફોન કરી પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે. તેઓ જાહીદભાઈ અને ઈશાને ફોન પર ગંદી ગાળો આપી ૅપૈસા નહીં આપો તો જાનથી મારી નાખીશુંૅ તેવી ધમકીઓ આપી માનસિક ત્રાસ આપી રહ્યા છે. તેમ વધુમાં ફરિયાદમાં જણાવતાં એએસઆઇ હરસુરભાઇ કે. ડાંગરે વધુ તપાસ શરૂ કરી છે. 

(3:49 PM IST)