<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

UCC કાયદો લાગુ કરવા બદલ ભૂપેન્‍દ્રભાઈ અને હર્ષભાઈનો આભાર માનતા દર્શિતાબેન

રાજકોટ : ગુજરાત રાજયના  મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્રારા ગુજરાત વિધાનસભામાં UCC બીલ પાસ કરવામાં આવેલ છે. આ અંગે રાજકોટ-૬૯ના મહિલા ધારાસભ્‍ય ડો.દર્શીતાબેન શાહે જણાવેલ કે, ભારતમાં UCC બીલ પાસ કરનાર ગુજરાત બીજું રાજય બનેલ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્રારા મહિલાઓને સમાનતા આપવા નું આ અભૂતપૂર્વ બીલ વિધાનસભામાં પાસ કરવામાં આવેલ છે. લગ્ન, છુટાછેડા, ભરણપોષણ, વારસો અને લીવ ઇન સબંધ જેવા વિષયો માટે વિવિધ વ્‍યક્‍તિગત કાયદા હવે સર્વને એક સરખા લાગુ પડશે.

તેમજ આ કાનુનથી ધાર્મિક વિધિઓ અને પરંપરામાં કોઈ હસ્‍તક્ષેપ કરવામાં આવેલ નથી. આ કાનુનથી જુદાજુદા પંદર ફેરફારથી મહિલાઓને કાયદાકીય રક્ષણ મળશે. જેમાં ફરજીયાત લગ્ન નોંધણી, બાળ લગ્ન પર કડકાઈ, બહુ પત્‍નીત્‍વ પર પ્રતિબંધ, નકલી લગ્નો પર નિયત્રંણ, લીવ ઇન ને કાયદાકીય દરરજો, સબંધ તુટવા પર સુરક્ષા, સમાન છુટાછેડાનો કાયદો, સમાન ભરણપોષણ, મનસ્‍વી છુટાછેડા પર પ્રતિબંધ, કસ્‍ટડીમાં મહિલાના અધિકાર, પત્‍નીના મિલકત અધિકાર, વિના વસિયત પર અધિકાર અને ધાર્મિક ભેદભાવ દુર થશે મહિલાઓ વધુને વધુ સુરક્ષિત થશે.

ભારતમાં UCC બીલ પાસ કરનાર ગુજરાત બીજું રાજય બનેલ છે. જે બદલ  ભુપેન્‍દ્રભાઈ પટેલ તથા નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી સહીત તમામનો આભાર માન્‍યો છે.

 

(3:50 PM IST)