News of Saturday, 28th March 2026
સીંગતેલ ડબ્બાનો ભાવ ૩૦૧૫ રૂા.
સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૦ રૂા.નો ઉછાળોઃ મોંઘવારીમાં પીસાતી પ્રજાને વધુ એક ફટકો

રાજકોટ, તા., ૨૮ : ચાલુ વર્ષે મગફળીનો મબલખ ઉત્પાદન થતા સીંગતેલના ભાવો આસમાને પહોંચ્યા છે. આજે વધુ ૧૦ રૂપીયાનો ઉછાળો થતા સીંગતેલ ડબ્બાનો ભાવ ૩૦૧૫ રૂા. થઇ ગયો હતો. સ્થાનીક બજારમાં આયાતી તેલોની પડતરો ઉંચી રહેતા સીંગતેલમાં આજે વધુ ૧૦ રૂા.નો ભાવવધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ ૧૭૪૦ રૂા. હતા તે વધીને ૧૭પ૦ રૂા. થઇ ગયા છે. સીંગતેલ નવા ટીનના ભાવ ૨૯૫૫ થી ૩૦૦પ રૂા. હતા તે વધીને ર૯૬પ થી ૩૦૧પ રૂા. થયા છે. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ ૧૦ રૂા.નો ભાવવધારો થતા કપાસીયા ટીનના ભાવ ર૪૮૦ થી રપ૧૦ રૂા. હતા તે વધીને ર૪૯૦ થી રપર૦ રૂા. થયા છે. મગફળીનું પુષ્કળ ઉત્પાદન થતા યુધ્ધના કારણે આયાતી તેલોની પડતર ઉંચી રહેતા ખાદ્યતેલના ભાવો સળગતા મોંઘવારીમાં પિસાતી પ્રજાને વધુ એક ફટકો પડયો છે.
(2:43 PM IST)










