<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

દૂકાન પાસે અપશબ્દો બોલવાની ના પાડતાં મનોજભાઇ પર લાલાનો હુમલો

થોરાળા અવધ પાર્કમાં બનાવઃ છરી ઝીંકી ઇંટના ઘા કરી ઇજા પહોîચાડીઃ કરિયાણાના વેપારી સારવાર માટે દાખલ

રાજકોટ તા. ૨૯ઃ નવા થોરાળા અવધ પાર્કમાં રહેતાં મનોજભાઇ નાનજીભાઇ રાઠોડ (ઉ.વ.૩૫) નામના યુવાનને ઘર પાસે હતો ત્યારે ગોતમ ઉર્ફે લાલા નામના શખ્સે અને અજાણ્યાઍ ઝઘડો કરી છરી, ઇંટથી ઇજા પહોîચાડતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી. મનોજભાઇ કરીયાણાની દુકાન ચલાવે છે. સંતાનમાં બે દિકરા છે. પોતે ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાના છે. તેના કહેવા મુજબ લાલાને દૂકાન પાસે ગાળો બોલવાની ના પાડતાં તેણે ખાર રાખી ઝઘડો કરી હુમલો કર્યો હતો. 

(3:07 PM IST)