News of Saturday, 28th March 2026
જંગલેશ્વરના રસ્તાઓની થશે કાયાકલ્પ : કામનો પ્રારંભ
મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રીના હસ્તે રૂા. ૭પ૧.૧૯ કરોડના ૪પ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા : ૬ કરોડના ખર્ચે ૪ મહિનામાં ૧પ મી.નો ટી.પી. રોડ ડેવલોપ કરાશે : ૧૮.પ૮ કરોડના ખર્ચે લાલપરી સુવિધાજનક બનશે : ભૂપેન્દ્રભાઇના હસ્તે રાજકોટને કરોડોની ભેટ

રાજકોટ તા.૨૮: શહેરના સર્વાંગી અને સુસંગત વિકાસને વધુ વેગ આપવા મહાનગરપાલિકા દ્વારા આજે બપોરે ૦૩ કલાકે, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ, રાજકોટ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયેલ. શહેરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી વ્યવસ્થાપન મજબૂત બનાવવા, ડ્રેનેજ સુવિધા વિસ્તળત કરવા, માર્ગ અને પ્રકાશ વ્યવસ્થા સુધારવા તેમજ નાગરિક સુવિધાઓ વધારવા માટે કુલ રૂ. ૭૫૧.૧૯ કરોડના ૪૫ વિવિધ પ્રકલ્પોનો સમાવેશ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા પૂર્ણ થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ તથા નવા વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો અમલમાં આવતા શહેરના અનેક વિસ્તારોમાં સુવિધાઓનો વ્યાપ વધશે અને નાગરિકોને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ બનશે.
ઉપરાંત જંગલેશ્વરમાં ટી.પી. રોડની કાયકલ્પ કરી પહોળા કરવા ૬ કરોડના ખર્ચ કરાશે. જેનુ કામ ૪ મહિનામાં પૂર્ણ થશે. સાથે લાલપરી તળાવ વિકસાવવા માટે રૂ.૧૬ કરોડથી વધુના કામનું પણ ભુપેન્દ્રભાઇના હસ્તે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતું.
લોકાર્પણ થનાર પ્રોજેકટો
મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા કુલ રૂ.૨૦૭.૩૧ કરોડના પ મહત્વપૂર્ણ આવાસ, પાણી અને સુએજ વ્યવસ્થાપન સંબંધિત પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રકલ્પો શહેરમાં વધતી વસ્તી અને વિસ્તરતા વિસ્તારમાં આધુનિક સુએજ ટ્રીટમેન્ટ અને પાણી સંગ્રહ સુવિધા મજબુત બનાવશે.
આજે મુખ્યમંત્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજના - ૧.૦ અંતર્ગત પોપટપરા વિસ્તારમાં EWS-II પ્રકારના ૧૦૧૦ આવાસો, રૈયાધાર હયાત ૫૬ MLD STP પાસે ૨૩ MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના તથા તેના ૫(પાંચ) વર્ષના કમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનું કામ, ઘંટેશ્વર વિસ્તાર માટે ૧૫ MLD ક્ષમતાનો નવો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના તથા તેના ૫(પાંચ) વર્ષના કમ્પ્રેહેન્સિવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનું કામ. ઘંટેશ્વર વિસ્તાર માટે સીવેજ પમ્પીંગ સ્ટેશન-૧ અને સીવેજ પમ્પીંગ સ્ટેશન-૨ બનાવવાનું, રાઈઝીંગ મેઈન પાઈપલાઈન નાખવાનું, પમ્પીંગ મશીનરી SITC તથા પમ્પીંગ સ્ટેશનના બે વર્ષ માટે કોમ્પ્રીહેન્સીવ ઓપરેશન એન્ડ મેન્ટેનન્સના કામ. રેલનગર હેડવર્કસ ખાતે ૧૩૯ લાખ લીટરનો જી.એસ.આર. બનશે.
આ કામોના ખાતમુહૂર્ત થયા
મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નવા વિકાસકાર્યો હાથ ધરવા માટે કુલ રૂ. ૫૪૩.૮૯ કરોંડના ૪૦ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પો વિવિધ વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા - વેસ્ટ ઝોન હેઠળનાં વોર્ડ નં.-૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨માં ડીઝાઇન રોડ તથા કાર્પેટ/રી-કાર્પેટ કરવાનું કામ, ન્યારી-૧ ડેમ આધારિત ૧૫૦ એમ.એલ.ડી. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ઇનટેક વેલથી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી ૧૪૦૦ mm ડાયા.ની એમ.એસ રાઇઝિંગ મેઇન લાઇન નાખવાનું કામ, વોર્ડ નં.૧૫ માં આજીડેમ ટ્રાફીક પોલીસ સ્ટેશનની પાછળના પ્લોટમાં ફાયર સ્ટેશન બનવવાનું કામ, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં વોર્ડ નં. ૪ માં ટી.પી. સ્કીમ નં. ૧૨ માં ૫૦ ડી-માર્ટ રોડ પર આવેલ એફ.પી.-૮૫ પ્લોટમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ડેવલપ કરવાનું કામ, વોર્ડ નં.૦૩ માં જ્યુબેલી શાકમાર્કેટ નવીનીકરણ કરવાનુ કામ, વોર્ડ નં.-૮માં લક્ષ્મીનગર પી.જી.વી.સી.એલ. ઓફિસ સામે વેજીટેબલ માર્કેટ બનાવવાનું કામ, વોર્ડ નં.-૧માં રૈયા ગામ થી સ્માર્ટ સીટી સુધીનો ડી.પી. રોડ ડેવલપ કરવાનું કામ, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ લાલપરી તળાવનું ડેવલોપમેન્ટ તથા બ્યુટીફીકેશન કરવાનું કામ, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪ માં નાકરાવાડી ગાર્બેજ સ્ટેશનમાં ઈન્ટરનલ રોડ ડેવલપ કરવાનું કામ (ટેન્ડર આઈ.ડી. ૨૩૯૭૯૧)
વોર્ડ નં.૧૫માં નેશનલ હાઇવે પર આવેલ શ્રી હરી ઇન્ડ. (સંસ્કાર GIDC) તેમજ ૮૦ ફૂટ મેઈન રોડ પર આવેલ આજી જી. આઈ.ડી. સી. ના રસ્તાને ડામર કાર્પેટ કરવાનું કામ (ટેન્ડર આઈ.ડી. નં. :- ૨૫૧૯૭૭ )
વોર્ડ નં.૦૭ માં સેન્ટ્રલ ઝોન બિલ્ડીંગ કચેરીમાં કનક રોડ સાઇડે આવેલ જુનાં ફાયર સ્ટેશનનું બિલ્ડીંગ દૂર કરી નવું બનાવવાનું કામ.
વોર્ડ નં. ૧ માં નવા ભળેલા ઘંટેશ્વર વિસ્તારમાં પાઇપલાઈન વિહોણા વિસ્તારોમાં ડી.આઈ. પાઇપલાઈન નાખવાનું કામ
વોર્ડ નં.-૧૨માં વાવડી-ગાતમબુધ્ધનગર પાણીનાં ટાંકાની સામેનાં (ઉતર-દક્ષિણ તથા પૂર્વ-પヘમિ તરફનાં) ૧૫.૦૦ મી. ટી.પી. રોડને ડામર કરવાનું કામ.
જંગલેશ્વર વિસ્તારમાં ટી.પી. રોડ ડેવલપ કરવાનું કામ.
વોર્ડ નં.-૧૨માં વગડ ચોક થી સર્વોદય સ્કુલવાળા ૨૪.૦૦ મી. ટી.પી. રોડને ડેવલપ કરવાનું કામ.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪ માં આવેલ રાજલક્ષ્મી મેઈન રોડ પર બ્રીજ બનાવવાનું કામ (ટેન્ડર આઈ.ડી. ૨૪૨૪૭૪)
વોર્ડ નં.-૧માં ટી.પી.૨૨-રૈયાના એફ.પી.નં.૩૧/બી માં દ્વારકેશ પાર્ક પાસેના પ્લોટમાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ. (ટેન્ડર આઇ.ડી.નં.-૨૪૩૧૯૨)
લાલ બહાદુર પમ્પીંગ સ્ટેશન પરની પમ્પીંગ મશીનરીનું ૨ વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓ. એન્ડ એમ.સાથે ઓગમેન્ટેશન કરવાનું કામ.
વોર્ડ નં.૦૩ માં નવા ભળેલા વિસ્તારમાં આવેલ મનહરપુર વિસ્તારમાં નવું આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ)
વોર્ડ નં.-૧માં એસ.આર.પી. કેમ્પસની સ્કુલ માટે ૬-રૂમ અને મધ્યાહન ભોજન માટે ઇમારત બનાવવાનું કામ.
કોઠારીયા હુડકો હેડ વર્કસ ખાતે હયાત જી.એસ.આર. દુર કરી નવો ૩ એમ.એલ.નો જી.એસ.આર. બનાવવાનું કામ.
વોર્ડ નં.-૧૧માં આવેલ મોટામવા એનીમલ હોસ્ટેલ પાસે એનીમલ હોસ્પીટલ બનાવવાનું કામ.
બજરંગવાડી પમ્પીંગ સ્ટેશન પરની પમ્પીંગ મશીનરીનું ૨ વર્ષના કોમ્પ્રીહેન્સીવ ઓ. એન્ડ એમ. સાથે ઓગમેન્ટેશન કરવાનું કામ.
વોર્ડ નં.૧૫ માં અમુલ સર્કલ પાસે આવેલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હસ્તકના સ્ટોરમાં આર.સી.સી, શેડ અને પેવીંગ બ્લોક ફીટ કરવાનું કામ.
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના પૂર્વ ઝોન વિસ્તારમાં આવેલ વિવિધ વોર્ડમાં જુદી-જુદી જગ્યાએ આંગણવાડી બનાવવાનું કામ.
ઘંટેશ્વર ફિલ્ટર પ્લાન્ટથી સૈનિક સોસાયટી બસ સ્ટોપ સુધી અને રાજકોટ-જામનગર હાઇવે સર્વિસ રોડ થી ૧૫૦ ફુટ રિંગ રોડ સુધી ૫૦૮ મીમી MS 3LPE પાઇપલાઇન નાખવાનું કામ.
રાજકોટ મહાનગર પાલિકા-ઇસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં. ૬ કે.એસ.ડીઝલ્સ પાસે ગાર્બેજ સ્ટેશનમાં રીટેઇનીંગ વોલ, ટ્રીમીક્ષ તથા લેન્ડસ્કેપિંગ કરવાનું કામ.
વોર્ડ નં.૧૪ માં કેનાલ રોડથી હુશેની ચોક વાળા રોડ સુધી બોકસ ગટર રીપેરીંગ કરવાનું તથા હાથીખાના -૧૬ આંગણવાડી પાસે સીસી. કરવાનું કામ.
વોર્ડ નં. ૧૬ માં વર્ષ ૨૦૨૫-૨૬ તથા ૨૦૨૬-૨૭ માટે જુદા જુદા વિસ્તારોમાં રસ્તાના સાઈડ શોલ્ડર તથા અન્ય જગ્યાઓ પર સી.સી. પ્રીકાસ્ટ પેવીંગ બ્લોક ફીટ કરવાનું કામ.
વોર્ડ નંબર ૧૧ તથા ૧૨ માં આવેલ અલગ અલગ ૦૩ રોડ ઉપર ૦૫ વર્ષ ના કોમ્પ્રિહેન્સીવ 0 & M સાથે નવા સેન્ટર ડિવાઇડરમાં સેન્ટર LED લાઈટીંગ કામ.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૧૬ માં જંગલેશ્વર મેઈન રોડ પર શાળા નં.૭૦ પાસે વોંકળા પર સ્લેબ કલવર્ટ બનાવવાનું કામ.
વોર્ડ નં.-૧૧માં વગડ ચોક થી ટીલાળા ચોક સુધી સેન્ટ્રલ લાઇન ડીવાઇડર બનાવવાનું કામ.
વોર્ડ નં.૧માં નાણાંવટી ચોકમાં નવી વોર્ડ ઓફિસ બનાવવાનું કામ.
વોર્ડ નં. ૧૭ માં જીવરાજ હોસ્પિટલથી અમરનાથ મહાદેવ મંદિર સુધી ગાયત્રીનગર મેઇન રોડ પર બ્યુટીફીકેશન અંતર્ગત બંને બાજુ સાઇડ સોલ્ડર તથા ફૂટપાથ બનાવવાનું કામ.
વોર્ડ નં.૭ માં ભીલવાસમાં રોકડીયા હનુમાન મંદિરથી ઇગલ પંપ પાછળનાં વિસ્તારમાં સ્ટોર્મ વોટર પાઇપ લાઇન નાંખવાનું કામ.
વોર્ડ નં.૧૩ માં અંબાજી કડવા પ્લોટમાં આવેલ શાળા નં.૬૯ નાં ગ્રાઉન્ડમાં બાસ્કેટ બોલ કોર્ટ બનાવવાનું કામ.
વોર્ડ નં.૧૪ માં શેઠ હાઇસ્કુલ ગ્રાઉન્ડમાં વોકીંગ ટ્રેક બનાવવાનું કામ.
વોર્ડ નં.૭ માં ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલ શાળા નં.૨૮ માં આંગણવાડી બનાવવાનું કામ.
રાજકોટ મહાનગર પાલિકા-ઇસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં. ૬ માં બેડીપરા સીતારામ રોડ પર બાકી રહેતા ભાગમાં સી.સી. રોડ કરવાનું કામ.
વોર્ડ નં.-૮માં ટી.પી.સ્કી.મ નં.-૧ (રાજકોટ), એફ.પી.નં.-૧૦૭૬/પૈકી, સોજીત્રાનગર વોર્ડ ઓફિસની સામે આવેલ આર.એમ.સી.નાં પ્લોટમાં ચાંપણીયાની દિવાલ બનાવવા સહિતના કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યકક્ષા મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, રાજકોટના સંસદસભ્ય પરસોત્તમભાઈ રૂપાલા, રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય શ્રીમતી ભાનુબેન બાબરીયાની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી
(3:33 PM IST)










