<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th March 2026

વીરહનુમંત ટાઉનશીપમાં ૭.૫૮ લાખનો પાણીવેરો : યોગ્‍ય કરવા રજુઆત

મ્‍યુ.કમીશનર સમક્ષ આવાસ યોજનાના રહેવાસીઓની માંગ

 

રાજકોટ : મહાનગરપાલિકાના મ્‍યુ. કમિશનર તુષાર સુમેરાને વીર હનુમંત ટાઉનશીપ પ્રધાનમંત્રી આવાસ યોજના કણકોટ રોડ ઓર્બીટ ગાર્ડીયન ની બાજુમાં સાનિધ્‍ય ગ્રીન એપાર્ટમેન્‍ટ ની સામે આવેલ આવાસ યોજનામાં આવેલા ૨૨૦ આવાસને પાણી બિલ રૂ.૭,૫૮,૦૦૦ જેવી તોતીંગ ની રકમ અંગેની રજૂઆત સાથે સાથે કોર્પોરેશન દ્વારા લગત અધિકારીઓને સૂચના આપવા તથા વિચારણા કરી યોગ્‍ય કાર્યવાહી કરવાની રજૂઆત ટાઉનશીપના પ્રમુખ પ્રવીણ કુમાર પ્રભુદાસ લાખાણી, વીર હનુમાન ટાઉનશિપમાં સેવા આપતા કાંતિભાઈ ટપુભાઈ ધંધુકિયા તથા મહિલા અગ્રણીઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી તસ્‍વીરમાં દેખાય છે.

 આ પ્રસંગે કમિશનર તરફથી હપ્તા કરી આપવા તેમજ લેણી રકમ સ્‍પષ્ટતા થયા પછી ભરી આપવા ખાતરી આપવામાં આવી હતી. સાથે પ્રમુખ તરફથી પાણીના મીટરોની માંગ કરવામાં આવી હતી.

(3:42 PM IST)