News of Saturday, 28th March 2026
મરચાના ભાવની તીખાશ વધી : તમતમાટી બોલાવતી કિંમત
કિંમતો લગભગ બમણા જેવી : માવઠા ભારે પડયા : નિકાસ અટકશે તો કિંમતો ગગડશે, ઉત્પાદન ઘણું ઓછું

રાજકોટ : હાલ મસાલાની સીઝન પુરબહારમાં ખીલી છે. રાજકોટમાં ઠેર-ઠેર મસાલા માર્કેટની રોનક છવાઇ ગઇ છે. મરચાના ઢગલા, જીરૂ, હળદર સહિત મસાલાની મહેક વાતાવરણમાં પ્રસરી ગઇ છે. રાજકોટમાં મવડી વિસ્તાર, રૈયા વિસ્તારમા, સામાકાંઠે તથા અનેક જગ્યાએ મસાલાઓ લેવા અને સીઝન મસાલા ભરવા લોકોમાં ઉત્સાહ વર્તાઇ રહ્યો છે. જો કે આ વર્ષે મરચાની તીખાસ આખું વર્ષ વધેલી રહેવાની છે કારણ ઇતિહાસમાં પ્રથમ દાખલો છે કે, મરચા આટલા મોંઘા થયા છે. કાશ્મીરી મરચું ૬૦૦ થી ૧રપ૦ રૂા. આ ઉપરાંત રેશમપટ્ટી, ડબલ પટ્ટો, ધોલર, બેડગી, કાશ્મીરી, તેજા મરચી, રેવા રેશમ પટ્ટો વગેરેના ભાવ કિલોએ રૂા. ૩૦૦ થી ૮૦૦ સુધીના બોલાય છે. એલપીજીએ ઘરના ચૂલા બંધ કરાવ્યા હવે મરચાના ભાવ વધારાની તીખાસ લોકોના પેટની સાથે ખીસ્સાને અસર કરશે તે નકકી. પ્રસ્તુત તસ્વીર મહાવીર મસાલા માર્કેટ નીલકંઠ સીનેમાની બાજુની છે.
ક્લિક - કહાની
તસ્વીર - અહેવાલ
અશોક બગથરીયા
(3:43 PM IST)










