હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં શ્રી હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન : શ્રી ચમત્કારિક ધામ ખાતે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોની વણઝાર
૨ એપ્રિલના રોજ મારુતિ યજ્ઞ, અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદ સહિતના આયોજનો વચ્ચે રકતદાન અને ચકલીના માળાના વિતરણ જેવી સેવાકીય પ્રવૃત્તિઓથી ગુંજી ઉઠશે કાલાવડ રોડ

રાજકોટ:સમગ્ર રાજકોટ શહેરમાં શ્રી હનુમાન જન્મોત્સવના પવિત્ર અવસરને વધાવવા માટે અનેરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાલાવડ રોડ પર આવેલા શ્રી ચમત્કારિક ધામ ચોક ખાતે ૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવારના રોજ શ્રી હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. શ્રી હનુમાનજી મંદિર સંચાલન સમિતિ દ્વારા આ દિવસે વહેલી સવારથી મોડી રાત સુધી ભક્તિમય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા:
ઉજવણીની શરૂઆત વહેલી સવારે ૬:૦૦ કલાકે મંગળા આરતીથી થશે. ત્યારબાદ સવારે ૭:૩૦ કલાકે વિશ્વશાંતિ અર્થે મારુતિ યજ્ઞ પ્રારંભ થશે. સવારે ૧૦:૩૦ કલાકે મયુરસિંહ એમ. જાડેજા (JMJ ગ્રુપ) તથા ચમત્કારિક હનુમાનજી મંદિર જીર્ણોદ્ધારના દાતાઓના હસ્તે ધ્વજારોહણ વિધિ સંપન્ન થશે. સાંજની વાત કરીએ તો ૫:૦૦ કલાકે અન્નકૂટ દર્શન યોજાશે. સાંજે ૭:૦૦ કલાકે શ્રી ચમત્કારિક હનુમાનજી યુવા ગ્રુપ દ્વારા ઢોલ-નગારાના તાલે ભવ્ય મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે અને ૭:૩૦ કલાકે ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. રાત્રે ૧૦:૩૦ કલાકે ભવ્ય આતશબાજી આકર્ષણનું કેન્દ્ર બનશે.
સેવાકીય પ્રવૃત્તિઓ અને ભક્તિ સંધ્યા:
ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે સમાજસેવાને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં:
* રામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે સવારે ૧૧:૦૦ કલાકે ચકલીના માળા તથા કુંડાનું નિ:શુલ્ક વિતરણ.
* કુમકુમ ગ્રુપ રાજકોટના સહયોગથી સાંજે ૬:૦૦ કલાકે તુલસીના રોપાનું વિતરણ.
* વેદાંત ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી ફ્રી નિદાન કેમ્પ.
* ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા સાંજે ભવ્ય સંત-કીર્તન અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે.
આયોજક અને પ્રેરણાદાયી ઉપસ્થિતિ:
આ સમગ્ર મહોત્સવનું સંચાલન પ્રમુખ ધર્મેન્દ્રભાઈ ભગત, કાર્યકારી પ્રમુખ ગીરીરાજસિંહ રાઠોડ (એડવોકેટ) અને કોર્પોરેટર નિરુભા વાઘેલા દ્વારા કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં નિવૃત આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એસ.બી. ગોહીલ, એસ.ડી. ઝાલા (PGVCL), હરખમસિંહ જાડેજા (મોટા મૌવા) અને શ્રી ચમત્કારિક હનુમાનજી મંદિરના પૂજારી ગીરીબાપુ વિશેષ ઉપસ્થિત રહી પ્રેરણા પુરી પાડશે. આ સાથે મહાબલી હનુમાનજી તથા વાનરસેના પણ વિશેષ આકર્ષણ જમાવશે.










