હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 29th March 2026
રાજકોટમાં મિશ્ર મિજાજ: ૩૪.૮ ડિગ્રી તાપમાન વચ્ચે વાદળછાયું આકાશ, પવનની લહેરોએ ગરમી પંપાળી
"બપોરે તદકો અને વાદળોની સંતાકૂકડી વચ્ચે ૧૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો, રાજકોટના તાપમાનમાં જોવા મળ્યો અજીબ વળાંક!"

રાજકોટ: રંગલુ રાજકોટ આજે અચાનક બદલાયેલા હવામાનના મિજાજનું સાક્ષી બન્યું હતું. આજે બપોરે ૨:૩૦ વાગ્યે શહેરનું મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય ગરમીનો અહેસાસ કરાવી રહ્યું હતું. જોકે, આકરા તડકાની વચ્ચે આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.
ભરબપોરે સૂર્યનારાયણ અને વાદળો વચ્ચે જાણે સંતાકૂકડી જામી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. આ દરમિયાન પ્રતિ કલાક ૧૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રાહત અનુભવાઈ હતી. એક તરફ વાદળોને કારણે બફારાનું પ્રમાણ વધ્યું હતું, તો બીજી તરફ ઠંડા પવનની લહેરોએ રાજકોટવાસીઓને મિશ્ર ઋતુનો અનુભવ કરાવ્યો હતો. હવામાનમાં આવેલા આ અચાનક બદલાવને પગલે શહેરીજનોમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે કે કેમ તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
(3:02 PM IST)










