<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

કુતિયાણાના ઇશ્વરીયાનો રીઢો શખ્‍સ હિતો રાજકોટમાં દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો

અટલ સરોવરથી રૈયાધાર તરફના રોડ પર કાર્યવાહી : ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, આર. એન. મિયાત્રા અને ટીમની કાર્યવાહીઃ ૧.૩૨ લાખનો દારૂ, ૫ લાખની કાર કબ્‍જે

રાજકોટઃ તા. ૩૦: દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસ સતત ધોંસ બોલાવી રહી છે. પરમ દિવસે ક્રાઇમ બ્રાંચ અને પીસીબીની ટીમોએ સતત ત્રણ દરોડા પાડી લાખોનો દેશી-વિદેશી દારૂ ઝડપી લીધો હતો. દરમિયાન એલસીબી ઝોન-૨ ટીમે અટલ સરોવર રોડ પરથી રૈયાધાર તરફના રસ્‍તેથી વિદેશી દારૂ ભરેલી સ્‍વીફટ કાર સાથે કુતીયાણા પંથકના શખ્‍સને પકડી લઇ કુલ રૂા. ૬.૩૨ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા એલસીબી ઝોન-૨ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે નવા ૧૫૦ રીંગ રોડ અટલ સરોવર તરફથી રામાપીર ચોકડી તરફ ગ્રે રંગની સ્‍વીફટ કાર આવી રહી છે તેમાં દારૂ ભરેલો છે. આ બાતમી પરથી વોચ રાખી જીજે૦૩એમએચ-૧૧૫૯ નંબરની કાર આંતરી લેવાઇ હતી. તેમાં તપાસ કરતાં મેકડોવેલ બ્‍લુ રીબન્‍ડ એકસ્‍ટ્રા ડ્રાઇ જીનની ૭૫૦ એમએલની ૧૨૦ બોટલો રૂા. ૧,૩૨,૦૦૦ની મળી આવતાં તે તથા ૫ લાખની કાર મળી રૂા. ૬,૩૨,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

કારમાં બેઠેલા હિતેષ ઉર્ફે હિતો ચંદુભાઇ વિંજુડા (ઉ.વ.૨૨-રહે. ઇશ્વરીયા તા. કુતીયાણા જી. પોરબંદર)ને પકડી લીધો હતો. પોલીસ સુત્રોના કહેવા મુજબ ઝડપાયેલ આરોપી હિતેશ ઉર્ફે હિતો રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્‍યું છે. તેની સામે અગાઉ પોરબંદરના કુતિયાણા અને રાજકોટ ગ્રામ્‍યના ધોરાજી પોલીસ સ્‍ટેશનમાં દારૂ અને મારામારી સહિતના કુલ ૭ જેટલા ગુનાઓ નોંધાઈ ચુક્‍યા છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર.એચ.ઝાલા, એએસઆઇ જે.વી.ગોહિલ, આર. એન. મિયાત્રા, હેડકોન્‍સ. ધર્મરાજસિંહ ઝાલા, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધિયા, કોન્‍સ. કુલદીપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.

પ્રાથમિક પુછતાછમાં હિતેષ ઉર્ફે હિતાએ પોતે પોરબંદરથી આ દારૂનો જથ્‍થો ભરી રાજકોટ પહોંચાડવા આવ્‍યો હોવાનું રટણ કર્યુ હતું. દારૂ કોણે ભરી દીધો, કોને આપવાનો હતો? તેની તપાસ કરવા માટે રિમાન્‍ડ મેળવવા તપાસ થઇ રહી છે.

 

(1:34 PM IST)