તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 30th March 2026
જામનગરના ઘનશ્યામસિંહ પરમારનું રાજકોટમાં હૃદય બેસી જતાં મૃત્યુ
રંગુન માતાના મંદિર નજીક હોટેલ ખાતે સિક્યુરીટીની નોકરી પર હતાં ત્યારે બનાવ

રાજકોટ તા. ૩૦: જામનગર રહેતાં પ્રોૈઢ રાજકોટમાં રાજકોટ-ભાવનગર હાઇવે પર રંગુન માતાના મંદિર પાસે આવેલી રવિરાજ હોટેલ ખાતે સિક્યુરીટી ગાર્ડની નોકરી પર હતાં ત્યારે હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું છે.
જામનગર રહેતાં ઘનશ્યામસિંહ જીલુભા પરમાર (ઉ.વ.૫૫) સાંજે રવિરાજ હોટેલ ખાતે હતાં ત્યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારના ભત્રીજાને હોટેલ સંચાલક દ્વારા જાણ કરાઇ હતી. ઘનશ્યામસિંહ બે ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. તેમના પત્નિ હયાત નથી. પોતે એકલા હોઇ અહિ હોટલે નોકરીમાં જોડાયા હતાં. હાર્ટએટેક આવી ગયાનું ભત્રીજાએ જણાવ્યું હતું.
(4:06 PM IST)










