<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

રાજકોટના રેસકોર્ષ ખાતે ચાલતી ભવ્‍ય-દિવ્‍ય ભાગવત કથાના બીજા દિવસે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે પવિત્ર લાભ લીધોઃ જીગ્નેશદાદા સાથે મુલાકાતે

રાજકોટ તા. ૩૦: રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્‍યાસાસને સર્વજ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે અને તથાસ્‍તુ વિદ્યાલયના લાભાર્થે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું ભવ્‍ય-દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. ભાગવત સપ્તાહના બીજા દિવસે ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે સદ્વાવ પવિત્ર લાભ સાથે પૂ. જીગ્નેશદાદાની નિવાસસ્‍થાને મુલાકાત લીધી હતી અને પૂજનનો લાભ લીધો હતો. પૂ.જીગ્નેશદાદાએ ગુજરાતની અવિરત પ્રગતિનો ઉલ્‍લેખ કરી ગુજરાતને ભાગ્‍યશાળી ગણાવ્‍યું હતું, જે સંદર્ભે તેઓએ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. ભાગવતકથાના મુખ્‍ય મનોરથી અને રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઈ પોબારૂના જનકલ્‍યાણ સોસાયટી ખાતેના નિવાસસ્‍થાને પૂ. જીગ્નેશદાદાનો ઉતારો રખાયો છે. ત્‍યાં મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની સાથે ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી  જીતુભાઈ વાઘાણી, સંસદ સભ્‍યો શ્રી પુરષોત્તમભાઈ રૂપાલા અને શ્રી રામભાઈ મોકરીયા,  ધારાસભ્‍યો શ્રી ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ અને પૂર્વ કેબીનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી ડો. માધવભાઈ દવે, ભાજપના અગ્રણી શ્રી રાજુભાઈ ધ્રુવ, રાજકોટ જીલ્‍લા કલેકટર ડો. ઓમપ્રકાશ, રાજકોટ મ્‍યુનિસિપલ કમિશ્નર શ્રી તુષાર સુમેરા, રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઈ ચોટાઈ, જાણીતા ઉદ્યોગપતિઓ સર્વ શ્રી છગનભાઈ પોબારૂ, મનિષભાઈ માડેકા, નિપુણભાઈ દોશી, જીતુભાઈ ચંદારાણા, હિરેનભાઈ ખખ્‍ખર, જયસુખભાઈ ધોડાસરા, સિધ્‍ધાર્થભાઈ પોબારૂ, દિશાંતભાઈ પોબારૂ, સિધ્‍ધાર્થભાઈ ભટ્ટ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને ભક્‍તિભાવે રંગાયા હતા. આ પ્રસંગે સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, પુરષોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ અને ભાનુબેન બાબરીયા, ડો.માધવભાઈ દવે, રાજુભાઈ ધ્રુવ, કલેકટર મ્‍યુ. કમિશ્નર શ્રી રાજકોટ લોહાણા મહાજનના કારોબારી પ્રમુખ, ડો. નિશાંતભાઈ ચોટાઈ સહિતના મહાનુભાવો મુખ્‍યમંત્રી શ્રી સાથે ઉપરોક્‍ત તસ્‍વીરોમાં નજરે પડે છે. 

(2:24 PM IST)