<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th March 2026

જાગનાથ સંઘમાં આ.ભ.પૂ.યશોવિજયજી મ.સા. દર્શનાર્થે ભુપેન્‍દ્રભાઈઃ વિવિધ મુદ્દે ચર્ચા

રાજકોટ, શહેરમાં કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુર્હુત કરવા શનિવારે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ ઉપસ્‍થિત રહયા હતા. આ દરમ્‍યાન શહેરના શ્રી જાગનાથ શ્‍વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે બીરાજમાન પૂ.આ.ભ.યશોવિજયજી મ.સા.ના દર્શન-વંદન કરવા ભુપેન્‍દ્રભાઈ સંઘમાં પધાર્યા હતા. પૂ.શ્રીના આર્શીવચન લઈ ભુપેન્‍દ્રભાઈએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. આ તકે ધારાસભ્‍ય ડો.દર્શીતાબેન શાહ, સંઘ પ્રમુખ દિનેશભાઈ પારેખ, જયંતભાઈ શાહ, દિપકભાઈ વસા તથા પ્રફુલભાઈ શાહ ઉપસ્‍થિત રહયા હતા. સંઘ પ્રમુખ દિનેશભાઈ પારેખ દ્વારા ભુપેન્‍દ્રભાઈનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું

(2:34 PM IST)